Page #1
--------------------------------------------------------------------------
________________
સાચો જૈન
[૩૧] ખરે જેને અગર ખરા જેન બનવા ઇચ્છનારે શું કરવું?
આપણી આજુબાજુની પરિસ્થિતિ મનમાં બે વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. ધાર્મિક લાગણી, રાજકીય સ્વાર્થ અથવા તે લાંબો લૌકિક સ્વાર્થ આપણને એમ માનવા લલચાવે છે કે તું કાઈથી વિખૂટે ન પડત, ના લડતે અને ગમે તેવા સ્વાર્થને માર્ગે પણ એક્તા સાચવવાનું ન ચૂકતો. બીજી બાજુ કુળવાર, પૂર્વસંસ્કારે, કૌટુંબિક ક્ષોભો અને સામાજિક પ્રેરણાઓ ધણીવાર આપણને એવી માન્યતા તરફ ધકેલે છે કે સ્વાર્થ ન ત્યજાય, જરાયે જતું ન કરાય. એમ જતું કરીએ તે ચાલે કેમ ? કુટુંબનું કેમ નભે ? નાત, ધર્મ ને સમાજની પ્રતિષ્ઠા કાંઈ જતી કરાય ? શું આપણે ત્યાગી છીએ ?
આવા બે દૈવી અને આસુરી વૃત્તિના પ્રવાહ માત્ર વ્યાપાર-વ્યવસાય, સત્તા, અધિકાર કે સારે નરસે પ્રસંગે જ નથી જન્મતા, પણ ધર્મ જેવી વિશુદ્ધ અને સ્વાર્પણ સૂચક વસ્તુને પ્રસંગે પણ આવું અથડામણીવાળું ભંયકર તોફાન મનમાં ઊઠે જ છે. જે વિદ્વાને અને ત્યાગીઓ ગમે તેટલું સહીને પણ ઉદારતા કેળવવાની શિક્ષા આપે છે તે જ અગ્રગણ્ય ગણુતા સંતપુરુષો
જ્યારે ખરેખર સ્વાર્પણ કરવાને અને ઉદારતા કેળવવાને કટોકટીને પ્રસંગ ઊભે થાય છે ત્યારે મજબૂત અને મકકમપણે એમ કહે છે કે ધર્મનું તે અપમાન સહાય ? ધર્મની કોઈ પણ વસ્તુ, પછી તે સ્થાવર જ કેમ ન હોય, જતી કરાય? ધર્મની સંસ્થા અને તેનાં સાધને જે નહિ સાચવીએ તો અને ધર્મના હક્કોની પરવા નહિ કરીએ તે ધર્મ કેવી રીતે રહેશે? આ રીતની અસ્મિતા માત્ર ધર્મગુરુઓ કે પંડિતે જ નથી જગાડતા, પણ જે માતાપિતા કે બીજા આપ્તજનો નાની ઉંમરમાં બાલકને ઉદાર થવાની, સહનશીલ થવાની અને નમ્રતા કેળવવાની તાલીમ આપવા માટે હજાર રૂપિયાનો ખર્ચ કરતા, ધર્મગુરુઓ પાસે બાળકોને સમાગમ માટે મેકલતા અને આદર્શ શિક્ષકને હાથે બાળક સુધરે એમ ઈચ્છતા હોય છે, તે જ માતાપિતા કે બીજા આવા જેને હવે યુવક થયેલ બાળકને વ્યાવહારિક જીવનમાં નીતિ કે અનીતિનો માર્ગ પસંદ કરવાની તક આવતાં, પાછા જાણે અજાણે એમ કહેતા હોય છે કે –ભાઈ એ તે ખરું, પણ આપણે એણે
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૮૦ ],
દર્શન અને ચિંતન કેટલું અપમાન કર્યું ? બીજું તે બધું જતું કરાય, પણ આપણા હકની અને ભગવટાની વસ્તુ (ભલે તે નાનકડી જ કેમ ન હોય ) એમ કાંઈ અન્યાયથી જતી કરાય? તું એમ નમાલ થઈશ અને મૂંગે મેઢે સો જઈશ તે તને કોઈ પૂછવાનું નથી, તારે ઘડે થવાનું નથી અને ખરેખર તું ભીખ માગીશ ! * આ અને આવી બીજી અનેક રીતે આપણી સામે પરસ્પર વિરોધી પ્રસંગે આવે છે—જેના પ્રત્યેક વ્યક્તિને એવો અનુભવ થાય છે –તે વખતે ધાર્મિક દૃષ્ટિએ, રાજકીય દૃષ્ટિએ કે બીજા વધારે લૌકિક હિતની દૃષ્ટિએ આપણે ઉદારતા કેળવવી અને બધું જતું કરી ખરું મનુષ્યત્વ વિકસાવવું કે મને ગત ઊંડા કુસંસ્કાર અને સ્વાર્થી સંકુચિત પ્રેરણાઓને વશ થઈ અન્યાયી અને અલ્પ પણ તકાળ લલચાવનાર સ્વાર્થ તરફ ધસડાવું? ઉદારતા વગેરે ધર્મના ઉદ્દેશોને માત્ર સાંભળવાના જ વિષય બનાવી આપણે હંમેશને ખેલ ખેલ્યા કરવો એ એક ભારે વિચિત્ર વસ્તુ છે.
