SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સત્-અસત્ હોય તો જોઈ શકાય. ત્યાં કહ્યું છે કે સૃષ્ટિની-જગની ઉત્પત્તિ પહેલાં સત્ પણ ન હતું કે અસતુ પણ ન હતું; અર્થાત્ સૃષ્ટિનું ઉપાદાનકારણ સત્ પણ નહિ, અસત્ પણ નહિ કિંતુ અર્થપત્તિથી સત્-અસવિલક્ષણ કર્યું. સદસદ્વિલક્ષણતાવાદનું ભગવાન બુદ્ધના ‘આવ્યાકૃત' તથા શુન્યવાદના ચતુષ્કોટિવિનિમુંક્તત્વસિદ્ધાંત સાથે પણ સામ્ય છે. 'यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह' (तैत्तिरीयोपनिषद्), 'नैषा तर्केण मतिरापनेया' (કોનિષ) આ ઉપનિષવાક્યોને, 'પરમાર્થો દિ માર્યા તૂ ન્માવ:' આ ચન્દ્રકીર્તિવચનને અને ‘ત તન્ય 1 વિઝ (નાવાર સૂત્ર) આ આગમવાક્યને પણ આ. સંદર્ભમાં ધ્યાનમાં લેવા જોઈએ. જૈન તર્કશાસ્ત્રની પ્રસિદ્ધ સપ્તભંગીમાંય સદસદ્વિલક્ષણતાવાદનો ચતુર્થ ભંગ ‘અવક્તવ્યમાં સ્વીકાર થયો છે. વસ્તુ સ્વદ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ છે. પરંતુ આ બે ધર્મી યુગપદ્ વાણીમાં બોલી શકાતા નથી એ અર્થમાં વસ્તુ અવક્તવ્ય છે. જો બે વણ એક સાથે ન બોલી શકાય તો બે શબ્દો તો ક્યાંથી એક સાથે બોલી શકાય? પરંતુ આ અર્થ એ કંઈ વસ્તસ્વરૂપદ્યોતક નથી. વસ્તુના સત્ અને અસત્ ધર્મોને યુગપ જાણીતો શકીએ છીએ પણ બોલી નથી રાક્તા એટલું જ-આવો આનો અર્થ થાય. કદાચ આને લઈને જ કેટલાક આધુનિક જૈન વિદ્વાનોએ અવક્તવ્યની બીજી વ્યાખ્યા એવી કરી કે વસ્તુમાં સપેય અનંત ધર્મો છે અને અસદ્ધપેય અનંત ધર્મો છે અને આપણે ન તો બધા સપધમ જાણી શકીએ છીએ કે ન તો બધા અસલૂપ ધમ જાણી શકીએ છીએ. આમ શરૂઆતમાં સ-અસત્ દેશ-કાલના સંબંધથી નિરપેક્ષપણે સામાન્યવિશેષના અર્થમાં વપરાતાં, પછી સૃષ્ટિ અને સતુ કે અસત્ વચ્ચેના સંભવિત કાર્યકારણભાવનું સૂચન મળ્યું અને વિચારમાં કાલતત્ત્વનું પૌર્વાપર્ય દાખલ થયું, ત્યાર બાદ સ્વયં સત્ અને અસના પારસ્પરિક સંબંધની ચર્ચા થઈ, દર્શનકાળમાં કાર્ય કારણમાં સત્ છે કે અસતું એ પ્રશ્ન વિશેષે ચર્ચાયો, સાથે સાથે સત્ની ત્રણ કોટિઓ પાડવામાં આવી, તદનન્તર સની વ્યાખ્યાઓ ઘડાઈ અને તેમનું ખંડનમંડન ચાલ્યું, વળી સઅસત્ના યુગલના અનુસંધાનમાં જ સદસદ્વિલક્ષણતાવાદ ઊભો થયો. આ રીતે સત્વઅસત્ યુગલની આસપાસ ઘણું તાત્ત્વિક મંથન થયું અને એમાંથી અનેક વિચારવાદો ભારતીય દર્શનને સાંપડ્યા. જેમ અહીં સત્-અસત્ યુગલને લઈ એની પરંપરામાં આપણને શું પ્રાપ્ત થયું તે જોયું તેમ કોઈ સમાનધર્મા બીજા યુગલોને લઈ તેમની પરંપરામાંથી આપણને શું પ્રાપ્ત થયું છે તે દર્શાવશે તો આનંદ થશે.' - ટિપ્પણ * આ લેખના સહલેખક છે પંડિત સુખલાલજી. १. असच्च सच्च परमे व्योमन् दक्षस्य जन्मन्नदितेरुपस्थे । ऋग्वेद, १०.५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249534
Book TitleSat Asat
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Bharatiya_Tattva_gyan_001201.pdf
Publication Year1998
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size304 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy