Page #1
--------------------------------------------------------------------------
________________
સાંવત્સરિક ક્ષમાપના
આજે પર્યુષણના છેલ્લા દિવસ છે. પર્યુંષણમાં આપણે ત્રણ મુખ્ય કામ કરવાનાં હાય છે; સાંવત્સરિક ક્ષમાપના, તપશ્ચર્યાં, અને મહાપુરુષાની જીવનકથાનું શ્રવણુ. આપણે પ્રથમ સાંવત્સરિક ક્ષમાપનાને વિચાર કરીએ. પ્રથમ પ્રતિક્રમણને ખ્યાલ લાવે. પ્રતિ=પાછા અને ક્રમણ=જવું તે. એટલે પેાતાના દરરાજનાં કાર્યાં, વચના અને વિચારા ઉપર પાછા જવું અને ક્યાં ભૂલ થઈ છે, તે જોઈ લેવું, અને તેની સાથે તેવી ભૂલ ફરીથી ન થાય તેવા દૃઢ નિશ્ચય કરવેા તેનું નામ પ્રતિક્રમણ, શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ૨૨ તીર્થંકરના સાધુઓ જે પળે ભૂલ થાય તે જ પળે પ્રતિક્રમણ કરી લેતા, તે પાપનું મિથ્યા દુષ્કૃત કરતા અને પછી ખીજાં કાર્ય કરતા. જે મનુષ્ય ઉચ્ચ જીવન ગાળવાને ઈચ્છે છે, તેનું કર્તવ્ય એ છે કે જે પળે ભૂલ થઈ જાય, તે જ પળે તે ભૂલને સુધારી લેવી. બ્રાહ્મણેામાં એ રિવાજ છે કે જ્યાં જતેાઈ તૂટે ત્યાંથી નવી જતાઈ પહેર્યાં વિના આગળ પગલું પણ ન ભરાય. તેને ગર્ભિત અર્થ એ છે કે જનાઈ એ મન, વચન અને કાયાની શુદ્ધિસૂચક ત્રણ દારાની વણેલી હેાય છે. હવે જનાઈ તૂટી એટલે મનથી, વચનથી કે કાયાથી કાઈ દુષ્કૃત્ય થયું, તે। પછી જ્યાંસુધી તે દુષ્કૃત્યની શુદ્ધિ ન કરે અને નવી જનાઈ ન પહેરે એટલે ફરીથી મન વચન અને કાયાની શુદ્ધિ રાખવાની પ્રતિજ્ઞા ન કરે, ત્યાંસુધી તે બ્રાહ્મણુ આગળ વધી શકે નહિ.
હવે મનુષ્ય એટલા બધા સાવધ કે અપ્રમત્ત ન રહે કે જેથી ભૂલ થાય કે તરત જ તેનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થાય, માટે નિયમ રાખવામાં આવ્યા કે આખા દિવસના કાર્યાનું નિરીક્ષણ-પ્રતિક્રમણ
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
દરરાજ સાંજરે કરવું. દરરાજન અને તેા પાક્ષિક કરવું. પાક્ષિક પણ ન બને તે ચાર માસે કરવું. અને તે પણ ન અને તે છેવટે એક વર્ષે તા કરવું જ કરવું. સવત્સર એટલે વર્ષ. અને સાંવત્સરિક ક્ષમાપના એટલે આખા વર્ષમાં આપણાથી કાઈ પ્રત્યે જાણતાં કે અજાણતાં વેર વિરાધ થયા હાય તા તેની ક્ષમા યાચવી, અને આપણે બીજાને ક્ષમા આપવી. શત્રુતા એક વર્ષથી વધારે તેા નં જ રાખવી. આ સાંવત્સરિક ક્ષમાપનાના સંબંધમાં વિધિ એ છે કે જે કાઈસાથે વેરવિરાધ આખા વર્ષમાં થયા હેાય તેની ક્ષમા પ્રથમ માગવી અને તેની ક્ષમા મળે પછી પ્રતિક્રમણ કરવું. બાઈબલમાં લખ્યું છે કે “તું તારી આહૂતિ દેવને ચડાવવા આવ્યા હાય, પણ જો તને યાદ આવે કે તારા કાઈ પડેાશી સાથે તારે અણબનાવ થયેા છે, તે તું તે આહૂતિ મદિરના ઓટલા પર મૂકીને તે તારા પડેાશીને ત્યાં જજે. તેનું મન મનવજે, અને તેની સાથે મૈત્રી કરીને પાછા આવજે અને પછી તે આકૃતિ દેવને ચઢાવજે.” જ્યાંસુધી કાઈ આપણા વેરી હાય અથવા આપણને કાઇ પ્રત્યે વેર હાય, ત્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત થઈ શકે નહિ. આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યાં પછી જે કાઈ મળે તેને કહીએ છીએ કે “ મિચ્છામિ બ્રેકડા મૂળ સંસ્કૃત શબ્દ એ છે કે મિા મે દુષ્કૃતમ્ મારી દોષ–મારાથી થવા પામેલું અશુભ કૃત્ય મિથ્યા થાઓ-એળે જા. આવી ક્રિયાથી પાપના સંસ્કાર જતા રહે છે, અને મન ઉપરથી ભાર ઓછા થતા જાય છે. આ બધું સમજપૂર્વક કરવામાં આવે તા જ ખરા લાભ છે, ક્ષમા માગવાથી હુંપણું નાશ પામે છે, અને ક્ષમા આપવાથી ઉદારભાવ ખીલે છે.
39
પર્યુષણના દિવસેામાં ખીજી અગત્યની બાબત તપશ્ચર્યાં છે. તપશ્ચર્યાના ઉપયાગ ઇંદ્રિયનિગ્રહ અને શરીરના આરેાગ્ય વાસ્તે છે. શરીર અડ્ડા ઇંદ્રિયને વશ થઈ જોઈએ તે કરતાં વધારે ખારાક લે છે. અમેરિકાના પ્રસિદ્ધ શારીરિક વિજ્ઞાનશાસ્ત્રી લખે છે કે
Page #3
--------------------------------------------------------------------------
________________
સાંવત્સરિક ક્ષમાપના
૧૩૩
આપણે જે ખારાક હાલ ખાઇએ છીએ, તેના કરતાં અર્ધા અથવા ત્રીજા ભાગના ખારાકની આપણને જરુર છે. મનુષ્ય ચાવી ચાવીને ધીમે ધીમે ખાય, તેા જે ખારાક ખાય, તેના મોટા ભાગનું લેાહી અની જાય, મળ તરીકે ઘણેા થાડા ભાગ નીકળે, એટલે ઓછા ખારાકથી તેને ચાલી શકે, અને તે એછા ખેારાકમાં પણ તેને જોઈતી પુષ્ટિ મળી જાય. મનુષ્ય ઘણીવાર પેટને પૂછીને નહિ પણ છા ઇન્દ્રિયને પૂછીને ખાય છે; તેથી તેની પચાવવાની શક્તિ હાય તેના કરતાં વધારે ખાવાને દોરાય છે, અને આથી અણું થાય છે. અજીણુ એ બધા રાગેાનું મૂળ ગણાય છે. આ અજીણુમાંથી બચવા માટેના સાથી ઉત્તમ ઉપાય એકાશન, ઉપવાસ આદિ સાધને છે. જ્યારે મનુષ્ય શરીરરૂપી ધટીમાં નવા ખારાક એ નાખે છે, અથવા ખીલકુલ નાખતા નથી, ત્યારે તે જઠરાગ્નિને જૂના કચરા પચાવવાને વખત મળે છે, અને આ રીતે શરીરને બગાડ નાશ પામે છે. ખરી વાત તા એ છે કે આપણી પચાવવાની શક્તિ હાય, તેના કરતાં પણ થોડું ઓછું ખાવું; પણ તે છતાં કાઈ ભૂલને લીધે અજીણું થઈ જાય તા એકાશન કે ઉપવાસ કરવાથી તે અજ્જુ નાશ પામે છે, આ રીતે શારીરિક નિરાગીતામાં તપશ્ચર્યાના ભાગ છે, તે ઉપરાંત જ્યારે મનુષ્ય એકવાર જમે છે કે ઉપવાસ કરે છે, ત્યારે તે સારી રીતે વિચાર કરી શકે છે, ધ્યાન કરી શકે છે. ઉપવાસના પાસે વસવું એવા થાય છે. માટે ઉપવાસીએ તે આત્માની પાસે વસવાને-આત્માના ગુણ્ણા વિચારવાના અને તેને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરવા જોઇએ. તપશ્ચર્યાના સબંધમાં એક બાબત એ યાદ રાખવા જેવી છે કે શરીર એ સયમનું પ્રમળ સાધન છે, એ ધર્મનું પ્રથમ સાધન છે, માટે ઉગ્ર તપશ્ચર્યા કરી તેને મારી નાખવાનું નથી, પણ તેની સાથે એવી રીતે વર્તવાનું છે કે તે આપણું સ્વામી થવાને બદલે આપણા કાબુમાં રહે અને આપણી ઈચ્છાનુસાર વર્તે. પર્યુષણમાં ત્રીજી બાબત મહાપુરુષાના જીવનની કથાનું શ્રવણુ
અ
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે. કથાઓ તે દર વર્ષે સાંભળીએ છીએ. અમુક પાસે એક કરોડ રૂપીઆ છે, એવી વાત સાંભળીને બેસી રહીએ અને તેણે કરેડ રૂપીઆ કેમ મેળવ્યા, તે સાધનોનો વિચાર ન કરીએ અને તે સાધનો પ્રાપ્ત કરવા આપણે પ્રયત્ન ન કરીએ તો તે કરેડાધિપતિના ઈતિહાસના શ્રવણથી શું ? આપણે આજે મહાવીર પ્રભુના જીવનમાંથી એક જ બાબત અવલોકીશું. મહાવીર પ્રભુને સ્વાશ્રય-એકલા ઉભા રહેવાની શક્તિ અનુપમ હતી. આપણે બધાં ટોળાંની વૃત્તિવાળા છીએ. જેમ ગાડરીઓ પ્રવાહ ચાલે તેમ ચાલનાર છીએ. શ્રી મહાવીર પ્રભુને ઇન્ટે કહ્યું કે “તમને ભવિષ્યમાં ઘણું ઉપસર્ગો થવાના છે, તમારી અનુજ્ઞા હોય તો હું તમારી સાથે રહી તમને સહાય કરું.” શ્રી મહાવીર પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો કે “તીર્થકરે–સ્વભુજા બળવડે સંસારસમુદ્ર તર્યા છે, તરે છે અને તરશે.” તીર્થકર કેઈ ને મુક્તિ આપી શકે નહિ. મનુષ્યની મહત્તા એ જ છે કે તેના પિતાના સિવાય કેઈ તેનો ઉદ્ધાર કરી શકે નહિ. જે બીજાની આપેલી મુક્તિ મળતી હોય તો તે મુક્તિની કાંઈ કિંમત હોઈ શકે નહિ. શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે તમે તમારા પોતાના પગ ઉપર ઉભા રહે. શ્રી બુદ્ધ પણ કહ્યું છે કે તમે તમારા પોતાના દીપક થાઓ.
