Book Title: Sat Asat
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf
Catalog link: https://jainqq.org/explore/249534/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સત્-અસત ભારતીય દર્શનકારો સતુ-અસત્, નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, અભિલાપ્યઅનભિલાખ આ યુગલો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તાત્ત્વિક ચર્ચાઓ કરે છે. આચાર્ય હરિભદ્દે અનેકાન્તજયપતાકામાં આ યુગલોનું જ જૈન દષ્ટિબિંદુથી વિશ્લેષણ કર્યું છે. અહીં આપણે સત્-અસત્ એ યુગલને લઈ તેનો વિવિધ દાર્શનિક સિદ્ધાન્તો ઘડવામાં કેવો ફાળો છે તે ક્રમશઃ જોઈશું. સતુ-અસના દ્વન્દનો ઈતિહાસ રસિક છે અને છેક ઋગ્વદથી તે શરૂ થાય છે. ટ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, પૂષનું, વરુણ વગેરે બહુ દેવો હતા. તે દેવોમાં ભલું વ્યક્તિાઃ ભેદ હોય પરંતુ સ્વરૂપતઃ કોઈ ભેદ નથી એવું કેટલાકને સૂઝયું, અને તેમણે કહ્યું : ' વિAI વસુથા વતિ.’ બધા જ દેવો સતુ છે અને એ સમાન ધર્મ બધામાં હોઈ એ અપેક્ષાએ બધા એક છે, એક જાતિના છે. જેનોના સંગ્રહનય જેવું આ છે. અહીં સત્નો અર્થ સામાન્ય એવો ઘટે છે. પરંતુ આ સામાન્ય તે તૈયાયિકોની સત્તા જેવું દેશ-કાલ-વ્યાપી નિત્ય સામાન્ય નહિ. અહીં દેશ કે કાળને ગણતરીમાં લીધા વિના માત્ર બધી વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવે છે -- સત્ છે – સ્વરૂપસત્ છે અને એટલા અર્થમાં બધી એક છે એવું અભિપ્રેત લાગે છે. બધી વ્યક્તિઓ સત્ છે તેમ છતાં તેને જુદાં જુદાં નામ આપવાની વાત કરી છે. એક જ વસ્તુને અપાતાં જુદાં જુદાં નામ પર્યાયો છે અને તે શબ્દપર્યાયો વસ્તુપર્યાયોને– તે વસ્તુના વિશેષોને સુચવે છે, તે વિશેષોને આપણે અહીં અસત્ નામ આપી શકીએ. સામાન્યનો અર્થ કારણ અને વિરોષનો અર્થ કાર્ય થઈ શકે છે પણ અહીં સઅસત્વને કાર્ય-કારણના અર્થમાં સામાન્ય વિશેષ તરીકે ગણવા તે યોગ્ય લાગતું નથી; કારણ, ઋવેદમાં જ એક સ્થળે સત્ અને અસને એકબીજાની સાથે જન્મ પામતાં નિરૂપ્યાં છે. અને સહોત્પન્નની વચ્ચે કાર્ય-કારણભાવ તો સંભવતો નથી. આમ ઉક્ત અર્થમાં જ સત્-અસત્વનો અર્થ સામાન્ય-વિશેષ લેવો ઉચિત લાગે છે. સાથે સાથે કાળને લક્ષમાં રાખીનેય સતુ-અસત્ વિશે વિચાર થતો રહ્યો લાગે છે. ઋગ્વદના નાસદીયસૂક્તમાં શરૂમાં જ કહ્યું છે કે સૃષ્ટિ પૂર્વેન તો સતુ હતું કે ન તો અસતુ. અહીં એક બાજુ સત્ કે અસત્ અને બીજી બાજુ સૃષ્ટિ એ બેની