________________
૪૮૦ ],
દર્શન અને ચિંતન કેટલું અપમાન કર્યું ? બીજું તે બધું જતું કરાય, પણ આપણા હકની અને ભગવટાની વસ્તુ (ભલે તે નાનકડી જ કેમ ન હોય ) એમ કાંઈ અન્યાયથી જતી કરાય? તું એમ નમાલ થઈશ અને મૂંગે મેઢે સો જઈશ તે તને કોઈ પૂછવાનું નથી, તારે ઘડે થવાનું નથી અને ખરેખર તું ભીખ માગીશ ! * આ અને આવી બીજી અનેક રીતે આપણી સામે પરસ્પર વિરોધી પ્રસંગે આવે છે—જેના પ્રત્યેક વ્યક્તિને એવો અનુભવ થાય છે –તે વખતે ધાર્મિક દૃષ્ટિએ, રાજકીય દૃષ્ટિએ કે બીજા વધારે લૌકિક હિતની દૃષ્ટિએ આપણે ઉદારતા કેળવવી અને બધું જતું કરી ખરું મનુષ્યત્વ વિકસાવવું કે મને ગત ઊંડા કુસંસ્કાર અને સ્વાર્થી સંકુચિત પ્રેરણાઓને વશ થઈ અન્યાયી અને અલ્પ પણ તકાળ લલચાવનાર સ્વાર્થ તરફ ધસડાવું? ઉદારતા વગેરે ધર્મના ઉદ્દેશોને માત્ર સાંભળવાના જ વિષય બનાવી આપણે હંમેશને ખેલ ખેલ્યા કરવો એ એક ભારે વિચિત્ર વસ્તુ છે.
હિંદુ અને મુસલમાને જ નહિ, બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરે જ નહિ, અસ્પૃશ્ય અને સ્પૃશ્ય ગણાતી કોમે જ નહિ, પણ એક જ સંસ્કૃતિ, એક જ તત્ત્વજ્ઞાન અને એક જ ધ્યેયને વારસે ભગવનાર એવા શ્વેતામ્બર, દિગંબર કે સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે જ્યારે હક કે માનાપમાન માટે મરી ફીટવાને કે તેનાં સાધનો માટે મતભેદ કે તકરારને પ્રસંગ ન હોય ત્યારે ઉદારતા કેળવવાની અને નમ્ર બનવાની તક અપાતી જ નથી; પણ જ્યારે રસાકસીને પ્રસંગ ઊભે થાય ને જીવનમાં ધર્મ કે નીતિ દાખવવાની તક આવે ત્યારે ચોમેરથી દબાણ થાય છે કે તમે બાયલા થઈ ગયા; તમને ધર્મનું કશું લાગતું જ નથી, આવી રીતે બેદરકાર રહેશે તે તમારું કે તમારે ધર્મનું નામ કે નિશાન નહિ રહે–એકતા અને ઉદારતા દાખવવાના ખરેખર કટોકટીના પ્રસંગે ધર્મની રક્ષાને બહાને આ રીતે આપણી અસ્મિતાને ઉશ્કેરવામાં આવે ત્યારે ધર્મને જ નામે અપાયેલા અને પુષ્ટ થયેલા ઉદારતાના સંસ્કાર અગર એકાએક નાશ ન પામે તે પણ વ્યાવહારિક જીવનમાં ઉતરી શકે એવા બળવાન તે ન જ રહે એ દેખીતું છે.
પણ આ દેવી અને આસુરી–આંતરિક અને બાહ્ય, હચમચાવી મૂકે એવી, અને ઘણાને ઘણી વાર તદ્દન મૂંઝવી નાખે એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જે ખરે જૈન હોય અગર તે ખરે ધર્મનિટ હેય તેમ જ જે તે બનવા ઈચ્છતા હોય તેણે શું કરવું એ આજને અતિ ગહન પ્રશ્ન છે. આ પ્રશ્નને ઉત્તર આપોઆપ મેળવી લે એટલી બુદ્ધિપટુતા કે સંસ્કારિતા આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org