Book Title: Sacho Jain
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સાચો જૈન [૩૧] ખરે જેને અગર ખરા જેન બનવા ઇચ્છનારે શું કરવું? આપણી આજુબાજુની પરિસ્થિતિ મનમાં બે વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. ધાર્મિક લાગણી, રાજકીય સ્વાર્થ અથવા તે લાંબો લૌકિક સ્વાર્થ આપણને એમ માનવા લલચાવે છે કે તું કાઈથી વિખૂટે ન પડત, ના લડતે અને ગમે તેવા સ્વાર્થને માર્ગે પણ એક્તા સાચવવાનું ન ચૂકતો. બીજી બાજુ કુળવાર, પૂર્વસંસ્કારે, કૌટુંબિક ક્ષોભો અને સામાજિક પ્રેરણાઓ ધણીવાર આપણને એવી માન્યતા તરફ ધકેલે છે કે સ્વાર્થ ન ત્યજાય, જરાયે જતું ન કરાય. એમ જતું કરીએ તે ચાલે કેમ ? કુટુંબનું કેમ નભે ? નાત, ધર્મ ને સમાજની પ્રતિષ્ઠા કાંઈ જતી કરાય ? શું આપણે ત્યાગી છીએ ? આવા બે દૈવી અને આસુરી વૃત્તિના પ્રવાહ માત્ર વ્યાપાર-વ્યવસાય, સત્તા, અધિકાર કે સારે નરસે પ્રસંગે જ નથી જન્મતા, પણ ધર્મ જેવી વિશુદ્ધ અને સ્વાર્પણ સૂચક વસ્તુને પ્રસંગે પણ આવું અથડામણીવાળું ભંયકર તોફાન મનમાં ઊઠે જ છે. જે વિદ્વાને અને ત્યાગીઓ ગમે તેટલું સહીને પણ ઉદારતા કેળવવાની શિક્ષા આપે છે તે જ અગ્રગણ્ય ગણુતા સંતપુરુષો જ્યારે ખરેખર સ્વાર્પણ કરવાને અને ઉદારતા કેળવવાને કટોકટીને પ્રસંગ ઊભે થાય છે ત્યારે મજબૂત અને મકકમપણે એમ કહે છે કે ધર્મનું તે અપમાન સહાય ? ધર્મની કોઈ પણ વસ્તુ, પછી તે સ્થાવર જ કેમ ન હોય, જતી કરાય? ધર્મની સંસ્થા અને તેનાં સાધને જે નહિ સાચવીએ તો અને ધર્મના હક્કોની પરવા નહિ કરીએ તે ધર્મ કેવી રીતે રહેશે? આ રીતની અસ્મિતા માત્ર ધર્મગુરુઓ કે પંડિતે જ નથી જગાડતા, પણ જે માતાપિતા કે બીજા આપ્તજનો નાની ઉંમરમાં બાલકને ઉદાર થવાની, સહનશીલ થવાની અને નમ્રતા કેળવવાની તાલીમ આપવા માટે હજાર રૂપિયાનો ખર્ચ કરતા, ધર્મગુરુઓ પાસે બાળકોને સમાગમ માટે મેકલતા અને આદર્શ શિક્ષકને હાથે બાળક સુધરે એમ ઈચ્છતા હોય છે, તે જ માતાપિતા કે બીજા આવા જેને હવે યુવક થયેલ બાળકને વ્યાવહારિક જીવનમાં નીતિ કે અનીતિનો માર્ગ પસંદ કરવાની તક આવતાં, પાછા જાણે અજાણે એમ કહેતા હોય છે કે –ભાઈ એ તે ખરું, પણ આપણે એણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3