વચ્ચેના સંભવિત કાર્યકારણભાવનો આડકતરો નિર્દેશ મળે છે, પરંતુ હજુ સુધી સ્વયં સત્ અને અસત્ એ બેની વચ્ચેના કાર્ય-કારણભાવનું સૂચન સરખુંય મળતું નથી. આવું સૂચન આપણને ‘છા-દોગ્ય ઉપનિષમાં મળે છે. તેમાં એક એવા મતનો ઉલ્લેખ છે જેના અનુસાર Page #2 -------------------------------------------------------------------------- ________________ ભારતીય તત્ત્વજ્ઞાન અસતુમાંથી સતની ઉત્પત્તિ થાય છે. આનો સ્વાભાવિક અર્થ એ થાય કે તદ્દન શૂન્યમાંથી સૃષ્ટિ થાય છે. ન્યાયદર્શનમાંય અભાવમાંથી ભાવની ઉત્પત્તિ માનનાર આવા જ એક મતનો ઉલ્લેખ અને તેનું ખંડન છે. સ્વયં “છાન્દોગ્ય ઉપનિષદ્' માં આ મતનો પ્રતિવાદ કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે સર્વથા અસતુમાંથી સત્ની ઉત્પત્તિ થઈ શકે જ નહિ; આથી માનવું રહ્યું કે સૌપ્રથમ સત્ એકલું જ હતું, તેને વિચાર થયો કે હું એકમાંથી અનેક થાઉં અને પછી તેમાંથી ક્રમશ: તેજ, જળ, અન્ન વગેરે ઉત્પન્ન થયાં.' ટીકાકારોએ અસમાંથી સની ઉત્પત્તિને સમજાવવા અસતુનો અર્થ અવ્યક્ત અને સનો અર્થ વ્યક્ત કર્યો છે, અને કહ્યું છે કે અસતમાંથી સત્ ઉત્પન્ન થાય છે એનો અર્થ એ છે કે અવ્યક્ત દશામાંથી વ્યક્ત દશા થાય છે. દાર્શનિક યુગમાં આવો પ્રશ્ન પણ રહ્યો છે કે કાર્ય એ ઉત્પત્તિ પહેલાં કારણમાં સત્ છે કે અસતુ. સાંખ્યોએ કહ્યું કે કાર્ય કારણમાં સત્ છે પણ તે તિરોહિત - અવ્યક્ત છે. જ્યારે અમુક સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યક્ત થાય છે. આ છે સત્કાર્યવાદ. આ વાક પ્રમાણે કાર્ય અને કારણ વચ્ચે ચિત્ અભેદ છે અને એને લઈને એમનો કાર્ય-કારણનો સિદ્ધાન્ત ક્રમિક આંતરિક વિકાસનો (gradual organic growth) સિદ્ધાન્ત બની જાય છે. અને એટલે જ એમનાં કાર્યકારણનાં દષ્ટાન્તોમાં બીજ અંકુર જેવાં દષ્ટાન્તો જ હોય છે. નૈયાયિકોએ મૂળ પ્રશ્નના ઉત્તરમાં જવાબ વાળ્યો કે કાર્ય કારણમાં સત્ નથી, કારણમાં કાર્ય શક્તિરૂપે કે અવ્યક્તરૂપે પણ નથી; પરંતુ અમુક સામગ્રી ઊભી થતાં, પૂર્વે કારણમાં વિદ્યમાન નહિ એવું કાર્ય ઉત્પન્ન થાય છે. આ છે અસત્કાર્યવાદ. આ વાદ પ્રમાણે કાર્ય અને કારણ વચ્ચે અત્યન્ત ભેદ મનાયો છે અને એને લઈને એમનો કાર્ય-કારણનો સિદ્ધાંત યાંત્રિક (mechanical) બની જાય છે. અમુક અવયવો અમુક રીતે ગોઠવાઈ જાય એટલે તે અવયવોથી તદ્દન ભિન્ન એક અવયવી ઉત્પન્ન થાય છે. અહીં અવયવો કારણ છે અને અવયવી કાર્ય છે. એમની કાર્ય-કારણભાવની આવી યાંત્રિક કલ્પનાને લઈને એમનાં કાર્ય-કારણનાં દષ્ટાન્તો પણ તન્તુમાંથી પટ અને કપાલમાંથી ઘટ જેવાં હોય છે. કેટલાક સત્કાર્યનો અર્થ એવો કરે છે કે કાર્યમાં કારણ સત્ છે. કારણભૂત બ્રહ્મસત્ બધાં જ કાર્યોમાં અનુસ્મૃત છે. આ છે વેદાની મત. ભગવાન બુદ્ધ વિભજ્યવાદને આધારે નિત્ય દ્રવ્યની કલ્પનાને પ્રાપ્તિસત્ કહી ફગાવી દીધી અને માત્ર ધર્મોને જ સત્ કહ્યા. આગળ ઉપર પ્રશ્ન ઊભો થયો કે ભૂત, વર્તમાન અને ભવિષ્યન્ બધા જ ધમોને સત્ માનવા કે માત્ર વર્તમાન ધર્મોને જ સત્. માનવા? સાંખ્ય સિદ્ધાન્તથી પ્રભાવિત વૈભાષિકોએ બધાને જ સત્ ગણ્યા અને એના સમર્થનમાં બુદ્ધવચનોય ટાંક્યાં. આમ તેઓ સર્વાસ્તિવાદી ઠર્યા અને કહેવાયા. સૌત્રાન્તિક બોદ્ધો તેમના આ મતનું ખંડન કરી એ બુદ્ધવચનોનો અનુકૂળ અર્થ ઘટાવી માત્ર વર્તમાન ધમોને જ સત તરીકે સ્વીકારે છે. વૈશિક્ષિકદર્શનના અસત્કાર્યવાદની Page #3 -------------------------------------------------------------------------- ________________ સત્અસત્ ર છાયા આમાં દેખાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત્ નહિ માનતાં માત્ર ક્ષણિક વિજ્ઞાનને જ સત્ માને છે. માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સત્ માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બન્ને વચ્ચે ભેદ એ છે કે વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનોમાં માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાનને બ્રહ્મને ફૂટસ્થનિત્ય અને એક જ માને છે. વિજ્ઞાનવાદીઓ સત્ની ત્રણ કોટિઓ સ્વીકારે છે : પરમાર્થ સત્, સંસ્કૃતિ સત્ અને પરિકલ્પિત સત્. આપણે કહી છીએ કે એમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થ સત્, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંવૃત્તિ સત્ અને નિત્ય દ્રવ્ય આદિ પરકલ્પિત સત્. સંસ્કૃતિ સત્ અને પરિકલ્પિત સત્ને જેમ સત્તા પ્રકારો કહ્યા છે તેમ તેમને અસત્તા પ્રકારો પણ ગણી શકાય. શૂન્યવાદીઓ શૂન્યને અર્થાત્ પ્રજ્ઞાને જ સત્ માને છે. તેઓ પણ સત્ની ત્રણ કોટિ સ્વીકારે છે : પરિનિષ્પત્ર, પરતન્ત્ર અને પરિકલ્પિત. જેનો સ્વભાવ સ્વતંત્ર છે તે પરિનિષ્પન્ન, જેનો સ્વભાવ પરતન્ત્ર છે તે પરતન્ત્ર અને જેનો સ્વભાવ કલ્પિત છે તે પરિકલ્પિત. વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીની વચ્ચે જો કોઈ ખાસ ભેદ હોય તો તે એટલો જ છે કે એક પરમાર્થ સત્ત્ને વિજ્ઞાન કહે છે જ્યારે બીજો પરમાર્થ સત્ત્ને શૂન્ય – પ્રજ્ઞા કહે છે; ઉપરાંત, એક માને છે કે ધ્યાનની સાધના દ્વારા વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્યારે બીજો માને છે કે બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થતાં પ્રજ્ઞાનો સાક્ષાત્કાર થાય છે. 0 પ્રારંભિક કાળમાં આપણે સત્ની વ્યાખ્યા બાંધવાના પ્રયત્નોની અપેક્ષા ન રાખી રાકીએ. તે કાળે તો દર્શનકારોનું કાર્ય સ્વસમ્મત સત્ તત્ત્વોને ગણાવવાનું જ રહેતું. ન્યાય-વૈશેષિકો સત્ અને અસત્ બે તત્ત્વોમાં માને છે.' દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિરોષ અને સમવાય આ છ ભાવ પદાર્થો સત્ તત્ત્વના વિભાગો છે: અભાવ પદાર્થ એ એક અસત્ તત્ત્વ છે. ભાવ પદાર્થોમાંથીય ‘અર્થ’ નામ તો તેઓ દ્રવ્ય, ગુણ અને કર્મને જ આપે છે. સાંખ્યકારો ફૂટસ્થનિત્ય પુરુષ અને પરિણામી પ્રકૃતિ બન્નેને સત્ ગણે છે. વેદાન્તીઓ માત્ર પુરુષને જ સત્ તરીકે સ્વીકારે છે. જૈનો જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ આ પાંચ દ્રવ્યોને અસ્તિકાયરૂપે વર્ણવે છે. બૌદ્ધો માત્ર ધર્મોને સત્ ગણે છે. સત્ની વ્યાખ્યા આપવાનું તો આ પછી શરૂ થયું. બૌદ્ધોએ સત્ન લક્ષણ ક્ષણિકત્વ બાંધ્યું. તેમણે કહ્યું કે, ‘યત્ સત્ તત્ ક્ષળિવત્ ।' એથી તદ્દન ઊલટું શંકરે સત્નું લક્ષણ ત્રિકાલાબાધિતત્વ આપ્યું અર્થાત્ એમને મતે ફૂટસ્થનિત્યતા જ સલ્લક્ષણ છે. આમ બૌદ્ધોએ માત્ર પર્યાયો કે વિકારોને જ સત્ માન્યા જ્યારે શંકરે અમુક ખાસ વિશિષ્ટ અર્થમાં માત્ર દ્રવ્યને જ સત્ ગણ્યું. જૈનોએ દ્રવ્ય અને પર્યાય બન્નેને વસ્તુના સ્વભાવભૂત ગણ્યાં છે અને તેથી એમણે સત્ની વ્યાખ્યા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયોગિતા કરી છે. ઉત્પાદ-વ્યય પર્યાયના થાય છે અને દ્રવ્ય ધ્રુવ રહે છે. આમ Page #4 -------------------------------------------------------------------------- ________________ ભારતીય તત્તવાન સપ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોઈ તે ઉત્પાદ-વ્યય-ધવ્યયુક્ત સિદ્ધ થાય છે. જૈનસમ્મત સલ્લક્ષણગત ધ્રૌવ્યનો અર્થ સાંપની જેમ માત્ર સ્વભાવાસ્યુતિ જ લેવાય છે અને નહિ કે ફૂટસ્યનિત્યતા. અલબત્ત, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંખ્ય સના બે ધોરણો – પરિણામિનિત્યતા અને કૂટસ્થનિત્યતા – સ્વીકારે છે જ્યારે જેન એકધારી રીતે સનું એક જ ધોરણ – પરિણામિનિત્યતા – સ્વીકારે છે, જેનને મતે