Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 5
________________ છૂટક છૂટક ગાથાઓ મળી. તે તે ગાથાઓના અનુવાદમાં આ ગાથા કયા ગ્રંથમાં છે તેનો કાઉંસમાં નિર્દેશ કર્યો છે. આથી આ સ્થળે તે તે ગ્રંથના અનુવાદકો અને સંપાદકો વગેરે પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરું છું. અનુવાદ જેમ જેમ લખાતો ગયો તેમ તેમ પ્રારંભમાં મારા પૂ. ગુરુદેવશ્રીએ અને પાછળથી મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ તેની પ્રેસ કોપી તૈયાર કરી. અનુવાદ તૈયાર થયા પછી પ્રકાશન થાય ત્યાં સુધીની બધી જવાબદારી મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ લઇને મારી જવાબદારી ઘણી ઓછી કરી. તેમણે પ્રૂફ સંશોધનમાં માત્ર શબ્દોની જ નહિ, કિંતુ અર્થની પણ અશુદ્ધિ ન રહે તેની પૂર્ણ કાળજી રાખી છે. તેમણે આ કાર્ય પોતાનું જ છે એમ સમજીને દિલથી કર્યું છે. પ્રૂફ સંશોધનમાં મુનિશ્રી દિવ્યશેખરવિ. એ પણ સહયોગ આપ્યો છે. સંસ્કૃત છાયામાં અશુદ્ધિ ન રહે એ માટે મુનિશ્રી હિતશેખરવિજયજીએ બધી જ ગાથાઓની સાથે સંસ્કૃત છાયા તપાસી છે. જ્યાં અશુદ્ધિ હતી ત્યાં સુધારી છે. છેલ્લે છેલ્લે મુનિશ્રી ધર્મતિલકવિજયજીએ ફાઇનલ પ્રુફો ઘણી ચીવટથી જોયા છે અને એમણે સૂચવેલી કેટલીક મહત્ત્વની ક્ષતિઓ સુધારીછે. આમ આ ગ્રંથના પ્રકાશનમાં “ઝાઝા હાથ રળિયામણા’” એ કહેવત ચરિતાર્થ બની છે. પ્રવચનના કે વાચનાના મંગલાચરણમાં તસ્મૈ ગુરવે નમ: એ પદો બોલતાં જ જે બે મહાપુરુષોની તસ્વીરો મારી આંખ સામે આવ્યા વિના રહેતી નથી તે સિદ્ધાંત મહોદધિ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાને અને નિઃસ્પૃહતાનીરધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને આ પ્રસંગે ભાવભરી વંદના કરું છું. જેઓશ્રીની પાવન નિશ્રામાં મારું સંયમજીવન વ્યતીત થઇ રહ્યું છે તે મારા પૂ. ગુરુદેવશ્રી દીર્ઘ તપસ્વી (આયંબિલ વર્ધમાન તપની ૧૦૦ + ૮૮ ઓળીના આરાધક) શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાને પણ આ પ્રસંગે ભાવભરી વંદના કરું છું. પ્રાન્તે આ અનુવાદમાં છદ્મસ્થતા, અનુપયોગ આદિથી જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તેનું ત્રિવિંધ-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં. ખંભાત, વિ.સં. ૨૦૬૪, - આચાર્ય રાજશેખરસૂરિ મા.સુ.-૧૧ (મૌન એકાદશી) Ja Education International For Personal & Private Use Only www.jainelly org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 342