________________
૧૦
કરી વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિચાર કરતા કરી મૂક્યા છે. જેમના પ્રવચન આજે વિચારશીલ સમાજ અતિ પ્રેમપૂર્વક વાંચે છે, અવધારે છે, પ્રમાણભૂત માને છે તે પરમપુરુષના લખાણમાંથી કેટલાંક ગદ્યપદ્ય વચને વાચકવૃંદના વિશેષ વિચારવૃદ્ધિ અને ઉપકાર અર્થે આ પુસ્તકમાં આપવામાં આવે છે, જે મધ્યસ્થદષ્ટિથી વિવેક પૂર્વક વાંચનારને મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર રત્નદીપક સમાન છે. એ વચનું સ્વચ્છેદરહિતપણે જેમ જેમ વિશેષ વિશેષ મનન થશે તેમ તેમ એમાંથી કેઈ અપૂર્વ અમી ઝરશે. સ્યાદવાદરૂપ એ વચનને ઊંડે વિચાર કરતાં અવિરોધ શ્રી પરમજ્ઞાની પુરુષોનાં કથનાનુસાર ભાસ્યા વિના નહીં રહે. પછી તો જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ એ નિયમ ક્યાં અજાણ્યો છે? પણ જે આત્મહિતેચ્છુ એમાંથી રસ લૂંટવા પ્રયત્ન કરશે તેને એ અગાધ ઉદધિ પરિપૂર્ણ બનાવશે એ નિઃસંશય છે.
સમાધિસોપાનમાં રહેલી ત્રુટીઓ વિષે વાચક મહાશય સૂચના. કરશે તો તે સુધારી તેને વિશેષ ઉપયોગી બીજી આવૃત્તિ વખતે બનાવી શકાશે.
સનાતન જેન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,
અગાસ, કાર્તિક શુકલા પૂર્ણિમા, ૧૯૯૧.J
લિવ બ્રહ્મચારી ગોવર્ધનદાસ