Book Title: Sarvagnashatakam
Author(s): Labhsagar
Publisher: Aagamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ સામગ્રીવાળા વાછત્રોના ઠાઠપૂર્વકના સન્માન સહિત માંડવગઢમાં હાથીની અંબાડીએ સોનાના થાળમાં ફરીને તથા તે પછી [તે પૂ. મહે. શ્રીનેમિસાગરજી ગણિના ત્યાંજ થએલા સ્વર્ગવાસ બાદ] અમદાવાદમાં તેઓશ્રીનાય પ્રખર વિદ્વાન શિષ્ય પૂ. મુક્તિસાગરજી ગણિવર્યના હાથે સકલસંધ સમક્ષ સફલ જાહેર ચેલેંજદ્વારા જૈન જગતભરના શ્રીસંઘમાં ટંકશાલી લેખાવા પામીને શ્રીમત્તપાગચ્છને ચોમેર વિજયડંકે વગડાવનાર ) " શ્રીસવશતક' નામના અભૂતપૂર્વ મહાગ્રંથને આ વિદગ્ય અનુવાદ ગ્રંથ, તે પૂ. સ્વ. મહામહે પાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રીના પ્રકાંડ વિદ્વાન શિષ્યરત્ન પૂ. મહે. શ્રુતસાગરજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. મહે. શ્રી શાંતિસાગરજી ગણિવરના વિદ્વતશેખર શિષ્યરત્ન શ્રી અમૃતસાગરજી ગણિપ્રવરશ્રીએ, તે પૂ. સ્વર્ગત ગ્રંથકર્તા મહામહોપાધ્યાય શ્રીકૃત પ્રસ્તુત મૂલગ્રંથની પંક્તિએ પંક્તિના હાર્દને પણ સ્પર્શીને યથાશક્તિ અક્ષરશઃ શુદ્ધ બનાવેલ હેઈ ત્રિવિધે અભિનંદનીય છે. દીઘકાલીન વિસંવાદમાંથી મુક્ત કરનારી બીનાઓ, આ અપૂર્વ ટંકશાલી અનુવાદ ગ્રંથથાંથી નિમ્નત બીનાએ તે તે ગ્રંથકર્તાની હયાતિના અનેક વિસંવાદી મંતવ્યોને શાસ્ત્રાધારે નિર્ણત અર્થમાં પ્રાપ્ત થતી હોઈને સમ્યગદષ્ટિ કલ્યાણકામી જનેને દીર્ઘકાલીન માંથી મુક્ત કરીને સત્ય અર્થથી વાસિત કરનારી છે. જેમકે –“૧-કેવલી ભગવંતને અપવાદને અભાવ હેય, ૨-અપ્રમત્તમુનિને પ્રાણાતિપાતાદિની પ્રતિસેવના આભોગે તો હોય જ નહિ, ૩-મુનિને નદી ઉતરવાની અનુજ્ઞામાં કેવલી ભગવંતને જલન ની વિરાધનાની અનુજ્ઞાને અભાવ છે, ૪-માંસભક્ષણમાં સમ્યક્ત્વનું નાશકપણું છે, ૫-સમ્યગદષ્ટિ વાસુદેવાદિને માંસભક્ષણને અસંભવ, ૬-કેવલી ભગવંતને વાયુકાયની વિરાધનાને અભાવ હોય છે, ૭-દ્રવ્યથી જે પ્રાણાતિપાતાદિ થાય તે છદ્મસ્થપણું જણાવનારા ચિહ્ન છે, ૮-પ્રાણાતિપાતાદિ ચિહ્નો મિથ્યાકારાદિ ચિહ્નોથી જણાય છે, ૯-કેવલી ભગવંતને આશ્રવનો સર્વથા અભાવ હોવાનું સમર્થન, ૧૦-કેવલિ ભગવંતને હેય અને ઉપાદેયનો અભાવ હોય છે, ૧૧-કેવલિ ભગવંતને અશકયપરિહાર રૂપેય પ્રાણાતિપાતાદિ ન હોય, ૧૨-મિથ્યાદષ્ટિએ કરાતા ધર્માનુષ્ઠાનની પ્રશંસા કરવામાં સમ્યકત્વના અતિચારનું બીજ રહેલું છે, ૧૩-પરમતમાં જિનમતની જેવા અનુષ્ઠાન થાય તે વિફલ જેવા છે, ૧૪-મિથ્યાત્વ સહિતના અનુષ્ઠાન અનર્થના હેતુ પણુવાળા છે, ૧૫-જમાલિને અનંતસંસાર છે, ૧૬-મરીચિનું " અહિં પણ ધર્મ છે " એ વચન ઉત્સવમિત્ર છે, ૧૭-ઉન્માર્ગગામીઓની ક્રિયાને તિરસ્કાર કરવો ઉચિત છે.” ઇત્યાદિ. આ પરમ આત્મપકારી ગ્રંથમાં તેવા શુદ્ધપ્રરૂપણામય ટંકશાળી નિર્ણો અનેક છને અન્યત્ર ઉપલબ્ધ થવા દુર્લભ છે. ઉં હસસાગર રાજકોટ સં. 2024 કે. શુ. 7 બુધ.]

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 328