________________
સત્-અસત
ભારતીય દર્શનકારો સતુ-અસત્, નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, અભિલાપ્યઅનભિલાખ આ યુગલો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તાત્ત્વિક ચર્ચાઓ કરે છે. આચાર્ય હરિભદ્દે અનેકાન્તજયપતાકામાં આ યુગલોનું જ જૈન દષ્ટિબિંદુથી વિશ્લેષણ કર્યું છે. અહીં આપણે સત્-અસત્ એ યુગલને લઈ તેનો વિવિધ દાર્શનિક સિદ્ધાન્તો ઘડવામાં કેવો ફાળો છે તે ક્રમશઃ જોઈશું.
સતુ-અસના દ્વન્દનો ઈતિહાસ રસિક છે અને છેક ઋગ્વદથી તે શરૂ થાય છે. ટ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, પૂષનું, વરુણ વગેરે બહુ દેવો હતા. તે દેવોમાં ભલું વ્યક્તિાઃ ભેદ હોય પરંતુ સ્વરૂપતઃ કોઈ ભેદ નથી એવું કેટલાકને સૂઝયું, અને તેમણે કહ્યું : ' વિAI વસુથા વતિ.’ બધા જ દેવો સતુ છે અને એ સમાન ધર્મ બધામાં હોઈ એ અપેક્ષાએ બધા એક છે, એક જાતિના છે. જેનોના સંગ્રહનય જેવું આ છે. અહીં સત્નો અર્થ સામાન્ય એવો ઘટે છે. પરંતુ આ સામાન્ય તે તૈયાયિકોની સત્તા જેવું દેશ-કાલ-વ્યાપી નિત્ય સામાન્ય નહિ. અહીં દેશ કે કાળને ગણતરીમાં લીધા વિના માત્ર બધી વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવે છે -- સત્ છે – સ્વરૂપસત્ છે અને એટલા અર્થમાં બધી એક છે એવું અભિપ્રેત લાગે છે. બધી વ્યક્તિઓ સત્ છે તેમ છતાં તેને જુદાં જુદાં નામ આપવાની વાત કરી છે. એક જ વસ્તુને અપાતાં જુદાં જુદાં નામ પર્યાયો છે અને તે શબ્દપર્યાયો વસ્તુપર્યાયોને– તે વસ્તુના વિશેષોને સુચવે છે, તે વિશેષોને આપણે અહીં અસત્ નામ આપી શકીએ. સામાન્યનો અર્થ કારણ અને વિરોષનો અર્થ કાર્ય થઈ શકે છે પણ અહીં સઅસત્વને કાર્ય-કારણના અર્થમાં સામાન્ય વિશેષ તરીકે ગણવા તે યોગ્ય લાગતું નથી; કારણ, ઋવેદમાં જ એક સ્થળે સત્ અને અસને એકબીજાની સાથે જન્મ પામતાં નિરૂપ્યાં છે. અને સહોત્પન્નની વચ્ચે કાર્ય-કારણભાવ તો સંભવતો નથી. આમ ઉક્ત અર્થમાં જ સત્-અસત્વનો અર્થ સામાન્ય-વિશેષ લેવો ઉચિત લાગે છે.
સાથે સાથે કાળને લક્ષમાં રાખીનેય સતુ-અસત્ વિશે વિચાર થતો રહ્યો લાગે છે. ઋગ્વદના નાસદીયસૂક્તમાં શરૂમાં જ કહ્યું છે કે સૃષ્ટિ પૂર્વેન તો સતુ હતું કે ન તો અસતુ. અહીં એક બાજુ સત્ કે અસત્ અને બીજી બાજુ સૃષ્ટિ એ બેની વચ્ચેના સંભવિત કાર્યકારણભાવનો આડકતરો નિર્દેશ મળે છે, પરંતુ હજુ સુધી સ્વયં સત્ અને અસત્ એ બેની વચ્ચેના કાર્ય-કારણભાવનું સૂચન સરખુંય મળતું નથી. આવું સૂચન આપણને ‘છા-દોગ્ય ઉપનિષમાં મળે છે. તેમાં એક એવા મતનો ઉલ્લેખ છે જેના અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org