Book Title: Samvatsarik Kshamapana
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સાંવત્સરિક ક્ષમાપના આજે પર્યુષણના છેલ્લા દિવસ છે. પર્યુંષણમાં આપણે ત્રણ મુખ્ય કામ કરવાનાં હાય છે; સાંવત્સરિક ક્ષમાપના, તપશ્ચર્યાં, અને મહાપુરુષાની જીવનકથાનું શ્રવણુ. આપણે પ્રથમ સાંવત્સરિક ક્ષમાપનાને વિચાર કરીએ. પ્રથમ પ્રતિક્રમણને ખ્યાલ લાવે. પ્રતિ=પાછા અને ક્રમણ=જવું તે. એટલે પેાતાના દરરાજનાં કાર્યાં, વચના અને વિચારા ઉપર પાછા જવું અને ક્યાં ભૂલ થઈ છે, તે જોઈ લેવું, અને તેની સાથે તેવી ભૂલ ફરીથી ન થાય તેવા દૃઢ નિશ્ચય કરવેા તેનું નામ પ્રતિક્રમણ, શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ૨૨ તીર્થંકરના સાધુઓ જે પળે ભૂલ થાય તે જ પળે પ્રતિક્રમણ કરી લેતા, તે પાપનું મિથ્યા દુષ્કૃત કરતા અને પછી ખીજાં કાર્ય કરતા. જે મનુષ્ય ઉચ્ચ જીવન ગાળવાને ઈચ્છે છે, તેનું કર્તવ્ય એ છે કે જે પળે ભૂલ થઈ જાય, તે જ પળે તે ભૂલને સુધારી લેવી. બ્રાહ્મણેામાં એ રિવાજ છે કે જ્યાં જતેાઈ તૂટે ત્યાંથી નવી જતાઈ પહેર્યાં વિના આગળ પગલું પણ ન ભરાય. તેને ગર્ભિત અર્થ એ છે કે જનાઈ એ મન, વચન અને કાયાની શુદ્ધિસૂચક ત્રણ દારાની વણેલી હેાય છે. હવે જનાઈ તૂટી એટલે મનથી, વચનથી કે કાયાથી કાઈ દુષ્કૃત્ય થયું, તે। પછી જ્યાંસુધી તે દુષ્કૃત્યની શુદ્ધિ ન કરે અને નવી જનાઈ ન પહેરે એટલે ફરીથી મન વચન અને કાયાની શુદ્ધિ રાખવાની પ્રતિજ્ઞા ન કરે, ત્યાંસુધી તે બ્રાહ્મણુ આગળ વધી શકે નહિ. હવે મનુષ્ય એટલા બધા સાવધ કે અપ્રમત્ત ન રહે કે જેથી ભૂલ થાય કે તરત જ તેનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થાય, માટે નિયમ રાખવામાં આવ્યા કે આખા દિવસના કાર્યાનું નિરીક્ષણ-પ્રતિક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5