Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ઉદયગિરિ–ખંડ-રિ દિવસ જુદો રાખ્યો કે જેથી સારી રીતે શાન્તિથી ગુફાઓ અને મંદિરો વિગતે જોઈ શકાય. ગુફાઓ જોવા માટે અમે એક ભોમિયા સાથે નક્કી કર્યું, કારણ કે આવાં ઐતિહાસિક સ્થળોમાં ભોમિયા વગર જોવાથી કેટલુંક ચૂકી જવાય છે. ભોમિયા બતાવે એવી કેટલીક ઝીણી રસિક વિગતો ગ્રંથોમાં હોતી નથી. અમે પહેલાં ઉદયગિરિ જો વાનું નક્કી કર્યું કારણ કે નવકારમંત્રવાળો શિલાલેખ ઉદયગિરિની હાથી ગુફામાં છે. આ વિભાગ સરકાર હસ્તક હોવાથી ટિકિટ લઈ અમે પ્રવેશ કર્યો. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં આજનું બિહાર “મગધ દેશ” તરીકે ઓળખાતું. ત્યારે તે અત્યંત સમૃદ્ધ હતું. આજનું ઓરિસ્સા (ઉડિસા) ત્યારે કલિંગ દેશ તરીકે જાણીતું હતું. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં મગધમાં અને કલિંગમાં જૈન ધર્મ પ્રવર્તતો હતો. ભગવાનના નિર્વાણ પછી એકાદ સૈકામાં મગધમાં નંદ વંશના રાજાઓ રાજ્ય કરવા લાગ્યા. કલિંગમાં ત્યારે ચેદી વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. પરંતુ ધર્મદ્રેષ અને સત્તા ભૂખને કારણે નિંદ રાજાઓ વારંવાર કલિંગ પર ચઢાઈ કરતા અને લોકોનો સંહાર કરી લૂંટ ચલાવી પાછા ભાગી જતા. એક વખત તો તેઓ કલિંગ ઉપર આક્રમણ કરી, જિનાલયમાંથી ભગવાન ઋષભદેવની સુવર્ણની પ્રતિમા જે “કલિંગ જિન' તરીકે જાણીતી હતી તે ઉઠાવી ગયા હતા. આવો અત્યાચાર વર્ષો સુધી ચાલ્યા કર્યો. જૈન સાધુઓની પણ સતામણી થતી હતી. પહેલાં દુકાળને કારણે અને પછી રાજકીય ત્રાસને કારણે ઘણા સાધુઓ મગધ છોડી કલિંગમાં ચાલ્યા આવ્યા હતા. કેટલાક ત્યાંથી પણ નીચે દક્ષિણ ભારતમાં ગયા હતા. કેટલાક કાળ પછી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે ચાણક્યની મદદથી મગધ પર આક્રમણ કરીને નંદ રાજાને પરાજિત કર્યો એટલું જ નહિ નંદ વંશનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 178