________________
परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विस्य कर्माणुभिरस्य किं किं ज्ञानात्मनो नो समपादि कष्टम् ॥१॥ खिद्यते ननु किमन्यकथार्तः सर्वदैव ममतापरतन्त्रः । चिन्तयस्यनुपमान्कथयमात्मन्नात्मनो गुणमणीन्न कदापि ॥ २ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'ની પાંચમી “અન્યત્વ ભાવના'નો પ્રારંભ કરતાં કહે છે -
પરાઈ વ્યક્તિ ઘરમાં ઘુસે છે અને વિનાશ કરે છે.” - આ લોકોક્તિ પૂર્ણતયા ખોટી નથી. “જ્ઞાનથી સમૃદ્ધ અને શુદ્ધ આત્મામાં ઘુસી ગયેલાં કર્મોનાં પરમાણુઓએ કેવાં કેવાં ભયંકર કષ્ટોને નિમંત્ર્યાં છે?”
“હે મારા આત્મા! શેના માટે તું પરાઈ પંચાતમાં ફસાઈને અને મમતાને આધીન બનીને પીડાનો શિકાર બને છે? તું શા માટે તારી પાસે રહેલાં ગુણરત્નોને શોધીને એના ઉપર નજર નથી નાખતો? એમના અંગે કેમ વિચાર કરતો નથી ?” પરપ્રવેશથી વિનાશઃ
ગ્રંથકાર ઉપાધ્યાયજી એક લોકોક્તિ દ્વારા ગહન તત્ત્વજ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે. "પ્રવિણ તે વિનાશનં - આ લોકોક્તિ છે. ઘરમાં બીજાના પ્રવેશથી વિનાશ થાય છે. એટલે કે સજ્જનોના વેશમાં જો દુર્જન ઘરમાં આવી જાય. સાધુના વેશમાં ડાકુ આવી જાય, તો વિનાશ આવી જાય છે જ. વિનાશ એટલે દુઃખ, ત્રાસ, વેદના અને મૃત્યુ. i છાપાઓમાં વાંચીએ છીએ કે પતિનો મિત્ર સજ્જનના રૂપમાં ઘરમાં આવતો
જતો થયો, મિત્રની પત્ની સાથે દુરાચાર સેવન કર્યું! છોકરાનો મિત્ર ઘરમાં આવવા-જવા લાગ્યો અને મિત્રની બહેનને મોહમાં
ફસાવીને ધનસંપત્તિ લઈને ફરાર થઈ ગયો. v સારા દોસ્તના રૂપમાં યુવક ઘરમાં આવ્યો. છોકરાને યા તો છોકરીને ખરાબ
વ્યસનમાં ફસાવીને એનું જીવન બરબાદ કર્યું. "
એટલા માટે દુનિયામાં અનુભવી પુરુષો કહે છે કે બીજાં સ્ત્રી-પુરુષો પર, એમની મીઠી-મધુર વાણી સાંભળીને જલદી એમના ઉપર વિશ્વાસ ન કરો; એમનો સંપર્ક ન રાખો, એમને ઘરમાં પ્રવેશવા ન દો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો; નુકસાન થશે. આત્મામાં કર્મોનો પ્રવેશ:
આપણને તીર્થંકરભગવંતે કહ્યું છે - તું આત્મા છે, કર્મ તારાથી ન્યારાં છે. | ૨ |
જીવ
શાન્તસુધારસઃ ભાગ ૨)