________________
પારમાથિ લેખસંગ્રહ
[૪૧ કરવાથી અંતરત્યાગ, અંતરવૈરાગ્ય, અડગ શ્રદ્ધા, અનન્ય ભક્તિ, અભિગ્રાહિક મિથ્યાત્વત્યાગ, કષાયની ઉપશાંતિ અને આત્માને સ્વાનુભવ કરવામાં પરમ સહાયક સુવિચારશ્રેણું વિગેરે સમ્યકત્વસ્થિતિને પ્રાપ્ત કરાવનાર આત્મિક ગુણેની પ્રાપ્તિ થાય તે “વ્યવહાર નયની દૃષ્ટિ કહી શકાય. આ - સદ્વ્યવહારથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
૪. ઉપરોક્ત સદ્વ્યવહારથી અનંતાનુબંધી કષાય તથા ત્રણ મોહનીય-એ સાત પ્રકૃતિઓને ક્ષય વા ક્ષપશમ કરી આત્માની વિશુદ્ધિ થવાથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય, આત્મદર્શનની ઝાંખી થાય અર્થાત્ આત્માને આત્માનો અનુભવ થાય, તે શુદ્ધ સમકિત છે “જુસૂત્રનયની દષ્ટિ કહી શકાય.
૫. આત્માની વિશુદ્ધિ થવાથી ઉત્તરોત્તર આત્મશ્રેણીએ ચડતાં, ઘાતિકમને ક્ષય કરવાની અતિ વિશુદ્ધ દશારૂપ ક્ષપકશ્રેણીએ ચડતાં, કેવલજ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ શબ્દગમ્ય થવાથી, તે “શબ્દ નયની દષ્ટિ કહી શકાય.
૬. ઘાતિકને ક્ષય કરવાની અંતિમ શક્તિ બારમા ગુણસ્થાને થાય, તે “સમભિરૂઢ નયની દષ્ટિ કહી શકાય.
૭. અને જેમ છે તેમ આત્માની પૂર્ણ નિવારણ દશા, તે એવંભૂત નયની દષ્ટિ.
ટકામાં અંતરંગ કાર્યરૂચિ તે નૈગમ, તતકારણ સંગ્રહસમ્યગ્રહણ તે સંગ્રહ, તેને સમ્યગ વ્યવહારપ્રયોગ તે વ્યવહાર-આમ સતકારણેને સમ્યવ્યવહાર કરતાં કાર્ય થવાની સન્મુખતા–હાજરપણું થાય તે જુસૂત્ર, કાર્યને અંશ પ્રગટ થાય તે શબ્દ, કે જેથી કાર્ય થવા માંડયું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org