Book Title: Sat Nayni Drushtantrupe Parmarthik Ghatna Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 6
________________ ૪૨ ] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા એમ યથાર્થ અર્થમાં શબ્દપ્રયોગ કરી શકાય. કાર્યના ઉત્તરત્તર અધિકાધિક અંશ પ્રગટ થતાં થતાં યાવત્ પૂર્ણ કાર્યમાં એક અંશ ન્યૂનતા-ઊણાપણું રહે ત્યાં સુધી સમભિરૂઢ અને સંપૂર્ણ કાર્યનું પ્રગટપણું તે એવભૂત. આ સાત નમાંથી ત્રાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-એ ચાર ન અનુક્રમે છેડા અંશ વ્યક્ત, બહુ અંશ વ્યક્ત, બહુતર અંશ વ્યક્ત અને સર્વ અંશ વ્યક્તને માનનારા ભાવ નય કહેવાય છે. બાકીના ત્રણ નય વ્યક્ત સ્વભાવે નથી જેને દ્રવ્ય નય કહેવાય છે. કેટલાકે જુસૂત્રને દ્રવ્યમાં ગણે છે, પરંતુ તે અપેક્ષાકૃત હાઈ વિરાધને સ્થાન નથી. દુષમકાળમાં દિવાકર, સમાન પ્રખર, તાકિક શ્રી સિદ્ધસેન દિવાકરજી બાજુસૂત્રને ભાવનયમાં ગણે છે. નયનું સ્વરૂપ અનેક દષ્ટિએ વિચારી શકાય છે. એકબીજાને વિરોધ શમાવવામાં પણ આને જ ઉપયોગ થઈ શકે છે. તે વિષે જિનાગમમાં ઘણું કથન છે. શ્રી જિનભગવાને નય-સ્વાદુવાદનું સ્વરૂપ એટલા જ માટે રાગદ્વેષના ઉપશમ માટે જ ઉપદેશ્ય છે. વાચક સજજને હંસચંચુ ન્યાયે આમાંથી સાર–પરમાર્થને ગ્રહણ કરશે. આ શાસ્ત્રપદ્ધતિએ નયનું સ્વરૂપ નથી, શાસ્ત્રમાં પરકૃત આશય–અપેક્ષા સમજવા માટે જે માપ ભરવાની પાલી આદિનું દૃષ્ટાંત આપેલું છે તથા પ્રકારે આ નથી, કિન્તુ આત્મશ્રદ્ધાનું અનુમાપન સમજવા દૃષ્ટાંતરૂપે આ નયઘટના છે અને એ રીતે મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવનમાં પ્રભુની ઉત્સર્ગ–અપવાદ સેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7