SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૭ સાત નયની દૃષ્ટાંતરૂપે પારમાર્થિક ઘટના કોઇ પણ વસ્તુની યથા પરીક્ષા કરવામાં નયઘટના કરી શકાય છે. ઈતર અંશના અપલાપ કે પ્રતિક્ષેપ કર્યાં વિના વસ્તુના કાઇ એક સ ́શનું ગ્રહણ કરે, તે અપેક્ષાવિશેષનું નામ ‘નય’ એમ તેની શાસ્ત્રીય વ્યાખ્યા છે; અથવા બ્લુત્તિથી જોઈએ તે ‘મો' ધાતુ દોરી જવું-લઈ જવું, તે પરથી નય એટલે આગળ ને આગળ વસ્તુસ્વરૂપ ભણી દોરી જાય-લઈ જાય તે નય અથવા નય એટલે નીતિ-ન્યાય એમ સામાન્ય પરિભાષા છે. અર્થાત્ પ્રમાણપુરસ્કર સન્યાયસ'પન્ન કથન તે નય અને શ્રી જિનપ્રણીત નય પણ સન્યાયસંપન્ન ન્યાયાધીશની જેમ મધ્યસ્થ પરીક્ષા કરનારા હાઈ તેને નય નામ યથાથપણે ઘટે છે. એટલે નયના પ્રયાગ પરમાર્થ સમજવા માટે અને પામવા માટે જરૂર કરી શકાય. અર્થાત્ આત્મશ્રદ્ધાના અનુમાપનમાં, પરમાથ પ્રાપ્તિના ઉપક્રમમાં, ભક્તિવિષયમાં કે ચરણસેવા આદિ વિષયમાં તેની યથાર્થ અઘટના કરી શકાય અને તે પ્રમાણે શ્રી દેવચ’દ્રજી આદિ મહાત્માઓએ કરેલ છે, માટે એમ કરવામાં કાંઈ દૂષણ કે વિરાધ જેવું નથી, એટલું જ નહિ પણ આત્માર્થી મુમુક્ષુને પરમાં સમજવા માટે અને પામવા માટે તે પરમ ઉપકારી હાઈ પરમ પ્રશસ્ત અને રસપ્રદ છે. સાત નચેામાંથી પ્રથમના ત્રણ નચે માહ્ય નિમિત્ત સાધન છે અને પછીના ચાર નયા અંતર ( ઉપાદાન ) સાધન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249618
Book TitleSat Nayni Drushtantrupe Parmarthik Ghatna
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size625 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy