Book Title: Sat Nayni Drushtantrupe Parmarthik Ghatna
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ S તારમાર્થિક લેખસંગ્રહ [ 43 નયઘટના કરી બતાવી છે. તેને અનુસરી એક વિદ્વાન સદ્ગૃહસ્થ તરફથી નૈધ જાણવા મળેલ, તેમાં યથામતિ પ્રાસંગિક અને બીજું છૂટક ઉમેરી સદર લેખ તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખમાં વિરોધને લેશ પણ સ્થાન હોય તેમ માનતા નથી, કિન્તુ આત્માર્થ–પરમાર્થ સમજવાનો પ્રેરકરૂપ એક રસપ્રદ વસ્તુ છે તેમ વિચારક ગષકેને જણાઈ આવશે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ડેિ છે અને દુઃખની નિવૃત્તિ ઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી-એમ પર્વ જ્ઞાની પુરૂષાએ ભાખ્યું છે, માટે તે આત્મજ્ઞાન જીવને પ્રજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સલ્લુરૂવચનના શ્રવણનું કે સલ્ફાસ્ત્રનું વિચારવું એ છે. જે કઈ દુઃખની નિવૃત્તિ ઈચ્છતા હોય તેણે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી; માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરોને, કુળધર્મને, લેક સંજ્ઞારૂપ ધર્મને અને ઓધસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ કર્મ ભજ લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7