Book Title: Sahityakar Jaybhikkhu Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf Catalog link: https://jainqq.org/explore/249035/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૩૫. વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખ્ખુ જન્મ અને બાલ્યકાળ : શ્રી. જયભિખ્ખુનો જન્મ વિ. સં. ૧૯૬૪ના જેઠ વદ ૧૩ ને શુક્રવાર તા. ૨૬ જૂન ૧૯૦૮ ના રોજ સવારના સાત વાગે તેમના મોસાળ વીંછિયા(સૌરાષ્ટ્ર)માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. ચાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું હતું. બાળપણમાં જ માતા ગુજરી જવાથી શ્રી. જયભિખ્ખુનું બાળપણ તેમના મોસાળ વીંછિયામાં વીત્યું હતું. શ્રી. જયભિખ્ખુનું મૂળ વતન સૌરાષ્ટ્રનું સાયલા (લાલા ભગતનું) ગામ હતું. તેમનાં ત્રણ નામ હતાં : કુટુંબમાં તેઓ ‘ભીખાભાઈ”ના હુલામણા નામથી ઓળખાતા, સ્નેહીઓમાં તેઓ ‘બાલાભાઈ’ તરીકે જાણીતા હતા અને સાહિત્યકાર તરીકે જનતા તેમને ‘જયભિખ્ખુ’ના તખલ્લુસથી ઓળખે છે. શ્રી. જયભિખ્ખુએ પ્રાથમિક અભ્યાસ વીજાપુર પાસે આવેલા વરસોડામાં અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો માધ્યમિક અભ્યાસ અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલમાં કરેલો. પછી તેઓ મુંબઈ ખાતે સ્વ. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ સંસ્થા શ્રી. વીર તત્ત્વ પ્રકાશક મંડળમાં દાખલ થયા હતા. કાશી, આગ્રા અને છેવટે ગ્વાલિયર ૨૪૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખુ ૨૪૩ રાજ્યમાંના વનશ્રીથી ભરપૂર શિવપુરીમાં એમણે આઠ-નવ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો. લગ્ન તથા સાહિત્યકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ : તેમનાં લગ્ન તા. ૧૩–૧–૧૯૩૦ના રોજ શ્રી. વિજયાબહેન સાથે થયાં હતાં. તેમનું તખલ્લુસ તેમના અને તેમની પત્નીના નામના સુમેળથી બન્યું છે. વિજ્યાબહેનમાંથી “જય” શબ્દ અને ભીખાલાલમાંથી “ ભિખુ' શબ્દ, એમ બંને શબ્દો મળીને “જયભિખ્ખું” શબ્દ બન્યો છે. શ્રી. જયભિખુના જીવનમાં એક પ્રકારની મસ્તી અને સાહસિકતા દેખાય છે. પોતાના ઘડતર વિષે તેઓ માનતા હતા કે ભણતર કરતાં ગુરુજનોની સેવાના બદલામાં મળેલી પ્રેમાશિષ, વાચન કરતાં વિશાળ દુનિયા સાથેનો જીવંત પરિચય અને પુસ્તક કરતાં પ્રકૃતિ દ્વારા મળેલી પ્રેરણા વધુ કાર્યક્ષમ નીવડી છે. જયભિખુને “સરસ્વતીચંદ્ર' ગ્રંથ પ્રિય હતો. સાહિત્યકાર બનવાની પ્રેરણા તેમણે મુખ્યપણે શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી લીધી હતી. સને ૧૯૩૩માં લેખક તરીકેનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી શ્રી જયભિખ્ખ અમદાવાદમાં રહેતા હતા. તેમના વ્યવસાયી જીવનને ઘાટ આપવામાં નીચે જણાવેલી બાબતે અગત્યનો ભાગ ભજવ્યો છે : તેઓ “ન્યાયતીર્થની પરીક્ષા આપવા કલકત્તા ગયા હતા અને કેનિગ સ્ટ્રીટમાં ઊતર્યા હતા. અભ્યાસ પૂરો થતો હોવાથી ભાવિ જીવનનો વિચાર કરવાનો સમય આવી પહોંચ્યો હતો. તેમણે આ ત્રણ નિર્ણયો લીધા : (૧) નોકરી કરવી નહીં. (૨) પૈતૃક સંપત્તિ લેવી નહીં. (૩) કલમના આશરે જીવવું સરસ્વતીને ખોળે માથું મૂકનાર જે થોડોક સંતોષી અને સહનશીલ હોય તો માતા સરસ્વતી એની પૂરેપૂરી ભાળ રાખ્યા વિના રહેતી નથી.” શ્રી. જયભિખુની આવી દઢ શ્રદ્ધા હતી અને તેમનું પોતાનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે. શ્રી. જયભિખુનું પ્રારંભિક જીવન પત્રકાર તરીકે પસાર થયું. વર્ષો લગી એમની વેધક કલમે “જેન જ્યોતિ” તથા “વિદ્યાર્થી નામનાં સામયિકોમાં લેખો લખાતા રહ્યા. ઉપરાંત ગુજરાતના દૈનિક ગુજરાત સમાચારમાં ખૂબ ખ્યાતિ પામેલ “ઈટ અને ઈમારત', બાલ સાપ્તાહિક 'ઝગમગ' તેમજ અખંડ આનંદ, જનકલ્યાણ, ગુજરાત, ટાઇમ્સ વગેરેમાં પણ તેઓ યથાવકાશ લખતા. શ્રી. જયભિખ્ખની લેખનશૈલી સાવ અનોખી હતી. કથાપ્રસંગ નાનો કે નજીવો હોય, પણ જે એમાં માનવતાનું તત્ત્વ હોય તો તેઓ સહજ રીતે તેમાંથી વિરાટ સર્જન કરી શકતા. શ્રી જયભિખુ એમની આગવી શૈલી માટે જાણીતા હતા. તેમની નવલકથાઓ જૈનો અને જનેતરોમાં પૂરતો આદર પામી ચૂકી હતી. તેમની એક નવલકથા પંદર કે વીસ વખત વાંચનારા પણ આજે મળી આવે છે. તેમની વાર્તાઓ કન્નડ અને તેલુગુમાં પણ અનૂદિત થઈ હતી. એમનાં તેર પુસ્તકોને તો ભારત સરકાર અને ગુજરાત સરકારનાં પારિતોષિકો પણ મળ્યાં છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ 244 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેઓશ્રીને ગુજરાતી બાળસાહિત્યકારોમાં એક અગ્રણી ગણી શકાય, કારણ કે તેઓએ તે સાહિત્યને તદ્દન અનોખી, અલભ્ય અને પૂર્વે નહીં પ્રાપ્ત કરેલી એવી દૃષ્ટિ અને દિશા આપ્યાં. આ કાર્ય કરવામાં તેઓને નૈસર્ગિક કળાકારની બક્ષિસ છે, જેમાં તેઓ પોતાના પુરુષાર્થથી ચોકસાઈ, સાવધાની અને અનુભવ ઉમેરે છે. પરિણામ એ આવે છે કે બાળકોના જીવનના ઘડતર માટે આવશ્યક જ્ઞાનની સાથે સાથે મસ્ત અને નિર્દોષ ગમ્મત પણ તેમાં ઉમેરાતાં સોનામાં જાણે સુગંધ ભળે છે! - શ્રી. જયભિખ્ખું જાતે કલમની કમાણી ઉપર જીવ્યા છે. એમણે બીજા કલાકારોને તે ઉપર જીવતા કર્યા છે. સાહિત્યમાં પણ કોઈ સાંકડા વાડામાં પુરાવાને બદલે તેઓ પોતાની આગવી મસ્તીથી રહ્યા. એમને પોતાના મૃત્યુનો સંકેત સાંપડયો હતો. છેલ્લે પોતાના પરિવારને તેમણે આ સંદેશો આપ્યો હતો : સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” શ્રી. જયભિખ્ખનું અવસાન ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે થયું. ગુજરાતના સંસ્કારજગતનો એક આધારસ્તંભ તૂટી ગયો. “દીવે દીવો પેટાય' એ કહેવત અનુસાર શ્રી. જયભિખ્ખના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ ઘણી નાની ઉંમરે લેખક, પ્રાધ્યાપક, પત્રકાર અને વક્તા તરીકે મોટી નામના મેળવી છે. કી. જયભિખ્ખના હૃદયમાં શીલ અને આદર્શ ચરિત્ર માટેની તમન્ના હતી. તેમનું સાહિત્ય પણ એ જ ભાવનાઓનું પોષક છે. જયભિખ્ખના અવસાન પછી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા એમનાં પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં છે. સાહિત્યરચના : આજીવન સરસ્વતીના ઉપાસક રહીને ભિખુએ મા ગુર્જરી નાં ચરણોમાં નાનામોટા લગભગ 300 ગ્રંથ સમર્પિત કર્યા છે, જેમાં નીચે જણાવેલા ગ્રંથો મુખ્ય છે : (1) જેન બાલ ગ્રંથાવલી શ્રેણી 1-2 (2) મહાપુરુષોનાં ચરિત્રો–ભગવાન મહાવીર, આચાર્ય બુદ્ધિસાગરસૂરિ, ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી તથા શ્રી રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રંથ. બીજા અનેક ધર્મામાઓ અને સંતોનાં ચરિત્રો તેમણે બાળ-વૃદ્ધ સૌને વાંચવા ગમે તેવી રોચક શૈલીમાં લખ્યાં છે. પહેલાં એમ માનવામાં આવતું કે જૈન કથાઓમાં માત્ર શુષ્ક ત્યાગ-વૈરાગ્ય અથવા માત્ર કાલ્પનિક પૌરાણિક હકીકતોનું જ નિરૂપણ હોય છે. શ્રી. જયભિખુની કલમના કસબ ગુજરાતભરમાં આ માન્યતાને ફેરવી નાંખી અને જૈન કથાસાહિત્ય ગુજરાતની સમસ્ત જનતા હવે હોંશથી વાંચવા લાગી. આમ જયભિખુએ કથાસાહિત્યના માધ્યમ દ્વારા જૈન ધર્મની પ્રભાવનાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. છેલ્લાં થોડાં વર્ષોથી તેમના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ જયભિખ્ખ ટ્રસ્ટના માધ્યમથી સુરુચિપૂર્ણ અને સંસ્કારપ્રેરક સાહિત્યના પ્રચાર-પ્રસારનું કાર્ય ચાલુ રાખ્યું છે.