Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫
પહાડ ઉદયગિરિ ‘કુમારીગિરિ' તરીકે જાણીતા હતા. ઉદયગિરિ નામ એટલા માટે પડ્યું કે ત્યાંથી પ્રભાતનો સૂર્યોદય સ્પષ્ટ નિહાળી શકાય છે અને સૂર્યકિરણો સમગ્ર પર્વત પર પથરાઈ જાય છે. ખંગિરિ નામ એટલા માટે પડ્યું કે તેનો ખડક ઉદયગિરિની જેમ અખંડ નથી. ખંડગિરિ પર્વતની શિલાઓમાં ખંડ પડ્યા છે. એના પથ્થરો તૂટફૂટ છે.
ર
વર્ષો પહેલાં મેં જ્યારે વાંચ્યું હતું કે કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન મહારાજા ખારવેલ ઉદયગિરિની ગુફાના પ્રવેશદ્વાર ઉપર જે શિલાલેખ કોતરાવ્યો છે એમાં એની શરૂઆત નવકારમંત્રનાં પ્રથમ બે પદથી થાય છે ત્યારથી એ શિલાલેખ નજરે નિહાળવાનો ભાવ મને જાગ્યો હતો; પરંતુ એવો યોગ વર્ષો સુધી સાંપડ્યો નહોતો. કેટલાક વખત પહેલાં એ વિશે કંઈક વાત નીકળતાં એ તીર્થનાં દર્શન માટેની યાત્રા ગોઠવાઈ ગઈ. હું અને મારાં પત્ની તથા મારા મિત્ર શ્રી બિપિનભાઈ જૈન અને એમનાં પત્ની શ્રી નીલમબહેન-એમ અમે ચાર જણ ઓરિસ્સાના પ્રવાસે ઊપડ્યા.
મુંબઈથી અમે ભુવનેશ્વર પહોંચ્યાં અને ત્યાં મુકામ કરી, રોજ જુદી જુદી જગ્યાની મુલાકાત લઈ સાંજે અમે ભુવનેશ્વર પાછા ફરતાં. ત્યાં ઉદયગિરિ અને ખંડગિરી ઉપરાંત જગન્નાથપુરી, કોનાર્કનું મંદિર, કટક શહે૨, ચીલિકા સરોવર ઇત્યાદિ સ્થળે અમે ફર્યાં હતાં.
ભુવનેશ્વરથી કુમારગિરિ એટલે કે ઉદગિરિ અને ખંડિંગર જવા માટે મોટ૨કા૨, બસ, રીક્ષા વગેરે વાહનો મળે છે. અમે ગાડીમાં ત્યાં તળેટી પાસે પહોંચ્યા. ત્યાં જમણી બાજુ ઉદયગિરિ છે અને ડાબી બાજુ ખંગિરિ. ઉદયગિરિમાં ચઢાણ બહુ નથી. ખંગિરિમાં ચઢાણ થોડું વધારે છે. તળેટીમાંથી ગુફાઓ દેખાય છે. ઉદયગિરિ અને ખંડિગિર બંનેની ગુફાઓ, મંદિરો વગેરે ઝડપથી એક દિવસમાં જોવાં હોય તો જોઈ શકાય છે. પરંતુ અમે બંને ગિરિ માટે એક એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 178