Book Title: Samayasundarji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૩૦૦ શાસનપ્રભાવક ૨૦ વર્ષ આસપાસ હોવી જોઈએ. તે પ્રમાણે પૂજ્યશ્રીને જન્મ સં. ૧૬૧૦ આસપાસ અનુમાની શકાય. તેમણે પિતે કે તેમના કેઈ શિગ્યે તેઓશ્રીના સંસારી નામને કયાંય ઉલ્લેખ કર્યો નથી કે દીક્ષા પૂર્વેના અભ્યાસને પણ ઉલ્લેખ પ્રાપ્ત થતું નથી. પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે વાચક મહિમરાજ (પછીથી પ્રધાનાચાર્ય શ્રી જિનસિંહસૂરિજી) અને ઉપાધ્યાય શ્રી સમયરાજજી મહારાજ પાસે વિદ્યાપાસનામાં ઘણો સમય વીતાવ્યો. ધર્મશાસ્ત્રો, ટીકાઓ અને કાબેને ગહન અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ તે ઈશ્વરદત્ત-જન્મજાત હતી જ. એમાં બે ગુરુદેવશ્રીની નિશ્રામાં અગાધ અભ્યાસને પરિણામે તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ગુજરાતી, મારવાડી, હિન્દી, સિધી અને પંજાબી ભાષાઓ પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કરી શક્યા. પરિણામે, અસાધારણ પ્રતિભા, તીફણબુદ્ધિ, અગાધ અભ્યાસ અને તપસ્વી સાધુજીવનથી પ્રભાવિત થઈને પ. પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને સં. ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ગણિ” પદથી વિભૂષિત કર્યા હતા. ત્યાર પછી સમ્રાટ અકબરના આમંત્રણને માન આપી, આ. શ્રી જિનચંદ્રસૂરિજી સં. ૧૬૪૮માં લાહેર ગયા ત્યારે તેમની સાથેના ૩૧ સાધુઓમાં સમયસુંદરજી પણ હતા. આ પ્રસંગે કવિ સમયસુંદરજીએ વાત તે સૌથક્ –આઠ અક્ષરના આ વાકયના આઠ લાખ અર્થ કરી બતાવી, આ “અષ્ટલક્ષી’ કૃતિ વડે અકબર બાદશાહને અત્યંત પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે, સં. ૧૬૪૯ના ફાગણ સુદ બીજને દિવસે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને વાચનાચાર્ય”ની પદવી આપી હતી. તે સમય પછી રચાયેલી કૃતિઓમાં કવિ સમયસુંદરે પિતાનો ઉલ્લેખ “વાચક' તરીકે કર્યો છે. વાચનાચાર્ય ની પદવી પછી ૨૦-૨૧ વર્ષે તેમને “પાઠક” કે “ઉપાધ્યાયની પદવી મળી હવાને ઉલ્લેખ કવિ રાજામ કરે છે. સં. ૧૯૭૧માં લવેરા મુકામે આચાર્ય શ્રી જિનસિંહસૂરિએ તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યાના અનેક નિદેશા સાંપડે છે. સં. ૧૬૮૦ પછી, આચાર્ય શ્રી જિનસિંહસૂરિજી કાળધર્મ પામ્યા પછી; ખરતરગચ૭માં વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીર્ઘ દીક્ષાપર્યાયવાળા મુનિવર તેઓશ્રી જ હતા, તેથી તેમને “મહોપાધ્યાય'નું પદ આપવામાં આવ્યું હશે એમ સ્વાભાવિક કલ્પના થાય છે. આ સમય દરમિયાન કવિશ્રી સમયસુંદરજીએ ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીત, સ્તવને, છત્રીસી વગેરે પ્રકારનાં કાવ્ય રચવાં શરૂ કરી દીધાં હતાં. તેમણે સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિહાર કરી, ચાતુર્માસ સ્થિરતા કરી, તેમાં ધર્મને પ્રસાર કર્યો હતો. જે જે તીર્થસ્થાનની યાત્રા કરી તેના પર સ્તવને રચીને કાવ્યસાહિત્યની સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. તેઓશ્રીનાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચને, મધુર વાણી અને તપસ્વી જીવનને પ્રભાવ જૈન અને જૈનેતર લેકે પર એકસરખે પડતું હતું. પરિણામે, પૂજ્યશ્રીએ અનેક સ્થળોએ જીવહિંસા અટકાવી હતી. સિંધના એક અધિકારી મખન્મ મુહમ્મદ શેખ કાજીએ તેઓશ્રીની પવિત્ર વાણીથી મુગ્ધ થઈને સમગ્ર સિંધ પ્રાતમાં ગવધ અને પંચનદીમાં જળચરની હિંસા ન કરવાની ઘોષણા કરી હતી. એવી જ રીતે, રાવલ ભીમજીને સદુપદેશ આપી જેસલમેરમાં થતાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3