Book Title: Sahityakar Jaybhikkhu
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૩૫. વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખ્ખુ જન્મ અને બાલ્યકાળ : શ્રી. જયભિખ્ખુનો જન્મ વિ. સં. ૧૯૬૪ના જેઠ વદ ૧૩ ને શુક્રવાર તા. ૨૬ જૂન ૧૯૦૮ ના રોજ સવારના સાત વાગે તેમના મોસાળ વીંછિયા(સૌરાષ્ટ્ર)માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. ચાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું હતું. બાળપણમાં જ માતા ગુજરી જવાથી શ્રી. જયભિખ્ખુનું બાળપણ તેમના મોસાળ વીંછિયામાં વીત્યું હતું. શ્રી. જયભિખ્ખુનું મૂળ વતન સૌરાષ્ટ્રનું સાયલા (લાલા ભગતનું) ગામ હતું. તેમનાં ત્રણ નામ હતાં : કુટુંબમાં તેઓ ‘ભીખાભાઈ”ના હુલામણા નામથી ઓળખાતા, સ્નેહીઓમાં તેઓ ‘બાલાભાઈ’ તરીકે જાણીતા હતા અને સાહિત્યકાર તરીકે જનતા તેમને ‘જયભિખ્ખુ’ના તખલ્લુસથી ઓળખે છે. શ્રી. જયભિખ્ખુએ પ્રાથમિક અભ્યાસ વીજાપુર પાસે આવેલા વરસોડામાં અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો માધ્યમિક અભ્યાસ અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલમાં કરેલો. પછી તેઓ મુંબઈ ખાતે સ્વ. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ સંસ્થા શ્રી. વીર તત્ત્વ પ્રકાશક મંડળમાં દાખલ થયા હતા. કાશી, આગ્રા અને છેવટે ગ્વાલિયર ૨૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3