ટોળાંની વૃત્તિ એ સ્વવિકાસની વિઘાતક છે. ત્યારે મનુષ્ય સ્વાશ્રયી થઈ પોતાનો વિકાસ કેમ કરી શકતો નથી ? તેનાં ત્રણ કારણે છેઃ વાસના, શાસવાસના અને દેહવાસના. મનુષ્ય લેઓને ખુશ કરવાને લેકે જેથી ખુશ થાય તેવી રીતે વર્તે છે, પણ જેને પ્રસન્ન કરવો જોઈએ તે આત્માને પ્રસન્ન કરતો નથી. સર્વને ખુશ રાખવા જતાં તે કોઈને પણ ખુશ રાખી શકતો નથી, અને તે મનુષ્ય કદાપિ નિર્ભય બનતો નથી. પ્રચલિત રૂઢીને ગુલામ થઈ મનુષ્ય પોતાના આત્માની સ્વતંત્રતા ગુમાવી બેસે છે, પછી તેને વિકાસ શી રીતે થાય ? શાસ્ત્રમાં જે કાંઈ લખાયું હોય, પછી તે કોણે લખ્યું, કયા સંયોગોમાં લખ્યું, તેને વિચાર કર્યા વિના તે
Page #5
--------------------------------------------------------------------------
________________ સાંવત્સરિક ક્ષમાપના 135 બધું માની લેવાની વૃત્તિ તે શાસ્ત્રવાસના. જ્યાં મન અને વાણું પહોંચતાં નથી તેવી આત્માની વાત શાસ્ત્રો શી રીતે કરી શકે તો પછી જે આત્મજ્ઞાની થવા ઈચછે તેને પોતાના અનુભવ ઉપર વધારે આધાર રાખવો પડે છે. શાસ્ત્રો એટલે અનુભવીઓએ લખેલાં પુસ્તક. ભૂતકાળના અનુભવીઓના વચનોથી જે આપણે વર્તમાન અનુભવ જુદો પડતો હોય તો શું આપણે શાસ્ત્રવાસનાથી બંધાઈ આપણું અનુભવને ખેટ માને ? શાસ્ત્રો અને બીજાના અનુભવો કરતાં પણ આત્મવિકાસમાં સ્વાનુભવ જ વિશેષ લાભકારી નીવડે છે. આપણી ભૂલ હશે તો તે સુધરશે, પણ જ્યાં આપણું હૃદય કે મન કબૂલ ન કરે તેવી વાત સ્વીકારવી, એથી તો અંધશ્રદ્ધા જન્મે છે, અને પ્રગતિ અટકે છે. દેહવાસના-મનુષ્ય પોતાને–આત્માને ભૂલથી–અજ્ઞાનથી દેહરૂપ માને છે. અને આ દેહબુદ્ધિથી બહિરાત્મભાવ પ્રકટે છે, અને તેથી મનુષ્ય નિરંતર મરણથી ડર્યા કરે છે. આ શરીર નાશ પામવાનું. પણ હું તે અમર છું. અને શરીર એતો મેં અમુક કામ કરવાને પહેરેલ ડગલે છે, એ વિચારને અનુભવ ન થાય, ત્યાંસુધી દેહવાસના રહેવાની, અને દેહવાસનાને લીધે મનુષ્ય સ્વાશ્રયી બનતા અટકે છે. જે લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના પર જય મેળવે છે, તેને વિકાસ ઘણું ત્વરાથી થાય છે. ત્રણ બંધનોથી મુક્ત થયેલ તે જીવ પિતાનું બધું લક્ષ પિતાના અંતર્ગત સામર્થ્યને અનુભવ કરવામાં વાપરે છે, અને છેવટે પોતે જે સ્વરૂપે છે તેને સાક્ષાત્કાર કરે છે. સ્વાશ્રયી મનુષ્ય જ ખરો પરોપકાર કરી શકે છે. જેને કાઈની આશા નથી તે જ ખરી સહાય બીજાને આપી શકે. માટે સ્વાશ્રયી બની પરોપકારી થાઓ. તા. 28-8-30 મણિલાલ નભુભાઇ દોશી