Book Title: Sattabal ane Satyabal
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ દર્શન અને ચિંતન માટેનું પ્રાથમિક વિMનિવારણ માત્ર છે. હવે જે સ્વતંત્રતા ઠીક ઠીક રીતે પચાવી સિદ્ધ કરવી હોય તે સમજીને કે ધક્કા ખાઈને છેવટે સત્તાબળથી મુક્ત થયે જ છૂટકે છે. એનાથી મુક્ત થવું એટલે અમલદારે કે સત્તાધારીઓએ પ્રજાના દરેકેદરેક વર્ગ પ્રત્યે વિનમ્રભાવે વર્તવું; ધનિકેએ ધનનું ગુમાન ને ધનની એકાંગી દૃષ્ટિ છેડી સૌના કલ્યાણમાં તેને વિનિયોગ કરવો. ભણેલા. અને વિદ્યાસંપન્ન એવા વર્ગે અભણ કે નિરક્ષરને સાચી સમજણ આપવામાં પોતાની સરસ્વતીને ઉપયોગ કરે. ખરી રીતે આ જ સ્વતંત્રતાને નક્કર પાવે છે. એ પાયા ઉપર ઊભી થયેલ સ્વતંત્રતાની ઈમારતને કઈ શસ્ત્રબળ તેડી શકે તેમ છે જ નહિ.. શસ્ત્રની ગતિ અને શકિત એ સ્થળ ઉપર ચાલે છે જ્યારે સત્યબળ એ એવું સ્થળ નથી. ધન, શરીર જાય તેય એ બળ કદી જવું કે ધટતું નથી. સ્વતંત્રતાની ઉજવણીના આ નવા વર્ષે આપણે એવા સત્યબળની ઉપાસના તષ્ફ વળીએ. –પ્રસ્થાન, ઓગસ્ટ, 1955. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3