Book Title: Rushabhdasji Ranka
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી નકલભદાસ રાંકા 227 છે. પૂના પાસે જૈન વિદ્યાપ્રચારક મંડળ, ચિચવડ અને અહમદનગર પાસે ચાંદવડની વગેરે અનેક સંસ્થાઓની સ્થાપના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટેની સુવિધાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને કૉલરશિપ તેમજ સહયોગ અને માર્ગદર્શન મળતાં રહે તેવી વ્યવસ્થા તેમણે કરી. અણુવ્રત આંદોલનમાં પણ તેમણે વિશિષ્ટ અને સમયોચિન સેવાઓ આપી છે. ઈ. સ. ૧૯૬૭માં આચાર્યશ્રી તુલસીજીનું ચાતુર્માસ અમદાવાદ મુકામે થયું. ત્યારે અણુવ્રત આંદોલનનું નેતૃત્વ સંભાળવાની શ્રી રાંકાજીને વિનંતી કરવામાં આવી. તેઓશ્રીએ કહ્યું કે જો શ્રી રવિશંકરદાદા તેનું પ્રમુખપદ સંભાળે તો હું ઉપપ્રમુખ તરીકે કાર્ય કરવા તૈયાર છું. સેવા-મૂર્તિ શ્રી રવિશંકરદાદાએ તરત જ આ કાર્યને સ્વીકાર્યું અને શ્રી રાંકાજીએ પોતાના કાર્યની જવાબદારી સંભાળીને કાર્યનો પ્રારંભ કરી દીધો. 1968 થી 1971 સુધીના ચાર વર્ષના ગાળા દરમ્યાન ઉપાધ્યક્ષ તરીકે તેઓએ અણુવ્રત આંદોલનને ભારતભરમાં પ્રસિદ્ધિ આપી હતી. આ સાથે સાથે “આશુવ્રત' પાક્ષિકનું સંપાદન સુચારુ રીતે લોકપ્રિય અને અધિકૃત દષ્ટિથી કરીને તેને ઉનત અને બહુજનમાન્ય સ્થિતિમાં મૂકી દીધું. તેમની સર્વતોમુખી કાર્યકુશળતા અને કામ કરવાની સતત ધગશનો આ પ્રત્યક્ષ પુરાવો છે. સ્વર્ગારોહણ: આમ, સતત પાંચ દાયકા સુધી રાષ્ટ્રની, સમાજની અને જૈન ધર્મની એકતાવિષયક વિવિધ સેવાઓ દ્વારા એક સમપિત અને આદર્શ જીવન જીવીને રાંકાજીએ તા. 10 ડિસેમ્બર, ૧૯૭૭ના રોજ પૂના મુકામે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો. તેઓ પોતાના જીવન દ્વારા આજના યુવાવર્ગને સેવાનો માર્ગ ચીંધતા ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5