Book Title: Sazzay Sarita Author(s): Yogtilaksuri Publisher: Sanyam Suvas View full book textPage 5
________________ -: પ્રાસ્તાવિકમ્ : પરમાત્માનું શાસન અજોડ છે. શાસનની આરાધના કર્યા વગર કોઈ જીવ આત્મહિત કરી શકતો નથી. આરાધના પરમાત્મ શાસનના રહસ્યો પામ્યા સિવાય શક્ય નથી. રહસ્યોને શાસ્ત્રોમાંથી પામવા અતિદુષ્કર છે કારણ કે શાસ્ત્રો અતિગહન છે અને તે પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગ્રંથસ્થ છે. આબાલ-ગોપાલ સર્વે જીવો પરમાત્મ-શાસનના ગહન રહસ્યો સહેલાઈથી પામી શકે તે માટે મહાપુરુષોએ અતિરોચક શૈલીમાં કાવ્યરૂપે સજ્ઝાયોનું સર્જન કરી અનન્ય ઉપકાર કર્યો છે સ્વસ્વાધ્યાય કે પ્રતિક્રમણાદિ અવસરે બોલાતી આ સજ્ઝાયો અનેક આત્માઓને સન્માર્ગની પ્રાપ્તિ પાપનો પ્રતિઘાત અને ગુણોનું આધાન કરાવનારી બની છે. પ.પૂ. આશ્રિતગણહિતચિંતક આચાર્યદેવ શ્રીમદ્ વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાન પ્રથમ શિષ્ય તરીકે જેમને સૌભાગ્ય સાંપડ્યું હતું તે પૂ.મુ.શ્રી જયેશવિજયજી મ. મોટી ઉમરે દીક્ષા લીધા પછી સજ્ઝાયો દ્વારા સ્વ-પર અનેક જીવોને લાભ કરનારા બન્યા હતા. તેમની સજ્ઝાય પ્રત્યેના પ્રેમને કારણે જ આ પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. વર્તમાનમાં વધુ પ્રસિદ્ધ તેમજ ઉપયોગી એવી ૪૩૨ સજ્ઝાયોનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ સજ્ઝાયોને સરળતા અને વિષયાનુકૂળતા અને ઉપયોગિતા ધ્યાનમાં રાખીને ૭ તરંગ (વિભાગ)માં વહેંચવામાં આવી છે. તરંગ પ્રથમમાં વિવિધ ચરિત્રોની (૧ થી ૨૦૨) સજ્ઝાય છે. તરંગ દ્વિતીયમાં આગમોની (૨૦૩ થી ૨૦૭) સજ્ઝાય ઢાળ રૂપે છે. તરંગ ત્રીજામાં પર્વતિથિઓની (૨૦૮ થી ૨૨૦) ૧૩ સજ્ઝાય છે. તરંગ ચોથામાં પાપસ્થાનની (૨૨૧ થી ૨૩૫) ૧૫ સજ્ઝાય છે. તરંગ પાંચમામાં આત્મગુણપોષની (૨૩૬ થી ૨૫૭) ૨૨ સજ્ઝાય છે. તરંગ છઠ્ઠામાં વૈરાગ્યની (૨૫૮ થી ૩૨૮) ૭૧ સજ્ઝાય છે. તરંગ સાતમામાં વૈવિધ્યસભર (૩૨૯ થી ૪૩૨) ૧૦૪ સજ્ઝાય છે. અનુક્રમણિકામાં સજ્ઝાયોને સળંગ નંબર આપ્યા છે દરેક તરંગમાં સજ્ઝાયોના નામ અકારાદિના અનુક્રમે જ આપવામાં આવ્યા છે. પુર તૈયાર થયા પછી કેટલીક ઉપયોગી સજ્ઝાય જરૂરી લાગવાથી પાછળથી ઉમેરી છે અનુક્રમ નંબર બદલવા મુશ્કેલ હોવાથી જે-તે અનુક્રમ નંબરમાં જ (ક)-(ખ) રીતે ઉમેરેલ છે. કયા વિભાગમાં (તરંગ) કઈ સજ્ઝાય છે ? તેનો નિર્ણય આ પુસ્તકનો ઉપયોગ કરનારને કદાચ ખ્યાલમાં ન આવે તો તેમની સુવિધા માટે દરેક સજ્ઝાયમાં આવતાં દુહા, સજ્ઝાયના પ્રથમ પદ અને દરેક ઢાળના પ્રથમ પદની અકારાદિ પ્રમાણે અનુક્રમણિકા બનાવી પરિશિષ્ટ તરીકે મૂકવામાં આવી છે. તેથી સજ્ઝાય શોધવી સરળ બનશે. અમુક સજ્ઝાયો વાસ્તવિક રીતે રાસની ઢાળો છે છતાં સજ્ઝાય તરકે પ્રસિદ્ધ છે. તેમાં જે રાસોનો આધાર મળ્યો છે તે તે સજ્ઝાયની નીચે લખેલ છે. સજ્ઝાય સરિતાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 766