Book Title: Sat Nayni Drushtantrupe Parmarthik Ghatna
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249618/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૭ સાત નયની દૃષ્ટાંતરૂપે પારમાર્થિક ઘટના કોઇ પણ વસ્તુની યથા પરીક્ષા કરવામાં નયઘટના કરી શકાય છે. ઈતર અંશના અપલાપ કે પ્રતિક્ષેપ કર્યાં વિના વસ્તુના કાઇ એક સ ́શનું ગ્રહણ કરે, તે અપેક્ષાવિશેષનું નામ ‘નય’ એમ તેની શાસ્ત્રીય વ્યાખ્યા છે; અથવા બ્લુત્તિથી જોઈએ તે ‘મો' ધાતુ દોરી જવું-લઈ જવું, તે પરથી નય એટલે આગળ ને આગળ વસ્તુસ્વરૂપ ભણી દોરી જાય-લઈ જાય તે નય અથવા નય એટલે નીતિ-ન્યાય એમ સામાન્ય પરિભાષા છે. અર્થાત્ પ્રમાણપુરસ્કર સન્યાયસ'પન્ન કથન તે નય અને શ્રી જિનપ્રણીત નય પણ સન્યાયસંપન્ન ન્યાયાધીશની જેમ મધ્યસ્થ પરીક્ષા કરનારા હાઈ તેને નય નામ યથાથપણે ઘટે છે. એટલે નયના પ્રયાગ પરમાર્થ સમજવા માટે અને પામવા માટે જરૂર કરી શકાય. અર્થાત્ આત્મશ્રદ્ધાના અનુમાપનમાં, પરમાથ પ્રાપ્તિના ઉપક્રમમાં, ભક્તિવિષયમાં કે ચરણસેવા આદિ વિષયમાં તેની યથાર્થ અઘટના કરી શકાય અને તે પ્રમાણે શ્રી દેવચ’દ્રજી આદિ મહાત્માઓએ કરેલ છે, માટે એમ કરવામાં કાંઈ દૂષણ કે વિરાધ જેવું નથી, એટલું જ નહિ પણ આત્માર્થી મુમુક્ષુને પરમાં સમજવા માટે અને પામવા માટે તે પરમ ઉપકારી હાઈ પરમ પ્રશસ્ત અને રસપ્રદ છે. સાત નચેામાંથી પ્રથમના ત્રણ નચે માહ્ય નિમિત્ત સાધન છે અને પછીના ચાર નયા અંતર ( ઉપાદાન ) સાધન છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ - ૩૮] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા દષ્ટાંત-જેમ એક સોનીને કંઠી ઘડવાની ઈચ્છા થઈ. જે તે પ્રબળ પરિણામી ન હોય તે સેનાને અભાવે વા સાના અભાવે કંઠીનું કાર્ય થઈ શકતું નથી, પણ જ્યારે પ્રબળ ઈચ્છા થાય છે, ત્યારે તનતોડ પ્રયત્ન કરીને કાર્ય કરવા ઉત્સુક બને છે. આથી કાર્ય કરવાની દઢ ઈચ્છાસંક૯૫ તે “ગામ નય.” નિગમ શબ્દનો અર્થ સંક૯પ પણ થાય છે. સંકલ્પ માત્રને વિષય કરવાવાળે નૈગમ નય કહેવાય છે. કાર્ય કેમ કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન નથી (ગમ નથી), છતાં પ્રબળ અને સારી ઈચ્છા જ એને કાર્ય તરફ દેરે છે–પ્રેરે છે– લઈ જાય છે. સારી પ્રબળ ઈચ્છા તે કનૈગમ નય.” તે ઈચ્છાની પ્રેરણાથી વ પાવરથી સાધનસામગ્રી (એરણ, હડી, અગ્નિ વગેરે)ને સંગ્રહ કરતા જાય તે “સંગ્રહ નય.” પહેલે નય બીજા નય સુધી કાર્યને સાધક સહાયક થાય તે તે નય. તેમ ન થાય તે પહેલે નય તે નયાભાસ બને છે. એમ ત્રીજાને, ત્રીજે ચેથાને પરંપરામાં સહાયક બને, આગળ લઈ જનાર પ્રેરક બને, ત્યારે ત્યારે પ્રેરક બનનાર પાછળને નય, નય કહેવાય. પરંતુ જ્યારે જ્યારે વા જ્યારથી પ્રેરક બનતે અટકી જાય, ત્યારે ત્યારે તે તે નય નયાભાસી (નિષ્ફળ પરિણામી) બનતા જાય. સાધનસામગ્રી તૈયાર થઈ જાય ત્યારે “ વ્યવહાર નય” કહેવાય. આ ત્રણ નય વ્યવહારના વા નિમિત્તકારણના ન કહેવાય છે. વ્યવહારના છ ભેદ છે-શુદ્ધ, અશુદ્ધ, શુભ, અશુભ, ઉપચરિત અને અનુપચરિત. આ છમાંથી જે વ્યવહાર (સાધન-સામગ્રી) પોતાની પ્રબળ પ્રેરણાથી ઉપાદાનને જાગ્રત કરીને સહાયક બને તો જ શુદ્ધ વ્યવહાર કહેવાય; નહિતર અશુદ્ધ વ્યવહારના નામમાં Page #3 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૯ આવીને વ્યવહારનયાભાસ બને છે. શુદ્ધ વ્યવહાર એટલે ઉપાદાનને સર્વ પ્રકારે સહાયક બને છે. વ્યવહારની પૂર્ણતા થતાં ઉપાદાન સ્વરૂપ સુવર્ણની હાજરી થઈ તે “રાજુસૂત્ર નય.” ત્રાજુ એટલે સરળ અને સૂત્ર એટલે કાર્ય. કુશળ કારીગર સુંદર સાધનેથી હજારો વર્ષ પર્યત પ્રયત્ન કરે પણ સુવર્ણ વિના કંઠી થાય નહિ, તેમજ શુદ્ધ સુવર્ણ હજાર વર્ષ એરણ ઉપર પડી રહે છતાં કુશળ કારીગર વિના કદિ પણ કંઠી થાય જ નહિ. અર્થાત્ નિમિત્ત કારણ અને ઉપાદાનકારણએ બન્નેનું સમન્વયપણું વા સહકારીપણું થાય ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે. તેનું ગાળી, ઢાળ પાડી, ઝણું તાર કરી નાના આંકડા બનાવે, ત્યારે જે કાર્ય થવાનું તે શબ્દમાં આવી જાય અથર્ આ કંઠી થાય છે, એમ કાર્યની પ્રત્યક્ષતા થાય તે “શબ્દ નય. કાર્ય સમ્યક પ્રકારે અભિરૂઢ (પરિણતિ પામે) અર્થાત કાર્યની સંપૂર્ણતા પહેલા થોડુંક આપવા વિગેરે બાકી રહે ત્યારે “સમભિરૂઢ નય થાય અને કાર્ય સંપૂર્ણ પણે આપી પલીશ થઈ કંઠી તૈયાર થાય ત્યારે એવંભૂત નય થાય. જેમ છે તેમ કાર્યની પૂર્ણતા તેને “એવભૂતનય ” કહેવાય. આ સાતે નયનું સ્વરૂપ દૃષ્ટાંત ઉપર ઘટાવીને હવે મૂળ રૂપમાં તેને ખ્યાલ કરીએ. આંતર સ્વરૂ૫–૧. અનાદિકાળના સંસાર પરિભ્રમણ કરતાં અવ્યક્તપણે વાઘદષ્ટિએ પણ સદ્દગુરુની ઉપાસના કરતે અને અકામનિજર કરતો કરતે આત્મા જ્યારે ૭૦ કડાકડી Page #4 -------------------------------------------------------------------------- ________________ રાપથપ્રવાસ ૪૦ ] શ્રી જી. એ. જેન ચન્થમાલા સાગરોપમ મોહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એક કેડાકેડીમાં આવી યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચ્યા પછી, પૂર્વે અનેક ભવમાં અવ્યક્તપણે પણ સેવેલાં સદ્ગુરુની ઉપાસનાથી અંતરમાં જે જે સંસ્કારો પડયા હોય તે દઢિભૂત થઈને પરમાર્થમાર્ગ પામવાની સાચી–પ્રબળ ઈચ્છા-જિજ્ઞાસા થાય. સંસારના અનંત મેહવર્ધક સાધનામાં શરીર, ધન, સ્ત્રી, કુટુંબ–એ ચાર સર્વોત્કૃષ્ટ મુખ્ય સાધન છે. તેને મેળવવામાં, સાચવવામાં અને ભેળવવામાં જે પ્રીતિ છે, તેના કરતાં પ્રબળ પ્રીતિ પરમાને પામવામાં થાય. આવી પરમાર્થ પામવાની સાચી અને પ્રબળ જિજ્ઞાસા થાય, તે સરળતા, સજજનતા પ્રમાણિક્તા અને નિઃસ્વાર્થતાદિ ગુણે પ્રગટે. આવી નિર્મળ જિજ્ઞાસા અર્થાત્ પૂર્વસંસ્કારની પ્રબળ જાગૃતિ થવાથી પરમાર્થની તીવ્ર ઈચ્છા (મુમુક્ષુ દશા) તે “નૈગમનય”ની દષ્ટિ કહી શકાય. ૨. પરમાર્થમાગ પામવાની તીવ્ર જિજ્ઞાસા થયા પછી કષાયની મંદતા થતાં પગલિક ભાવ તરફ ઉદાસીનતા થવાથી, અંતરાત્માની નિર્મળતા થતાં સદ્દગુરુની શોધ કરતાં અંતરદષ્ટિ જાગૃત થવાથી પુરુષને અંતરદષ્ટિથી વાસ્તવિકપણે ઓળખીને, શ્રદ્ધાથી તેની ઉપાસના કરતાં ન્યાય, પ્રમાણિક્તા, ઉદાસીનતા, સહિષ્ણુતા, સેવાભક્તિ, સરળતા, નિષ્પક્ષપાતવૃત્તિ, સશાસ્ત્રવાંચન-વિચાર વિગેરે આત્મિક ગુણેને સંગ્રહ કરતે જાય તે “સંગ્રહ નયની દષ્ટિ કહી શકાય. ૩. મતાગ્રહથી મુક્ત થઈને સદ્ગુણપ્રેમી બની સદ્ગુરુની આજ્ઞાએ સત સાધનો દ્વારા સન્માની ઉપાસના Page #5 -------------------------------------------------------------------------- ________________ પારમાથિ લેખસંગ્રહ [૪૧ કરવાથી અંતરત્યાગ, અંતરવૈરાગ્ય, અડગ શ્રદ્ધા, અનન્ય ભક્તિ, અભિગ્રાહિક મિથ્યાત્વત્યાગ, કષાયની ઉપશાંતિ અને આત્માને સ્વાનુભવ કરવામાં પરમ સહાયક સુવિચારશ્રેણું વિગેરે સમ્યકત્વસ્થિતિને પ્રાપ્ત કરાવનાર આત્મિક ગુણેની પ્રાપ્તિ થાય તે “વ્યવહાર નયની દૃષ્ટિ કહી શકાય. આ - સદ્વ્યવહારથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ૪. ઉપરોક્ત સદ્વ્યવહારથી અનંતાનુબંધી કષાય તથા ત્રણ મોહનીય-એ સાત પ્રકૃતિઓને ક્ષય વા ક્ષપશમ કરી આત્માની વિશુદ્ધિ થવાથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય, આત્મદર્શનની ઝાંખી થાય અર્થાત્ આત્માને આત્માનો અનુભવ થાય, તે શુદ્ધ સમકિત છે “જુસૂત્રનયની દષ્ટિ કહી શકાય. ૫. આત્માની વિશુદ્ધિ થવાથી ઉત્તરોત્તર આત્મશ્રેણીએ ચડતાં, ઘાતિકમને ક્ષય કરવાની અતિ વિશુદ્ધ દશારૂપ ક્ષપકશ્રેણીએ ચડતાં, કેવલજ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ શબ્દગમ્ય થવાથી, તે “શબ્દ નયની દષ્ટિ કહી શકાય. ૬. ઘાતિકને ક્ષય કરવાની અંતિમ શક્તિ બારમા ગુણસ્થાને થાય, તે “સમભિરૂઢ નયની દષ્ટિ કહી શકાય. ૭. અને જેમ છે તેમ આત્માની પૂર્ણ નિવારણ દશા, તે એવંભૂત નયની દષ્ટિ. ટકામાં અંતરંગ કાર્યરૂચિ તે નૈગમ, તતકારણ સંગ્રહસમ્યગ્રહણ તે સંગ્રહ, તેને સમ્યગ વ્યવહારપ્રયોગ તે વ્યવહાર-આમ સતકારણેને સમ્યવ્યવહાર કરતાં કાર્ય થવાની સન્મુખતા–હાજરપણું થાય તે જુસૂત્ર, કાર્યને અંશ પ્રગટ થાય તે શબ્દ, કે જેથી કાર્ય થવા માંડયું; Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા એમ યથાર્થ અર્થમાં શબ્દપ્રયોગ કરી શકાય. કાર્યના ઉત્તરત્તર અધિકાધિક અંશ પ્રગટ થતાં થતાં યાવત્ પૂર્ણ કાર્યમાં એક અંશ ન્યૂનતા-ઊણાપણું રહે ત્યાં સુધી સમભિરૂઢ અને સંપૂર્ણ કાર્યનું પ્રગટપણું તે એવભૂત. આ સાત નમાંથી ત્રાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-એ ચાર ન અનુક્રમે છેડા અંશ વ્યક્ત, બહુ અંશ વ્યક્ત, બહુતર અંશ વ્યક્ત અને સર્વ અંશ વ્યક્તને માનનારા ભાવ નય કહેવાય છે. બાકીના ત્રણ નય વ્યક્ત સ્વભાવે નથી જેને દ્રવ્ય નય કહેવાય છે. કેટલાકે જુસૂત્રને દ્રવ્યમાં ગણે છે, પરંતુ તે અપેક્ષાકૃત હાઈ વિરાધને સ્થાન નથી. દુષમકાળમાં દિવાકર, સમાન પ્રખર, તાકિક શ્રી સિદ્ધસેન દિવાકરજી બાજુસૂત્રને ભાવનયમાં ગણે છે. નયનું સ્વરૂપ અનેક દષ્ટિએ વિચારી શકાય છે. એકબીજાને વિરોધ શમાવવામાં પણ આને જ ઉપયોગ થઈ શકે છે. તે વિષે જિનાગમમાં ઘણું કથન છે. શ્રી જિનભગવાને નય-સ્વાદુવાદનું સ્વરૂપ એટલા જ માટે રાગદ્વેષના ઉપશમ માટે જ ઉપદેશ્ય છે. વાચક સજજને હંસચંચુ ન્યાયે આમાંથી સાર–પરમાર્થને ગ્રહણ કરશે. આ શાસ્ત્રપદ્ધતિએ નયનું સ્વરૂપ નથી, શાસ્ત્રમાં પરકૃત આશય–અપેક્ષા સમજવા માટે જે માપ ભરવાની પાલી આદિનું દૃષ્ટાંત આપેલું છે તથા પ્રકારે આ નથી, કિન્તુ આત્મશ્રદ્ધાનું અનુમાપન સમજવા દૃષ્ટાંતરૂપે આ નયઘટના છે અને એ રીતે મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવનમાં પ્રભુની ઉત્સર્ગ–અપવાદ સેવામાં Page #7 -------------------------------------------------------------------------- ________________ S તારમાર્થિક લેખસંગ્રહ [ 43 નયઘટના કરી બતાવી છે. તેને અનુસરી એક વિદ્વાન સદ્ગૃહસ્થ તરફથી નૈધ જાણવા મળેલ, તેમાં યથામતિ પ્રાસંગિક અને બીજું છૂટક ઉમેરી સદર લેખ તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખમાં વિરોધને લેશ પણ સ્થાન હોય તેમ માનતા નથી, કિન્તુ આત્માર્થ–પરમાર્થ સમજવાનો પ્રેરકરૂપ એક રસપ્રદ વસ્તુ છે તેમ વિચારક ગષકેને જણાઈ આવશે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ડેિ છે અને દુઃખની નિવૃત્તિ ઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી-એમ પર્વ જ્ઞાની પુરૂષાએ ભાખ્યું છે, માટે તે આત્મજ્ઞાન જીવને પ્રજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સલ્લુરૂવચનના શ્રવણનું કે સલ્ફાસ્ત્રનું વિચારવું એ છે. જે કઈ દુઃખની નિવૃત્તિ ઈચ્છતા હોય તેણે એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી; માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરોને, કુળધર્મને, લેક સંજ્ઞારૂપ ધર્મને અને ઓધસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ કર્મ ભજ લે છે.