Book Title: Sattabal ane Satyabal
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249175/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સત્તામળ અને સત્યમળ [૨૪] ભારતે સ્વતંત્રતા મેળવી. તેના પાયામાં જો કાઈ મુખ્ય બળે ભાગ ભજવ્યો હોય તે! તે ભાગ સત્યખળના હતો એમ કાઈ પણ કહી શકશે. ગાંધીજી સ્વતંત્રતા-સંગ્રામના સેનાની ન હોત તો સ્વતંત્રતાપ્રાપ્તિનું પ્રેરકખળ કર્યું હા એ અત્યારે ન કહી શકાય. ગમે તે હા, પણ આજની સ્થિતિમાં એમ કહી શકાય કે ભારતે મુખ્યપણે સત્યને મળે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એટલે જો એ બળ એના પાયામાં ન હોય તે એની સ્વતંત્રતા પાલી અને જો એ બળ ઉત્તરાત્તર પોષાતું કે વધતું ન જાય તે એટલે અશે લાધેલ સ્વતંત્રતા પણ માત્ર નામની જ રહેવાની. સત્યનું ખળ એ એક બળ છે. જેણે જેણે જેટલે અંશે જીવનમાં સત્ય ઉતાર્યું" હાય તેને તેને એના ખળને તેટલે અશે અનુભવ હાય જ છે; પણ સત્યનું બળ પ્રગટાવવું, તેને ટકાવી રાખવું અને વધારે ને વધારે પોષવું તેમ જ વ્યાપક બનાવવું એ કામ સહેલું નથી. સત્યખળનાં વિધી ધણાં ખળા છે, એ અધાં વિરાધી બળ સામે સત્યબળને ટકાવવું એ જ ખરી મુશ્કેલી છે. આ મુશ્કેલી સમજવા અને તેનાં વિરાધી ખળોને માપવા માટે ટૂંકામાં નવું જરૂરી છે કે એવાં વિરાધી બળે! ક્યાં કયાં છે અને તે આડે આવે છે તેમ જ સ્વતંત્રતાના આત્માને હણે છે. કઈ રીતે સત્યબળની જડ કે ચેતન બધાંમાં હસ્તી તો હોય જ છે. હસ્તી એટલે અસ્તિત્વ. દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથે છે. જ્યારે અસ્તિત્વ ટકાવવા મથનાર ચેતન હોય ત્યારે એનું એ મથન સત્તાખળ કહેવાય છે. અસ્તિત્વનું ભાન, તેને ટકાવવાની વૃત્તિ અને તે માટે જાણ્યે-અજાણ્યે યેાગ્ય કે અયેાગ્ય થતા પ્રયત્ન એ બધું સત્તામળમાં આવે જ છે. જ્યારે કાઈ જીવ કે વ્યક્તિ શરીરથી મજબૂત હોય ત્યારે તે શરીરના આશ્રય લઈ પાતા કરતાં નબળા ઉપર કાબૂ જમાવવા ઇચ્છે તે મથે છે. કાઈ વાણીશક્તિ ધરાવતા હોય તેમ તે એ દારા પેાતાનું સત્તાથ્થુળ અજમાવી ખીજાથી ચઢિયાતા થવા ઇચ્છે છે. સૌ, સપત્તિ, વિદ્યા કે બીજા તેવાં સાધનામાં જે ચઢિયાતા હોય તે તે જ સાધન Page #2 -------------------------------------------------------------------------- ________________ સત્તાખી અને સત્યબળ ૧૧૩ દ્વારા બીજા નબળા ઉપર પોતાનો સિક્કો જમાવવા ઇચ્છે છે. નબળા ગણાત હોય તો તે પણ પોતાથી વધારે નબળા ઉપર સત્તા જમાવવા ઇચ્છે છે. આ સિદ્ધાંત જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અને પ્રત્યેક સમાજમાં કે દેશમાં સામાન્ય રીતે કામ કરતા દેખાય છે. તેથી જ ઊંચનીચના ભેદ, ગરીબ-તવગરના ભેદ, અભણ-ભણેલના ભેદ જેવા ભેદે એક વતે કચરી નાખે છે તે તે બીજા વર્ગોને કાંઈક રાહત આપતા દેખાય છે. આ એક ચાલી આવતી લાંબા કાળની વિષમતા છે, તે