Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 154
________________ સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૩૨ ૧૩૧ તેથી એ પ્રાપ્ત થાય કે જે પુરુષમાં અંશથી ક્ષીણદોષત્વ હોય, તે પુરુષમાં તત્ત્વને જોવાની સમ્યગ્દષ્ટિ પ્રગટેલી છે, માટે તે શિષ્ટ છે. તેથી સર્વ સમ્યગ્દષ્ટિ પરલોકની સાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનના અભાવવાળા હોય છે, આમ છતાં કોઈક સમ્યગ્દષ્ટિને પણ કોઈ સ્થાનમાં વિશેષ બોધના અભાવને કારણે ભ્રમ પણ થાય અથવા ગુરુનિયોગથી પણ કોઈ સ્થાનમાં સમ્યગ્દષ્ટિને ભ્રમ થાય એમ સંભવે છે. છતાં શાસ્ત્રના વિશેષ બોધવાળા એવા સમ્યગ્દષ્ટિમાં રહેલ પરલોકસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનનો અભાવ એ શિષ્ટતાનો વ્યંજક છે. વળી, પરનીતિથી “અષ્ટસાધનતાવિષયકમિથ્યાજ્ઞાનઅભાવવત્ત્વ-શિષ્ટત્વ' એ પ્રકારનું સ્વતંત્ર લક્ષણ નથી જ; કેમ કે ગંગાજળમાં કૂપજળત્વ આદિ આરોપણ કરીને ત્રણ પ્રકારના ભ્રમવાળા પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિનો પરિહાર પૂર્વપક્ષી કરે, તોપણ સ્વાપાદિદશામાં રહેલા બૌદ્ધાદિમાં પૂર્વપક્ષીએ કરેલું શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે; કારણ કે સ્વાદિશામાં જ્ઞાનનો અભાવ હોય છે. તેથી અદૃષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનનો અભાવ પણ બૌદ્ધાદિમાં પ્રાપ્ત થાય, અને પૂર્વપક્ષીને બૌદ્ધાદિ શિષ્ટ તરીકે માન્ય નથી, અને તેઓમાં શિષ્ટનું લક્ષણ જતું હોવાથી તે શિષ્ટનું લક્ષણ સમ્યગુ નથી. ગંગાજળમાં કૂપજળવાદિ આરોપણ કરીને ભ્રમવાળા ત્રણ પ્રકારના પુરુષોમાં જે રીતે શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ થાય છે, તે અને તેનો પરિવાર પૂર્વપક્ષી જે રીતે કરે છે, તે આ પ્રમાણે છે – (૧) ગંગાજળમાં કૂપજળના ભ્રમવાળો પુરુષ :કોઈ પુરુષને “ગંગાજળ અદૃષ્ટનું સાધન છે', તેવો નિર્ણય હોય, છતાં પૂરવર્તી ભાજનમાં રહેલા ગંગાજળમાં કોઈક નિમિત્તથી “આ કૂપજળ છે' એવો ભ્રમ થયો, અને તેથી કહે કે “આ પૂરોવર્તી ભાજનમાં રહેલ કૂપજળ અદષ્ટનું સાધન નથી અર્થાત્ પરલોકના હિતનું સાધન નથી' તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે પૂર્વપક્ષી પરિષ્કાર કરે છે :- 'માનતાવછેરૂપપુર#ારે વૃષ્ટસાધનવિષયઋમિથ્યા નામાવવું शिष्टलक्षणं' આનાથી એ પ્રાપ્ત થાય કે તે પુરુષ અદષ્ટ-સાધના-અવચ્છેદક એવા ગંગાજળત્વ ધર્મ પુરસ્કારથી ગંગાજળને અદષ્ટ સાધન નથી એમ કહેતો નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160