Book Title: Sat Kshetrano Mahima Author(s): Chandrakant Mehta Publisher: Chandrakant Mehta View full book textPage 2
________________ :: ? :: બોલી, સંઘયાત્રિકોને સંઘપૂજન કરાવવાની બોલી, ૧૪ સ્વપ્નના ચઢાવા લેનાર સાધર્મિકોને તિલક કરવાની બોલી, સાધારણ દ્રવ્ય ગણાય. સાધારણ દ્રવ્યનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકાની ભકિત, સાધર્મિક વાત્સલ્ય, Multi purpose Hall, Dining Hall ઉપાશ્રય (પૌષધશાળા), આયંબિલ, પાઠશાળા, અનુકંપા, જીવદયા અને જરૂર પડે તો ગુરૂ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને દેવ દ્રવ્યમાં કરી શકાય, કેટલેક ઠેકાણે સર્વસાધારણ દ્રવ્યનું અલગ ખાતુ રાખવામાં આવે છે. જે સાધારણ દ્રવ્યનો જ પેટા વિભાગ છે, જે નીચેના ચાર્ટથી સમજાશે. સાધર્મિક ભકિત સાધારણ દ્રવ્ય ↓ Multi purpose ઉપાશ્રય આયંબિલ પાઠશાળા Hall (પૌષધશાળા) અનુકંપા જીવદયા ગયા. શ્રાવક-શ્રાવિકા આ બધાજ ક્ષેત્રના રખેવાળ હોવાથી અહીં તેમની જવાબદારી ઘણીજ વધી જાય છે. મહાન આચાર્યો જિનશાશનમાં થઇ ત્રિશલામાતાને કોણ નથી જાણતું ? ભગવાન મહાવીરનું ઘરતી ઉપર આગમન શી રીતે શકય બન્યુ ? બાળકને જન્મતાની સાથે નવકાર કોણ સંભળાવે છે ? જો શ્રાવક શ્રાવિકા આ સંસારમાં ન હોય તો ઘણા જીવદયાના અને અનુકંપાના કાર્યો અટકી જાય. ખરેખર સાઘારણ દ્રવ્ય, આવકની દ્રષ્ટિએ જોઇએ તો પણ, ખર્ચની દ્રષ્ટિએ જોઇએ તો પણ, ચારિત્ર અને સંસ્કારની દ્રષ્ટિએ જોઇએ તો પણ અતિ મહત્વનું ખાતુ છે. તેથી જ બીજા બધા ખાતાની જવાબદારી શ્રાવક - શ્રાવિકાને સોંપવામાં આવી છે. સાધારણ દ્રવ્યનું ખાતુ જો નબળુ પડે તો અપેક્ષાએ બીજા બધા જ ખાતા નબળા કહેવાય. સાત ક્ષેત્રોમાં સૌથી છેલ્લું હોવા છતાં આ ખાતું જૈન શાશનમાં એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે. સમાજમાં એક ભૂલ ભરેલી માન્યતા પ્રર્વતે છે કે દેવદ્રવ્યમાં પૈસા લખાવો તો જ પુણ્ય મળે. હકીકતમાં જે ખાતુ નબળુ હોય તેને મજબૂત કરવામાં તે ખાતામાં પૈસા લખાવવા જોઇએ. જો આ દ્રષ્ટિથી દાન કરવામાં આવે તો પુણ્ય વધુ મળે છે. સાધારણ દ્રવ્યમાં આપેલું દાન કેટલું વિરાટ બની જાય છે તે નીચેના ચાર્ટ થી સમજાશે. દેવ દ્રવ્ય જીવ દયા અનુકંપા સર્વ સાધારણ દ્રવ્ય ગુરૂ દ્રવ્ય સાધારણ દ્રવ્ય પાઠશાળા જ્ઞાન દ્રવ્ય સાધર્મિક ભકિત Multi purpose hall ઉપાશ્રય (પૌષધશાળા) આયંબિલ સાધારણ દ્રવ્યમાં મળેલી રકમ ઉપરના કોઈપણ કાર્યમાં વાપરી શકાય. સામાન્ય રીતે જીવણ્યાનો ભંડાર જુદો રાખવામાં આવે છે. તેમાં મળેલા દાનની રકમ મુંગા પ્રાણીઓને કતલખાનામાં જતા છોડાવવા માટે, પાંજરાપોળમાં ઢોર માટે, પક્ષીઓના ચણ માટે, ત્યા તિર્યંચોના ખોરાક અને આરોગ્યની જાળવણી માટે વાપરવામાં આવે છે. તેમાં મળેલી રકમ બીજે ન લઇ શકાય. પરંતુ સાધારણ દ્રવ્ય નિમિત્તે મળેલું દાન બધેજ વાપરી શકાય.Page Navigation
1 2 3