Book Title: Sanyam Kabahi mile yane Author(s): Gunshishu Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 8
________________ .....issuests to pubs ! boost 1.1-storestored-posted by possesed boosebecomeone[૩ ૭] પણ ભુક્તભગ દીક્ષિતની સ્થિતિ એ પકવ બુદ્ધિનો હોવા છતાં વધારે મુશ્કેલીવાળી હોય છે. તેને પૂર્વના ભોગે કવચિત યાદ આવે છે, એટલે વધારે સંકલ્પશક્તિ વાપરી તેણે અસંયમની સામે લડવું પડે છે. એને ટકવાને પ્રબળ વૈરાગ્યનું સાધન હોય છે, જ્યારે બાળમુનિને અભ્યાસ (ટેવ)નું સાધન વજકવચ જેવું હોય છે. તેમ છતાં, દીક્ષા લઈને હારી જનારની સંખ્યા અલપ હોય છે. દીક્ષાના કઠણ નિયમે અભ્યાસૌરાગ્યને સાધનથી સહેલા બને છે. તેની સચ્ચાઈનું આ પ્રમાણ જ બસ છે. આજે કેટલાક જૈને પોતે જ બાલદીક્ષાને વિરોધ કરી પોતાની માન્યતાવાળાઓનું જૂથ ભેગું કરી સંઘના સંગઠનને નિર્બળ કરી નાખતા હોય છે. સ્વપક્ષને પ્રબળ કરવા શાસ્ત્રસંમત વાતોનો વિરોધ કરવાની તેમને સતત ચિંતા રહે છે. સમાજનાં બીજા અનિષ્ટો દૂર કરવાની વિચારણુ સુદ્ધાં તેઓ કરતા નથી. પોતાની મતિએ માન્ય કરેલી પ્રવૃત્તિઓમાં તેઓ તન-મન-ધનની શક્તિઓ લગાડે છે અને બીજાને લગાડવાને પ્રેરે છે. પણ તેઓ જે સંઘનું સંગઠન, સાધમિકેની ભક્તિ કે તેમના ઉદયની ચિંતા, ભવરગના નાશ માટે જિનમંદિર, ઉપાશ્રય આદિનું નિર્માણ કે જીર્ણોદ્ધાર, જિનાગની રક્ષા માટે શાસ્ત્રગ્રંથોનું લેખન-પ્રકાશન, ગ્રંથોનું રક્ષણ, બાળકોને ધાર્મિક, નૈતિક જ્ઞાન આપવા પાઠશાળાએ કરવા જેવી પ્રવૃત્તિઓમાં કેમ શક્તિ ખર્ચતા નથી, એ જોઈને અચરજ થાય તેવું છે. કોઈ બાલવયમાં દીક્ષા લે, તેથી સમાજનું કોઈ પણ અંશે અકલ્યાણ થવાનું નથી. વિ વિશેન તવ પ્રત્ર (જે વૈરાગ્ય થાય કે તરત જ દીક્ષા લેવી જોઈએ.) એ ઉપનિષદનું વચન પણ આ જ સત્યનું પ્રતિપાદન કરે છે. સને ૧૯૫૫ માં પ્રભુદાસ પટવારીએ મુંબઈ સરકારના તા. ૧૬-૯-૫૫ ના ગેઝેટ (વિભાગ ૫) માં તથા મુંબઈ રાજ્ય વિધાન પરિષદમાં પણ બાલદીક્ષા પ્રતિબંધક બીલ રજુ કરેલ. તે વખતે જૈનોએ શાસ્ત્રીય બાલ દીક્ષાનાં સિદ્ધાંતની રક્ષા માટે ખૂબ જ જાગ્રતિ બતાવેલી. તે વખતના મુંબઈના મુખ્ય પ્રધાન (ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન) શ્રી મોરારજી દેસાઈએ પણ બાલ સંન્યાસ (દીક્ષા)ની તરફેણ કરેલી હતી. આ નીતિશાસ્ત્ર આ મુજબ કહે છે : पूर्वे वयसि तत्कुर्यात् येन वृद्धः सुख वसेत् । ____ यावज्जीवेन तत्कुर्यात् येनामुत्र सुख भवेत् ॥ પ્રારંભની વયમાં એવું કાર્ય કરવું જોઈએ કે જેનાથી વૃદ્ધાવસ્થામાં સુખે રહેવાય. અને આખી જિંદગી એવું કાર્ય કરવું કે જેથી પરલોકમાં સુખી રહેવાય. જૈન સાધુઓના જીવનમાં આ શ્લોકનો સાક્ષાત્કાર થયેલો જોવા મળશે. બાલદીક્ષા ના વિરોધીઓ પાસે કોઈ સજજડ દલીલ હતી નથી શ્રી આર્ય કયાણગોતમ સ્મૃતિગ્રંથ DિE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17