Book Title: Rushabhdasji Ranka
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૩૨. સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા ભૂમિકા : ભારતના જ નહિ, વિદેશોમાં વસતા જૈનો પણ જેમને પોતાના પ્રિય અને આત્મીય ગણતા તે સેવા અને સૌજન્યની મૂર્તિસમા શ્રી ઋષભદાસ રાંકા એક અજાતશત્રુ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં સર્વત્ર જાણીતા છે. તેમણે પોતાનું વ્યક્તિત્વ મિટાવી દઈને સમસ્ત જૈન સમાજની સાથે તેમજ સમગ્ર ભારતીય માનવસમાજ સાથે આત્મીયતા કેળવી હતી. પોતાનું જીવન સમષ્ટિને સમર્પણ કરી દીધું હતું. શ્રી ઋષભદાસ રાંધ્રને જૈન સમાજની સૌથી લોકપ્રિય વ્યક્તિ ગણી શકાય. જન્મ, બાળપણ અને વ્યવસાય : રાંકાજીનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ફતેપુર ગામે તા. ૩-૧૨-૧૯૦૩ના રોજ થયો હતો. તેમના પૂર્વજો મૂળ રાજસ્થાનના જોધપુર રાજયના વતની હતા. તેમના દાદાનું નામ ધનરાજજી અને પિતાનું નામ પ્રતાપમલજી હતું. કુલ પાંચ ભાઈબહેનો હતાં. ત્રણ બહેનો અને બે ભાઈઓમાં તેઓ ઉંમરમાં સૌથી મોટા હતા. તેઓના કુળના નામ વિષે કહેવાય છે કે રંકુ નામની બકરીની એક ઉચ્ચ જાત પંજાબમાં થાય છે, તેના વાળમાંથી તૈયાર થતા કાપડનો વેપાર કરવાને કારણે તેમના પૂર્વજોનું કુળ રાંકા' નામથી ઓળખાયું. Jain Education International ૨૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5