Book Title: Sat Asat Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 3
________________ સત્અસત્ ર છાયા આમાં દેખાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત્ નહિ માનતાં માત્ર ક્ષણિક વિજ્ઞાનને જ સત્ માને છે. માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સત્ માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બન્ને વચ્ચે ભેદ એ છે કે વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનોમાં માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાનને બ્રહ્મને ફૂટસ્થનિત્ય અને એક જ માને છે. વિજ્ઞાનવાદીઓ સત્ની ત્રણ કોટિઓ સ્વીકારે છે : પરમાર્થ સત્, સંસ્કૃતિ સત્ અને પરિકલ્પિત સત્. આપણે કહી છીએ કે એમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થ સત્, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંવૃત્તિ સત્ અને નિત્ય દ્રવ્ય આદિ પરકલ્પિત સત્. સંસ્કૃતિ સત્ અને પરિકલ્પિત સત્ને જેમ સત્તા પ્રકારો કહ્યા છે તેમ તેમને અસત્તા પ્રકારો પણ ગણી શકાય. શૂન્યવાદીઓ શૂન્યને અર્થાત્ પ્રજ્ઞાને જ સત્ માને છે. તેઓ પણ સત્ની ત્રણ કોટિ સ્વીકારે છે : પરિનિષ્પત્ર, પરતન્ત્ર અને પરિકલ્પિત. જેનો સ્વભાવ સ્વતંત્ર છે તે પરિનિષ્પન્ન, જેનો સ્વભાવ પરતન્ત્ર છે તે પરતન્ત્ર અને જેનો સ્વભાવ કલ્પિત છે તે પરિકલ્પિત. વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીની વચ્ચે જો કોઈ ખાસ ભેદ હોય તો તે એટલો જ છે કે એક પરમાર્થ સત્ત્ને વિજ્ઞાન કહે છે જ્યારે બીજો પરમાર્થ સત્ત્ને શૂન્ય – પ્રજ્ઞા કહે છે; ઉપરાંત, એક માને છે કે ધ્યાનની સાધના દ્વારા વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્યારે બીજો માને છે કે બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થતાં પ્રજ્ઞાનો સાક્ષાત્કાર થાય છે. 0 પ્રારંભિક કાળમાં આપણે સત્ની વ્યાખ્યા બાંધવાના પ્રયત્નોની અપેક્ષા ન રાખી રાકીએ. તે કાળે તો દર્શનકારોનું કાર્ય સ્વસમ્મત સત્ તત્ત્વોને ગણાવવાનું જ રહેતું. ન્યાય-વૈશેષિકો સત્ અને અસત્ બે તત્ત્વોમાં માને છે.' દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિરોષ અને સમવાય આ છ ભાવ પદાર્થો સત્ તત્ત્વના વિભાગો છે: અભાવ પદાર્થ એ એક અસત્ તત્ત્વ છે. ભાવ પદાર્થોમાંથીય ‘અર્થ’ નામ તો તેઓ દ્રવ્ય, ગુણ અને કર્મને જ આપે છે. સાંખ્યકારો ફૂટસ્થનિત્ય પુરુષ અને પરિણામી પ્રકૃતિ બન્નેને સત્ ગણે છે. વેદાન્તીઓ માત્ર પુરુષને જ સત્ તરીકે સ્વીકારે છે. જૈનો જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ આ પાંચ દ્રવ્યોને અસ્તિકાયરૂપે વર્ણવે છે. બૌદ્ધો માત્ર ધર્મોને સત્ ગણે છે. સત્ની વ્યાખ્યા આપવાનું તો આ પછી શરૂ થયું. બૌદ્ધોએ સત્ન લક્ષણ ક્ષણિકત્વ બાંધ્યું. તેમણે કહ્યું કે, ‘યત્ સત્ તત્ ક્ષળિવત્ ।' એથી તદ્દન ઊલટું શંકરે સત્નું લક્ષણ ત્રિકાલાબાધિતત્વ આપ્યું અર્થાત્ એમને મતે ફૂટસ્થનિત્યતા જ સલ્લક્ષણ છે. આમ બૌદ્ધોએ માત્ર પર્યાયો કે વિકારોને જ સત્ માન્યા જ્યારે શંકરે અમુક ખાસ વિશિષ્ટ અર્થમાં માત્ર દ્રવ્યને જ સત્ ગણ્યું. જૈનોએ દ્રવ્ય અને પર્યાય બન્નેને વસ્તુના સ્વભાવભૂત ગણ્યાં છે અને તેથી એમણે સત્ની વ્યાખ્યા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયોગિતા કરી છે. ઉત્પાદ-વ્યય પર્યાયના થાય છે અને દ્રવ્ય ધ્રુવ રહે છે. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6