તેના ફેંકેલ મુશ્કેલ લાગે છે. આવી વિષમતા ગમે તેટલી જૂની પુરાણી હાય તોય તે નાબૂદ કરી શકાય અગર ઓછી કરી શકાય કુ નહિ એ પ્રશ્ન છે. એને ઉત્તર સત્યઅળમાંથી મળે છે. સત્તા ને સત્ય અને સત્ હસ્તી–સાથે સંબંધ ધરાવે છે, પણ અનેેમાં ફર હાય તો તે એ છે કે સત્તા પોતાથી નખળા ઉપર કાબૂ જમાવવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે, ત્યારે સત્ય પોતાથી નબળા કે સખળા અને પ્રત્યે સભાન રહેવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે. જ્યારે નબળા પ્રત્યે સમાન રહેવાની વૃત્તિ પ્રગટે છે ત્યારે અને અએટલે જ કે નબળાને પોતાની ઊંચી સપાટી ઉપર આણી પોતાની સમકક્ષ અનાવવા સત્ય માણસને પ્રેરે છે. જ્યારે સબળા પ્રત્યે સમાન રહેવા રૂપે સત્યની વૃત્તિ આવિર્ભાવ પામે છે ત્યારે તેના અર્થ એટલો જ કે એવી વૃત્તિવાળા માણસ કાઈ પણ સબળને અણુધટતી રીતે વશ થતા નથી; ઊલટું તેને મેગ્ય રીતે સૌની સાથે સ્થાન અપાવે છે. સત્તાબળ અમલદારને તુમાખો શીખવે છે, ધનિકને અતડા અને ગર્વિષ્ઠ બનાવે છે, પડિતને મિથ્યાભિમાન અને બકવાદી પણ બનાવે છે; જ્યારે સત્યબળ અમલ, ધન, અને પાંડિત્યના આશ્રયથી એવા કાઈ દોષ પોષતું નથી; ઊલટું એ અધિકાર, ધન, સૌન્દર્ય, વિદ્યા કે પાંડિત્ય જેવાં સાધનો દ્વારા માણસને સૌના લાભમાં કામ કરતા, અને તેથી ખરા અર્થાંમાં સ્વતંત્ર બનાવે છે. સત્તાબળ ધરાવનાર દેખીતી રીતે સ્વતંત્ર ગણાવા કે મનાવા છતાં ખરી રીતે અને અંતરથી પરતંત્ર જ હાય છે. એના મનમાં હંમેશા ખીજા તરફના ભય રહે જ છે. જ્યારે સત્ય બળ ધરાવનારને કદી કાઈથી ડરવાપણું નથી; એટલે તેને અંતરાત્મા તન મુક્ત રહે છે. આપણે આપણા જ જીવતરમાં આ વસ્તુ ગાંધીજીમાં જોઈ હતી અને અત્યારે વિનોબાજી જેવા સત્યનિષ્ડમાં જોઈ પણ શકીએ છીએ. ભારતે પ્રાપ્ત કરેલ સ્વતંત્રતા એ તે ખરી સ્વતંત્રતા સિદ્ધ કરવા Page #3 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન માટેનું પ્રાથમિક વિMનિવારણ માત્ર છે. હવે જે સ્વતંત્રતા ઠીક ઠીક રીતે પચાવી સિદ્ધ કરવી હોય તે સમજીને કે ધક્કા ખાઈને છેવટે સત્તાબળથી મુક્ત થયે જ છૂટકે છે. એનાથી મુક્ત થવું એટલે અમલદારે કે સત્તાધારીઓએ પ્રજાના દરેકેદરેક વર્ગ પ્રત્યે વિનમ્રભાવે વર્તવું; ધનિકેએ ધનનું ગુમાન ને ધનની એકાંગી દૃષ્ટિ છેડી સૌના કલ્યાણમાં તેને વિનિયોગ કરવો. ભણેલા. અને વિદ્યાસંપન્ન એવા વર્ગે અભણ કે નિરક્ષરને સાચી સમજણ આપવામાં પોતાની સરસ્વતીને ઉપયોગ કરે. ખરી રીતે આ જ સ્વતંત્રતાને નક્કર પાવે છે. એ પાયા ઉપર ઊભી થયેલ સ્વતંત્રતાની ઈમારતને કઈ શસ્ત્રબળ તેડી શકે તેમ છે જ નહિ.. શસ્ત્રની ગતિ અને શકિત એ સ્થળ ઉપર ચાલે છે જ્યારે સત્યબળ એ એવું સ્થળ નથી. ધન, શરીર જાય તેય એ બળ કદી જવું કે ધટતું નથી. સ્વતંત્રતાની ઉજવણીના આ નવા વર્ષે આપણે એવા સત્યબળની ઉપાસના તષ્ફ વળીએ. –પ્રસ્થાન, ઓગસ્ટ, 1955.