Book Title: Sahityasamalochak Jugalkishor Mukhtar
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૧૨૬ અર્વાચીન જૈન જ્યોતિધરો નક્કી કરી લીધું. તેઓ નિલિપ્ત કર્મયોગીની જેમ પોતાની સાહિત્ય-સેવાની સાધનામાં બમણા વેગથી લાગી ગયા. પ્રકૃતિએ-કુદરતે જાણે કે તેમની સાધનાને વેગીલી બનાવવા માટે જ આ ગૃહસ્થીની જેજાળમાંથી તેમને મુક્ત કર્યા હતા. પંડિતજી: પત્રકાર-સમ્પાદક તરીકે : પત્રકાર અને સમ્પાદક તરીકેની પ્રવૃત્તિને “યુગવીર’ શ્રી જુગલકિશોરજીની બહુમુખી પ્રતિભાનું એક મહત્ત્વનું અંગ ગણી શકાય. સાહિત્યમાં સત્યની સુરક્ષા એ પત્રકારનું સૌથી પવિત્ર કર્તવ્ય છે, જે “યુગવીરજીના જીવનમાં સમયે-સમયે જોઈ શકાય છે. પોતાના મૌલિક ચિન્તનને તર્કબદ્ધ રીતે સમાજ સમક્ષ નિર્ભયપણે મૂકવાનું શ્રેય શ્રી પંડિતજીના ફાળે જાય છે. શ્રી જુગલકિશોરજીનું પત્રકારજીવન જયારે તેમણે મહાસભાનું મુખપત્ર “જેન ગેઝેટ'નું સંપાદનકાર્ય સંભાળ્યું હતું ત્યારથી એટલે કે ૧ જુલાઈ, ઈ. સ. ૧૯૦૭થી શરૂ થયું હતું. તેમની સમ્પાદનશૈલીને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (૧) ભાષા-સંશોધનાત્મક પ્રવૃત્તિ (૨) સમાજસુધારની ભાવનાત્મક પ્રવૃત્તિ તેમજ (૩) પ્રમાણસંગહાત્મક પ્રવૃત્તિ. પંડિતજીના જીવન સમ્પાદનકાર્યને જનતાએ ખૂબ પસંદ કર્યું અને “જૈન ગેઝેટ'ની ગ્રાહકસંખ્યા ૩૦૦ થી ૧૫૦૦ સુધી પહોંચી ગઈ. પરંતુ તેમની સ્પષ્ટ-નિપક્ષ-નીડર વિચારસરણીથી સમાજના નેતા નારાજ થયા હતા. આથી તેમને ૩૧ ડિસે. ૧૯૦૯ના રોજ સમ્પાદક તરીકેની કામગીરી છોડી દેવી પડી. જન ગૅઝેટ'માંથી છૂટા થયા પછી લગભગ દસ વર્ષે છે. શ્રી નાથુરામજી પ્રેમીએ પંડિતજીને “જેન હિતેષી”ના સમપાદક તરીકે નિયુક્ત કર્યા. પંડિતજીએ પોતાનું આ કાર્ય અનન્ય નિષ્ઠા અને દેઢ લગનથી ઈ. સ. ૧૯૨૧ સુધી બે વર્ષ માટે સફળપણે કર્યું. ૨૧ એપ્રિલ, ઈ. સ. ૧૯૨૯થી તેઓએ દિલ્હીમાં સુમંતભાશ્રમની સ્થાપના કરી અને નવેમ્બર માસથી “અનેકા-ત’ નામના માસિકપત્રનું સમ્પાદન તથા પ્રકાશનકાર્ય પ્રારંભ કર્યું. “અનેકાન' માસિકના સંપાદનમાં પંડિતજીની પ્રૌઢતા અને પાંડિત્યપૂર્ણ શૈલીનો ચરમ વિકાસ સ્પષ્ટપણે દષ્ટિગોચર થતો હતો. માસિકના સંપાદનમાં પંડિતજીની નીતિ લોકસૂચિન નહીં, પણ લોકહિતની રહી હતી. ત્યાગના પથ પર: “જેન ગૅઝેટ'ના સમ્પાદનકાર્યથી જે સમય બચતો, તેમાં પંડિતજી જૈનસાહિત્યનું ગંભીર અધ્યયન કરતા. આ અધ્યયને તેમના ઉપર ઊંડી છાપ પાડી અને મુખારગીરીનો વ્યવસાય તેમને ભારરૂપ લાગવા માંડ્યો. જીવનનો અમૂલ્ય સમય નિરર્થક અર્થોપાર્જનમાં બરબાદ કરીને માત્રવધેલો સમય શોધ તથા સમાજસેવાના કાર્યમાં વાપરવાનું તેમના માટે અસહૃા થવા લાગ્યું. તેઓ વારંવાર બાબુ સૂરજભાનું વકીલને ટોકવા માંડયા કે આપણે બંને વકીલાત છોડી પૂરો સમય અનુસંધાન અને સમાજસેવાના કાર્યમાં લગાવીએ. એક દિવસે તેનું ફળ આવ્યું અને તા. ૧૨ ફેબ્રુ. ૧૯૧૪ના રોજ બાબુ સૂરજભાનુએ પોતાની વકીલાત અને પં. જુગલકિશોરજીએ તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9