SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખુ ૨૪૩ રાજ્યમાંના વનશ્રીથી ભરપૂર શિવપુરીમાં એમણે આઠ-નવ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો. લગ્ન તથા સાહિત્યકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ : તેમનાં લગ્ન તા. ૧૩–૧–૧૯૩૦ના રોજ શ્રી. વિજયાબહેન સાથે થયાં હતાં. તેમનું તખલ્લુસ તેમના અને તેમની પત્નીના નામના સુમેળથી બન્યું છે. વિજ્યાબહેનમાંથી “જય” શબ્દ અને ભીખાલાલમાંથી “ ભિખુ' શબ્દ, એમ બંને શબ્દો મળીને “જયભિખ્ખું” શબ્દ બન્યો છે. શ્રી. જયભિખુના જીવનમાં એક પ્રકારની મસ્તી અને સાહસિકતા દેખાય છે. પોતાના ઘડતર વિષે તેઓ માનતા હતા કે ભણતર કરતાં ગુરુજનોની સેવાના બદલામાં મળેલી પ્રેમાશિષ, વાચન કરતાં વિશાળ દુનિયા સાથેનો જીવંત પરિચય અને પુસ્તક કરતાં પ્રકૃતિ દ્વારા મળેલી પ્રેરણા વધુ કાર્યક્ષમ નીવડી છે. જયભિખુને “સરસ્વતીચંદ્ર' ગ્રંથ પ્રિય હતો. સાહિત્યકાર બનવાની પ્રેરણા તેમણે મુખ્યપણે શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી લીધી હતી. સને ૧૯૩૩માં લેખક તરીકેનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી શ્રી જયભિખ્ખ અમદાવાદમાં રહેતા હતા. તેમના વ્યવસાયી જીવનને ઘાટ આપવામાં નીચે જણાવેલી બાબતે અગત્યનો ભાગ ભજવ્યો છે : તેઓ “ન્યાયતીર્થની પરીક્ષા આપવા કલકત્તા ગયા હતા અને કેનિગ સ્ટ્રીટમાં ઊતર્યા હતા. અભ્યાસ પૂરો થતો હોવાથી ભાવિ જીવનનો વિચાર કરવાનો સમય આવી પહોંચ્યો હતો. તેમણે આ ત્રણ નિર્ણયો લીધા : (૧) નોકરી કરવી નહીં. (૨) પૈતૃક સંપત્તિ લેવી નહીં. (૩) કલમના આશરે જીવવું સરસ્વતીને ખોળે માથું મૂકનાર જે થોડોક સંતોષી અને સહનશીલ હોય તો માતા સરસ્વતી એની પૂરેપૂરી ભાળ રાખ્યા વિના રહેતી નથી.” શ્રી. જયભિખુની આવી દઢ શ્રદ્ધા હતી અને તેમનું પોતાનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે. શ્રી. જયભિખુનું પ્રારંભિક જીવન પત્રકાર તરીકે પસાર થયું. વર્ષો લગી એમની વેધક કલમે “જેન જ્યોતિ” તથા “વિદ્યાર્થી નામનાં સામયિકોમાં લેખો લખાતા રહ્યા. ઉપરાંત ગુજરાતના દૈનિક ગુજરાત સમાચારમાં ખૂબ ખ્યાતિ પામેલ “ઈટ અને ઈમારત', બાલ સાપ્તાહિક 'ઝગમગ' તેમજ અખંડ આનંદ, જનકલ્યાણ, ગુજરાત, ટાઇમ્સ વગેરેમાં પણ તેઓ યથાવકાશ લખતા. શ્રી. જયભિખ્ખની લેખનશૈલી સાવ અનોખી હતી. કથાપ્રસંગ નાનો કે નજીવો હોય, પણ જે એમાં માનવતાનું તત્ત્વ હોય તો તેઓ સહજ રીતે તેમાંથી વિરાટ સર્જન કરી શકતા. શ્રી જયભિખુ એમની આગવી શૈલી માટે જાણીતા હતા. તેમની નવલકથાઓ જૈનો અને જનેતરોમાં પૂરતો આદર પામી ચૂકી હતી. તેમની એક નવલકથા પંદર કે વીસ વખત વાંચનારા પણ આજે મળી આવે છે. તેમની વાર્તાઓ કન્નડ અને તેલુગુમાં પણ અનૂદિત થઈ હતી. એમનાં તેર પુસ્તકોને તો ભારત સરકાર અને ગુજરાત સરકારનાં પારિતોષિકો પણ મળ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249035
Book TitleSahityakar Jaybhikkhu
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Story
File Size277 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy