Book Title: Sat Kshetrano Mahima
Author(s): Chandrakant Mehta
Publisher: Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 1
________________ [[[[[ સાત ક્ષેત્રનો મહિમા ]]]]] દેરાસરના આશ્રયે થતો વહીવટ સાત ક્ષેત્રમાં વહેંચાય છે. (૧) જિન પ્રતિમા (૨) જિન મંદિર (૩) જિન આગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬)શ્રાવક અને (૭) શ્રાવિકા. આ સાત ક્ષેત્રોમાં સમર્પિત થતા દ્રવ્યના નીચે પ્રમાણે ચાર વિભાગ પડે છે. દેવ દ્રવ્ય જ્ઞાન દ્રવ્ય ગુરૂ દ્રવ્ય સાધારણ દ્રવ્ય :- જિન પ્રતિમા અને જિન મંદિર નિમિત્તે સમર્પિત કરેલું દ્રવ્ય. - જિન આગમન નિમિત્તે સમર્પિત કરેલું દ્રવ્ય. :- સાધુ સાધ્વીને કેન્દ્રમાં રાખી સમર્પિત કરેલું દ્રવ્ય. - શ્રાવક -શ્રાવિકાને કેન્દ્રમાં રાખી એકત્રિત કરેલું દ્રવ્ય. પ્રત્યેક દ્રવ્યની આવક અને ઉપયોગ ઉપર વિચારણા કરીએ. | દેવ દ્રવ્ય :- | | તીર્થંકર ત્થા સિધ્ધની પ્રતિમા ભરાઇ તેમજ પ્રતિષ્ઠાની બોલી, અઢાર અભિષેક, પ્રભુજી ઉપર થતી આંગી, રથયાત્રા, આરતી, મંગળ દીવો, શાંતિ કળશ, દેરાસરમાં મૂકાતા પટ, રંગમંડપમાં રાખેલો ભંડાર, અષ્ટ પ્રકારી પૂજાની સર્વ સામગ્રી, નવા દેરાસરના નિર્માણ માટે ત્થા જિર્ણોધ્ધાર નિમિત્તે પ્રભુ ભકિતશ્રી સમર્પિત થયેલું તમામ દ્રવ્ય અને ચઢાવાની રકમ દેવદ્રવ્ય ગણાય. દેવદ્રવ્યનો ઉપયોગ જિર્ણોધ્ધાર નિમિત્તે નવા દેરાસરના બાંધકામ નિમિત્તે થતાં ખર્ચમાં કરી શકાય. દેવ દ્રવ્યમાંથી કોઇપણ રકમ તેનાથી નીચેના જ્ઞાન દ્રવ્ય, ગુરૂ દ્રવ્ય કે સાધારણ દ્રવ્યમાં ન વાપરી શકાય. પાંચ કર્મ ગ્રંથોના રચયિતા પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસુરીશ્વરજી મહારાજ પહેલા કર્મગ્રંથના પ૬ મા શ્લોકમાં લખે છે. ઉમગ્ર - સણા - મગ્ન - નાસણા - દેવ દ્રવ્ય હરણે€િ દંસણમોહં જિણ - મુણિ - ચેઇયં - સંધાઇપડિણીઓ. આ ગાથાનો શબ્દાર્થ નીચે પ્રમાણે છે. ઉન્માર્ગની દેશના આપવાથી, સન્માર્ગનો નાશ કરવાથી, અને દેવ દ્રવ્યનું હરણ (ભક્ષણ) કરવાથી, જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. ત્થા જિનેશ્વર પરમાત્મા, મુનિ મહાત્મા, જિન પ્રતિમા ત્થા ચતુર્વિધ શ્રી સંધનો વિરોધી જીવ પણ દર્શન મોહનીય કર્મ બાંધે છે. સર્વ કર્મો કરતા વધુ ભયંકર દર્શનમોહનીય કર્મ અર્થાત મિથ્યાત્વ મોહનીય કર્મ અનંત સંસારમાં જીવને રખડાવે છે. જ્ઞાન દ્રવ્ય : દૈનિક જીવનમાં જ્ઞાન પૂજન, જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનના ગ્રંથો ઉપર મૂકાતી રકમ, પ્રતિક્રમણમાં સૂત્રોની બોલી, પર્યુષણમાં કલ્પસૂત્ર પધરાવવાની બોલી, વગેરે જ્ઞાન દ્રવ્યની આવક ગણાય. જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ લાયબ્રેરીના નિર્માણમાં, જ્ઞાનના પુસ્તકો લખાવવામાં, પુસ્તકો રાખવાના કબાટ બનાવવામાં, લાયબ્રેરીમાં રાખવાના ધાર્મિક સ્તવનો તથા સ્વાધ્યાયની CD અને DVD ખરીદવામાં કરી શકાય. | ગુરૂ દ્રવ્યઃ પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીનો યોગ પરદેશમાં મળી શકતો નથી. તેથી અમેરીકા તથા અન્ય દેશોમાં સાધુ-સાધ્વીની વૈયાવચ્ચનો યોગ ઉપલબ્ધ નથી. એટલે ગુરૂ દ્રવ્યની આવક તથા ઉપયોગનો વિસ્તાર આપણે કરતા નથી. છતાં જરૂર પડે તો સાધારણ દ્રવ્યમાંથી સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ માટે રકમ મોકલી શકાય. સાધારણ દ્રવ્યઃ દેવ-દેવિની ભરાઇ ત્થા પ્રતિષ્ઠાની બોલી, દેવ-દેવિના ભંડારની રકમ, Multi purpose હોલ માટે મળેલા દાનપત્રની રકમ, પ્રતિષ્ઠાની કંકોત્રીમાં સંઘપતિ બનીને નિમંત્રક તરીકે નામ લખવાની બોલી, કુમારપાળની આરતી માટે કુમારપાળ બનવાની

Loading...

Page Navigation
1 2 3