Book Title: Sakalchandragani Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ 328 શાસનપ્રભાવક રહે છે. ચંદ્ર ભામંડળ રૂપ ઓરડામાં ભમે છે, જ્યારે સક્લચંદ્ર સર્વ સ્થાને ભમે છે. ચંદ્ર કેઈને અમી દેતું નથી, જ્યારે સકલચંદ્ર સૌમાં અમી વરસાવે છે. એવા પિરવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપા૦ સક્લચંદ્રને સો વંદન કરે છે.” શ્રી સકલચંદ્ર ગણિ શ્રી વિજયદાનસૂરિના શિષ્ય હતા. તેઓ જિનામના જાણકાર, સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. તેઓ ઘણા સરલ અને ઉદાર હતા. શ્રી વિજયદાનસૂરિએ વિ. સં. ૧૯૨૧માં, તેરવાડામાં, તેમના આગ્રહથી ઉપાડ ધર્મસાગરને ગચ્છમાં લીધા હતા. ગ્રંથસર્જનઃ શ્રી સકલચંદ્ર ગણિએ ઘણા ગ્રંથે રહ્યા છે, તે આ પ્રમાણે છે - 1. હરિબલ રાજર્ષિ રાસ (વિ. સં. ૧૯૪રમાં), 2. મૃગાવતી આખ્યાન ( વિ. સં. 1943), 3. વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ, 4. વીરવર્ધમાનજિન-ગુણવેલી-સુરલી (કડી : 64), 5. ગણધરવાદ સ્તવન, 6. મહાવીર સ્તવન, 7. રાષભસમતાસરલતા સ્તવન, 8. દિવાલી-વીર સ્તવન, 9. કુમતિદોષ વિજ્ઞપ્તિ સીમંધરવામી સ્તવન, 10. પ્રતિષ્ઠાકલ્પ, 11. એકવીશપ્રકારી પૂજા, 12. સત્તરભેદ, પૂજા, 13. બારભાવના સક્ઝાય, 14. ગૌતમપૃચ્છા વગેરે 20 સક્ઝાયે, 15. દેવાનંદા સક્ઝાય, 16. સાધુકલ્પલતા, 17. ધ્યાનદીપિકા 2લેક : 204 શ્રી સકલચંદ્ર ગણિવરને ઘણા શિષ્ય હતા તેમાં 1, ઉપાય શાંતિચંદ્ર અને 2. ઉપાટ સુરચંદ્ર પ્રસિદ્ધ છે. (“જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૩ માંથી સાભાર ઉધૃત) ચિરસ્મરણીય શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી કલ્યાણુવિજયજી મહારાજ ગુજરાતના પલખડી નામના ગામમાં પ્રાધ્વંશી સંઘવી આજડના પૌત્ર નામે રાજસીના પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મહમૂદશાહ (૧લે મહમદ બેગડે')એ લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાની પુંજી નામની પત્નીની કુક્ષીએ સં. 1601 ના અશ્વિન વદ પાંચમે સેમવારે એક પુત્ર જન્મે. તેનું નામ ઠાકરશી રાખવામાં આવ્યું. તે ઠાકરશીને સં. ૧૯૧૯માં વૈશાખ વદ બીજને દિવસે શ્રી વિજય હીરસૂરિજીએ મહેસાણામાં દક્ષા આપી તેમના શિષ્ય કલ્યાણવિજ્ય નામે જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓ ધાર્મિક અભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ કરી મહાન વિદ્વાન થયા. સં. ૧૯૨૪ના ફાગણ વદ ૭ના દિવસે પાટણમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. - તેઓશ્રીની વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી. ઉત્તમ ચારિત્ર પાળતા હોવાથી તેમની છાપ લેકમાં ઉત્તમ પડતી. તેમણે રાજપીપળામાં રાજા વચ્છત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પંડિતોને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ, મેવાડ, મારવાડ વગેરે પ્રદેશમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. જયપુર રાજ્યના વૈરાટનગરમાં અકબરના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2