હિંદુ અને મુસલમાને જ નહિ, બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરે જ નહિ, અસ્પૃશ્ય અને સ્પૃશ્ય ગણાતી કોમે જ નહિ, પણ એક જ સંસ્કૃતિ, એક જ તત્ત્વજ્ઞાન અને એક જ ધ્યેયને વારસે ભગવનાર એવા શ્વેતામ્બર, દિગંબર કે સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે જ્યારે હક કે માનાપમાન માટે મરી ફીટવાને કે તેનાં સાધનો માટે મતભેદ કે તકરારને પ્રસંગ ન હોય ત્યારે ઉદારતા કેળવવાની અને નમ્ર બનવાની તક અપાતી જ નથી; પણ જ્યારે રસાકસીને પ્રસંગ ઊભે થાય ને જીવનમાં ધર્મ કે નીતિ દાખવવાની તક આવે ત્યારે ચોમેરથી દબાણ થાય છે કે તમે બાયલા થઈ ગયા; તમને ધર્મનું કશું લાગતું જ નથી, આવી રીતે બેદરકાર રહેશે તે તમારું કે તમારે ધર્મનું નામ કે નિશાન નહિ રહે–એકતા અને ઉદારતા દાખવવાના ખરેખર કટોકટીના પ્રસંગે ધર્મની રક્ષાને બહાને આ રીતે આપણી અસ્મિતાને ઉશ્કેરવામાં આવે ત્યારે ધર્મને જ નામે અપાયેલા અને પુષ્ટ થયેલા ઉદારતાના સંસ્કાર અગર એકાએક નાશ ન પામે તે પણ વ્યાવહારિક જીવનમાં ઉતરી શકે એવા બળવાન તે ન જ રહે એ દેખીતું છે.
પણ આ દેવી અને આસુરી–આંતરિક અને બાહ્ય, હચમચાવી મૂકે એવી, અને ઘણાને ઘણી વાર તદ્દન મૂંઝવી નાખે એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જે ખરે જૈન હોય અગર તે ખરે ધર્મનિટ હેય તેમ જ જે તે બનવા ઈચ્છતા હોય તેણે શું કરવું એ આજને અતિ ગહન પ્રશ્ન છે. આ પ્રશ્નને ઉત્તર આપોઆપ મેળવી લે એટલી બુદ્ધિપટુતા કે સંસ્કારિતા આજે
Page #3
--------------------------------------------------------------------------
________________ સાચે જૈન [481 કેટલામાં જણાય છે ? અને જે લેકસમાજ એ પ્રશ્નનો ઉત્તર આપો આપ મેળવી લેવા સમર્થ ન હોય તો લેકોએ એને ખરે ઉત્તર કોની પાસેથી મેળવ? જે વિદ્વાન ગણાતો એક આગેવાન અમુક ઉત્તર આપે, બીજે તે આગેવાન વળી બીજો ઉત્તર આપે અને ત્રીજો વિદ્વાન ત્રીજે જ ઉત્તર આપે તે પ્રશ્ન કરતાં ઉત્તરની ગૂંચવણું કરોળિયાના જાળાની પિડે એવી મૂંઝવણકારક થઈ જવાની કે તેમાં સપડાયેલ દરેક પંગુ જ બની જવાને. ત્યારે એ ક માર્ગ છે કે જેને આધારે દરેક માણસ એક જ સરખે અને સાચે ઉત્તર મેળવી શકે? જે આ કંઈ એક ભાગ ન હોય અને હોય તે કદી સૂઝી શકે તે ન હોય અથવા માર્ગ સૂઝયા પછી પણ અમલમાં મૂકી શકાય કે જીવનમાં કામ લાવી શકાય તેવો ન જ હોય તે પછી આજ સુધીની આપણું શાસ્ત્રો, ધર્મો અને ગુરુની ઉપાસના વંધ્ય છે. અને વધ્ય ન જ હોઈ શકે એવું જે આપણું અભિમાન સાચું હોય અગર સાચું સાબિત કરવું હોય તે પ્રસ્તુત વિકટ પ્રશ્નને એકસરખે, મતભેદ વિનાને અને ત્રિકાલાબાધિત ઉત્તર આપી શકે તેવો માર્ગ અને તેવી કસોટી આપણે શોધવી જ રહી. આ માર્ગ અને આ કસોટી ઘણુ સાત્વિક હૃદયમાં સ્ફરતી હશે તેમ જ જરામાત્ર મહેનતથી સ્ફરવાને સંભવ પણ છે, માટે એનું સ્પષ્ટીકરણ કરી દરેક વાચકની બુદ્ધિસ્વતંત્રતા અને નિર્ણયશક્તિ કે વિચારસામર્થ્યને ગૂંગળાવી નાખવા ન ઈચ્છતાં દરેક સહૃદય વાચકને એ માર્ગ અને એ કટ વિચારી લેવા પ્રાર્થના છે. તેથી આ લેખ વાંચનાર દરેક એટલું જરૂર વિચારે કે ખરા જેને અને ખરે જૈન બનવા માટે (જ્યારે વિરોધી પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે) શું કરવું અને તે કર્તવ્યના નિર્ણય માટે સર્વમાન્ય એક કઈ કસોટી નજરમાં રાખવી ? - જેનયુગ, ભાદ્ર-અશ્વિન 1983. 31