આત્મા–પુરુષ પણ સ્વભાવે પરિણામિનિત્ય જ છે, સાંખ્યની જેમ કૂટનિત્ય નહિ. ન્યાયવૈશેષિકોએ સનું લક્ષણ સત્તાયોગિત્વ આપ્યું છે. તેમના કહેવાનો આશય એ છે કે સત્તા મહાસામાન્ય જેમાં સમવાયસંબંધથી રહે તે સત્ છે. આ સની વ્યાખ્યાઓનું પરવાદીઓએ ખંડન પણ કર્યું છે. જેનોની સની વ્યાખ્યા ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે પરસ્પરવિરોધી ધર્મો એક વસ્તુમાં સંભવે જ નહિ. ન્યાયવૈશેષિકોની સતુની વ્યાખ્યાને લક્ષી કહેવાયું કે તે વ્યાખ્યા પ્રમાણે તો સ્વસમ્મત જ કેટલાક સત્- ભાવ પદાર્થો અસત્ ઠરે કારણ કે સત્તા તેમને મતે માત્ર દ્રવ્ય, ગુણ, કર્મમાં જ રહે છે." શાંકર વેદાન્તીઓની અને બોદ્ધોની વ્યાખ્યાઓના વિરોધમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ જાતના પરિણમનથી રહિત ફૂટસ્થનિત્ય વસ્તુ કે નિરન્વય ક્ષણિક વસ્તુ એ કોઈનાય અનુભવની વાત નથી. આમ દાર્શનિકો અંદરોઅંદર એકબીજાના સના લક્ષણનું ખંડન કરતા હતા એવામાં બૌદ્રો તરફથી એક એવું લક્ષણ મૂકવામાં આવ્યું જે લગભગ બધા જ દાર્શનિકોએ માન્ય રાખ્યું અને તે લક્ષણ તે અર્થક્રિયાકારિત્વ. અલબત્ત, દર્શનકારોએ પોતપોતાને માન્ય અન્તિમ તત્વ કે તત્વોમાં તેને લાગુ કરવા ભારે જહેમત લીધી. બૌદ્ધોએ તપુર:સર સિદ્ધ કર્યું કે ક્ષણિક વસ્તુ જ અક્રિયાકારી છે, વેદાન્તીઓએ પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે નિત્ય વસ્તુ જ અર્થક્રિયાકારી છે અને જેનોએ સાબિત કર્યું કે નિત્યાનિત્ય વસ્તુ જ અર્થક્રિયાકારી છે. આપણે જોયું તેમ આચાર્ય શંકર ત્રિકાલાબાધિત ફૂટસ્થનિત્યને સત્ કહે છે. તે પણ વિજ્ઞાનવાદી અને શુન્યવાદીની માફક સની ત્રણ કોટિ સ્વીકારે છે : પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક. તેમને મતે ફૂટસ્થનિત્ય બ્રા ચેતન જ પરમાર્થ સત્ છે કારણ કે તે ત્રિકાલસ્યાયી છે; ઘ૮, પટ આદિ વ્યાવહારિક સત્ છે કારણ કે તે વ્યવહારકાલમાત્રસ્યાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનનાય છે; શુક્તિરતાદિ પ્રાતિમાસિક સત્ છે કારણ કે તે પ્રતિભાસકાલ માત્રસ્થાયી છે પરંતુ અધિષ્ઠાનજ્ઞાનનાય છે. આચાર્ય શંકર વ્યાવહારિક સદૂપ જગતના પરિણામી ઉપાદાનકરણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે. તેને તેઓ સત્-અસવિલક્ષણ કહીને વર્ણવે છે. તે સતું નથી કારણ કે તે બાધિત થાય છે, તે અસત્ નથી કારણ કે તે સપજગત્કાર્યનું ઉપાદાનભૂત કારણ છે. આ સતુ-અસવિલક્ષણતાસિદ્ધાંતનાં મૂળ છેક ‘નાસઠીયસૂક્ત'માં જોવા Page #5 -------------------------------------------------------------------------- ________________ સત્-અસત્ હોય તો જોઈ શકાય. ત્યાં કહ્યું છે કે સૃષ્ટિની-જગની ઉત્પત્તિ પહેલાં સત્ પણ ન હતું કે અસતુ પણ ન હતું; અર્થાત્ સૃષ્ટિનું ઉપાદાનકારણ સત્ પણ નહિ, અસત્ પણ નહિ કિંતુ અર્થપત્તિથી સત્-અસવિલક્ષણ કર્યું. સદસદ્વિલક્ષણતાવાદનું ભગવાન બુદ્ધના ‘આવ્યાકૃત' તથા શુન્યવાદના ચતુષ્કોટિવિનિમુંક્તત્વસિદ્ધાંત સાથે પણ સામ્ય છે. 'यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह' (तैत्तिरीयोपनिषद्), 'नैषा तर्केण मतिरापनेया' (કોનિષ) આ ઉપનિષવાક્યોને, 'પરમાર્થો દિ માર્યા તૂ ન્માવ:' આ ચન્દ્રકીર્તિવચનને અને ‘ત તન્ય 1 વિઝ (નાવાર સૂત્ર) આ આગમવાક્યને પણ આ. સંદર્ભમાં ધ્યાનમાં લેવા જોઈએ. જૈન તર્કશાસ્ત્રની પ્રસિદ્ધ સપ્તભંગીમાંય સદસદ્વિલક્ષણતાવાદનો ચતુર્થ ભંગ ‘અવક્તવ્યમાં સ્વીકાર થયો છે. વસ્તુ સ્વદ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ છે. પરંતુ આ બે ધર્મી યુગપદ્ વાણીમાં બોલી શકાતા નથી એ અર્થમાં વસ્તુ અવક્તવ્ય છે. જો બે વણ એક સાથે ન બોલી શકાય તો બે શબ્દો તો ક્યાંથી એક સાથે બોલી શકાય? પરંતુ આ અર્થ એ કંઈ વસ્તસ્વરૂપદ્યોતક નથી. વસ્તુના સત્ અને અસત્ ધર્મોને યુગપ જાણીતો શકીએ છીએ પણ બોલી નથી રાક્તા એટલું જ-આવો આનો અર્થ થાય. કદાચ આને લઈને જ કેટલાક આધુનિક જૈન વિદ્વાનોએ અવક્તવ્યની બીજી વ્યાખ્યા એવી કરી કે વસ્તુમાં સપેય અનંત ધર્મો છે અને અસદ્ધપેય અનંત ધર્મો છે અને આપણે ન તો બધા સપધમ જાણી શકીએ છીએ કે ન તો બધા અસલૂપ ધમ જાણી શકીએ છીએ. આમ શરૂઆતમાં સ-અસત્ દેશ-કાલના સંબંધથી નિરપેક્ષપણે સામાન્યવિશેષના અર્થમાં વપરાતાં, પછી સૃષ્ટિ અને સતુ કે અસત્ વચ્ચેના સંભવિત કાર્યકારણભાવનું સૂચન મળ્યું અને વિચારમાં કાલતત્ત્વનું પૌર્વાપર્ય દાખલ થયું, ત્યાર બાદ સ્વયં સત્ અને અસના પારસ્પરિક સંબંધની ચર્ચા થઈ, દર્શનકાળમાં કાર્ય કારણમાં સત્ છે કે અસતું એ પ્રશ્ન વિશેષે ચર્ચાયો, સાથે સાથે સત્ની ત્રણ કોટિઓ પાડવામાં આવી, તદનન્તર સની વ્યાખ્યાઓ ઘડાઈ અને તેમનું ખંડનમંડન ચાલ્યું, વળી સઅસત્ના યુગલના અનુસંધાનમાં જ સદસદ્વિલક્ષણતાવાદ ઊભો થયો. આ રીતે સત્વઅસત્ યુગલની આસપાસ ઘણું તાત્ત્વિક મંથન થયું અને એમાંથી અનેક વિચારવાદો ભારતીય દર્શનને સાંપડ્યા. જેમ અહીં સત્-અસત્ યુગલને લઈ એની પરંપરામાં આપણને શું પ્રાપ્ત થયું તે જોયું તેમ કોઈ સમાનધર્મા બીજા યુગલોને લઈ તેમની પરંપરામાંથી આપણને શું પ્રાપ્ત થયું છે તે દર્શાવશે તો આનંદ થશે.' - ટિપ્પણ * આ લેખના સહલેખક છે પંડિત સુખલાલજી. १. असच्च सच्च परमे व्योमन् दक्षस्य जन्मन्नदितेरुपस्थे । ऋग्वेद, १०.५. Page #6 -------------------------------------------------------------------------- ________________ ભારતીય તત્ત્વજ્ઞાન 2 મતના માલી તા તાપમવતા છો૩, 26, 2. જુઓ તૈત્તિર ઉપ૦ 2.7 3 अभावाद्भावोत्पत्तिर्नानुपमृद्य प्रादुर्भावात् / व्याघातादप्रयोगः / न्यायसूत्र, 4. 1. 14-15. માત: વાર્ત ત્રયં લ.. બાણ, ચા સૂ૦ 4.2 4. 4 कथमसत: सज्जायेतेति सत्त्वेव सोम्येदमन आसीदेकमेवाद्वितीयम् / तदैक्षत बहु स्या, प्रजायेयेति तत्तेजोऽसृजत तत्तेज ऐक्षत बहुस्यां प्रजायेयेति तदपोऽसृजत...। छान्दो० 6.2. 5 असदिति व्याकृतनामरूपविशेषविपरीतमव्याकृतं ब्रह्म उच्यते... ततः असत: वै सत् प्रविभक्तनामरूपविशेषम् अजायत उत्पन्नम् / शांकरभाष्य, तैत्ति० उप०, 2.7. , किं पुनस्तत्त्वम् ? सतश्च सद्भावोऽसतश्चासद्भावः / न्यायभाष्य (काशी सं. सिरिझ), पृ०२ 7 अर्थ इति द्रव्यगुणकर्मसु / वैशेषिकसूत्र, 8.2.3. 8 तद्भावाव्ययं नित्यम् / तत्त्वार्थसूत्र, 5.30 & नैकस्मिन्नसम्भवात् / ब्रह्मसूत्र, 2.2.33 10 सतामपि स्यात् क्वचिदेव सत्ता / अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, 8. . 11 વરં ચતર્થયારિત્વે સર્વાનપ્રસિદ્ધમાતે... | Six Buddhist Nyaya Tracts, પૃ. 22. 12 ઉપર સતુ અને અસતુ એ બે દાર્શનિક કલ્પનાઓની સંક્ષેપે ચર્ચા કરી છે. એ સાથે અહીં ઉમેરવું જોઈએ કે સત્ અને અસત્ની કલ્પનાના વિચારવિકાસમાં બીજાં અનેક તત્ત્વો સમાયેલાં છે. અને તે અનેક રીતે સૂક્ષ્મતાથી ચર્ચામાં પણ છે. દોસ્ત, નિત્યત્વ અને અનિયત્વની દાર્શનિક ચર્ચા સત્ અને અસત્ કલ્પનાના કાલિક પાસામાંથી ઉદ્ભવી છે, જ્યારે એકત્વ અને પૃથકત્વની દાર્શનિક ચર્ચા સંખ્યાના પાસામાંથી ઊપસી છે. એ જ રીતે અભિલાપ્યત્વ અને અનભિલાપ્યત્વની દાર્શનિક વિચારસરણી સત્ અને અસના શબ્દગમ્યત્વ અને શબ્દામ્યત્વ પાસામાંથી વિસ્તરી છે. પરંતુ સામાન્ય અને વિરોષ અથવા દ્રવ્ય અને પર્યાયની ચર્ચા કાલિક, દેશિક આદિ બધાં પાસાઓને આવરે છે. આ રીતે ભારતીય દર્શનોમાંની પ્રસિદ્ધ સત્, અસતુ આદિ કલ્પનાઓનો ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો લગભગ બધી જ દાર્શનિક મૂળભૂત કલ્પનાઓની સમજણ વિશદ બને.