Book Title: Sahityakar Jaybhikkhu
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ 244 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેઓશ્રીને ગુજરાતી બાળસાહિત્યકારોમાં એક અગ્રણી ગણી શકાય, કારણ કે તેઓએ તે સાહિત્યને તદ્દન અનોખી, અલભ્ય અને પૂર્વે નહીં પ્રાપ્ત કરેલી એવી દૃષ્ટિ અને દિશા આપ્યાં. આ કાર્ય કરવામાં તેઓને નૈસર્ગિક કળાકારની બક્ષિસ છે, જેમાં તેઓ પોતાના પુરુષાર્થથી ચોકસાઈ, સાવધાની અને અનુભવ ઉમેરે છે. પરિણામ એ આવે છે કે બાળકોના જીવનના ઘડતર માટે આવશ્યક જ્ઞાનની સાથે સાથે મસ્ત અને નિર્દોષ ગમ્મત પણ તેમાં ઉમેરાતાં સોનામાં જાણે સુગંધ ભળે છે! - શ્રી. જયભિખ્ખું જાતે કલમની કમાણી ઉપર જીવ્યા છે. એમણે બીજા કલાકારોને તે ઉપર જીવતા કર્યા છે. સાહિત્યમાં પણ કોઈ સાંકડા વાડામાં પુરાવાને બદલે તેઓ પોતાની આગવી મસ્તીથી રહ્યા. એમને પોતાના મૃત્યુનો સંકેત સાંપડયો હતો. છેલ્લે પોતાના પરિવારને તેમણે આ સંદેશો આપ્યો હતો : સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” શ્રી. જયભિખ્ખનું અવસાન ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે થયું. ગુજરાતના સંસ્કારજગતનો એક આધારસ્તંભ તૂટી ગયો. “દીવે દીવો પેટાય' એ કહેવત અનુસાર શ્રી. જયભિખ્ખના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ ઘણી નાની ઉંમરે લેખક, પ્રાધ્યાપક, પત્રકાર અને વક્તા તરીકે મોટી નામના મેળવી છે. કી. જયભિખ્ખના હૃદયમાં શીલ અને આદર્શ ચરિત્ર માટેની તમન્ના હતી. તેમનું સાહિત્ય પણ એ જ ભાવનાઓનું પોષક છે. જયભિખ્ખના અવસાન પછી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા એમનાં પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં છે. સાહિત્યરચના : આજીવન સરસ્વતીના ઉપાસક રહીને ભિખુએ મા ગુર્જરી નાં ચરણોમાં નાનામોટા લગભગ 300 ગ્રંથ સમર્પિત કર્યા છે, જેમાં નીચે જણાવેલા ગ્રંથો મુખ્ય છે : (1) જેન બાલ ગ્રંથાવલી શ્રેણી 1-2 (2) મહાપુરુષોનાં ચરિત્રો–ભગવાન મહાવીર, આચાર્ય બુદ્ધિસાગરસૂરિ, ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી તથા શ્રી રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રંથ. બીજા અનેક ધર્મામાઓ અને સંતોનાં ચરિત્રો તેમણે બાળ-વૃદ્ધ સૌને વાંચવા ગમે તેવી રોચક શૈલીમાં લખ્યાં છે. પહેલાં એમ માનવામાં આવતું કે જૈન કથાઓમાં માત્ર શુષ્ક ત્યાગ-વૈરાગ્ય અથવા માત્ર કાલ્પનિક પૌરાણિક હકીકતોનું જ નિરૂપણ હોય છે. શ્રી. જયભિખુની કલમના કસબ ગુજરાતભરમાં આ માન્યતાને ફેરવી નાંખી અને જૈન કથાસાહિત્ય ગુજરાતની સમસ્ત જનતા હવે હોંશથી વાંચવા લાગી. આમ જયભિખુએ કથાસાહિત્યના માધ્યમ દ્વારા જૈન ધર્મની પ્રભાવનાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. છેલ્લાં થોડાં વર્ષોથી તેમના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ જયભિખ્ખ ટ્રસ્ટના માધ્યમથી સુરુચિપૂર્ણ અને સંસ્કારપ્રેરક સાહિત્યના પ્રચાર-પ્રસારનું કાર્ય ચાલુ રાખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3