________________
-
' हैमधातुपाठः सार्थः . ४४०
-
• सौत्रधातुव्याख्या :
क्रियावाचित्वे सति पाठाऽपठितत्वे सति सूत्रगृहीतत्वं सौत्रत्वम् ।।
અર્થ: જે ક્રિયાવાચક હોય, ધાતુપાઠમાં જે કહેલ ન હોય અને સૂત્રમાં ગ્રહણ કરેલ હોય તે સૌત્રધાતુ કહેવાય છે.
• लौकिकधातुव्याख्या :
क्रियावाचित्वेसति पाठपठितृत्वे सति सूत्रागृहीतत्वेसति केवललोकप्रयुक्तत्वलौकिकत्वम् ।
અર્થઃ ક્રિયાવાચક છતાં, ધાતુપાઠમાં જે અપઠિત હોય, સૂત્રમાં જે અગૃહીત હોય અને કેવળ લોકમાં પ્રયુક્ત હોય તે લૌકિકધાતુ કહેવાય છે.
वाक्यकरणीयधातुव्याख्या :
क्रियावाचित्वे सति पाठा-पठितत्वे सति सूत्रागृहीतत्वे सति शिष्टप्रयोगप्रयोज्यग्रहविषयत्वं वाक्यकरणीयत्वम् ।
અર્થ: જે ક્રિયાવાચિ હોય, ધાતુપાઠમાં અપઠિત હોય અને સૂત્રમાં ગ્રહણ કરેલ ન હોય છતાં શિષ્ટપ્રયોગથી પ્રયોજ્ય જ્ઞાનનો જે વિષય હોય તે વાક્યકરણીયધાતુ કહેવાય છે.
॥ इति कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचितधातुपाठः समासः ॥