Book Title: Samadhi Sopan
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ પ્રસંગેથી તથા થયેલી અને થવાની લડાઈઓના અનુમાનેથી, જગતમાં વધતી જતી સ્વાર્થવૃત્તિ અને ઘટતી જતી ધર્મભાવનાથી માનવજીવનમાં સુખનાં મૂળ ખવાતાં જણાય છે. આર્યાવર્તન જ્ઞાની-ઋષિ-મુનિઓના મત પ્રમાણે છાનાં આયુષ્ય, શરીરબળ, સરળતા, સંપ, જ્ઞાન, ન્યાય, નીતિ અને ધર્મ દિવસે દિવસે ઘટતાં જાય છે, તેથી આ કાળને તેઓએ કળિયુગ કે પંચમકાળ અથવા દુષમકાળ કહ્યો છે અને તેનું મુખ્ય કારણ એ બતાવ્યું છે, કે યથાર્થ ધર્મની પ્રાપ્તિ આ કાળમાં દુર્લભ થઈ પડી છે. ધર્મ જેમનામાં પ્રગટરૂપે વસે છે એવા આત્મજ્ઞાની મહાત્માઓ આ કાળમાં વિરલા વિચરે છેતેમને સત્સંગ પ્રાપ્ત થવો દુર્લભ છે; તેમની ઓળખાણ થવી મુશ્કેલ છે. ટૂંકામાં. મુમુક્ષુતાના સાધનરૂપ સત્સંગ, સતશાસ્ત્રને પરિચય ઘટી જવાથી વિવેકબુદ્ધિ અથવા હિતઅહિતની પરીક્ષાનું બળ બહુ જ થોડા પુરુષોમાં જણાય છે. ઊડે વિચાર કરવા જેટલી મધ્યસ્થતા, ધીરજ, વૈરાગ્ય અને દીર્ધદષ્ટિ નહીં હેવાથી ટૂંકી સ્વાર્થ બુદ્ધિથી લોકસમૂહ તણાય જાય છે, અને તાત્કાલિક લાભ ઉપર છવની દષ્ટિ રહ્યા કરે છે. તેને સાચા સુખ તરફ વાળવા પ્રત્યક્ષ પ્રતિભાશાળી જ્ઞાની પુરુષની જરૂર છે પણ તે યોગ ન બને ત્યાં સુધી શું કરવું? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે - “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સશુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” . પ્રત્યક્ષ સદ્દગુરુને એગ ન મલે ત્યાં સુધી સુપાત્ર કે યોગ્ય જીવાત્માને આત્મસ્વરૂપનું વર્ણન કરતાં શાસ્ત્રો ઉપકારક છે, અને તેવી યોગ્યતા કેટલેક અંશે વૈરાગ્યપ્રેરક પુસ્તકોના અભ્યાસથી તથા સત્સંગથી મુખ્યપણે પ્રાપ્ત થાય છે. વૈરાગ્યની વૃદ્ધિ થાય, આત્મહિત કરવાની પ્રેરણું મળે તથા જેમને આત્મહિત કરવાની ઈચ્છા જાગેલી છે તેમને આત્મવિચારણમાં

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 550