Page #1
--------------------------------------------------------------------------
________________
૩૨. સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા
ભૂમિકા : ભારતના જ નહિ, વિદેશોમાં વસતા જૈનો પણ જેમને પોતાના પ્રિય અને આત્મીય ગણતા તે સેવા અને સૌજન્યની મૂર્તિસમા શ્રી ઋષભદાસ રાંકા એક અજાતશત્રુ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં સર્વત્ર જાણીતા છે.
તેમણે પોતાનું વ્યક્તિત્વ મિટાવી દઈને સમસ્ત જૈન સમાજની સાથે તેમજ સમગ્ર ભારતીય માનવસમાજ સાથે આત્મીયતા કેળવી હતી. પોતાનું જીવન સમષ્ટિને સમર્પણ કરી દીધું હતું. શ્રી ઋષભદાસ રાંધ્રને જૈન સમાજની સૌથી લોકપ્રિય વ્યક્તિ ગણી શકાય.
જન્મ, બાળપણ અને વ્યવસાય : રાંકાજીનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ફતેપુર ગામે તા. ૩-૧૨-૧૯૦૩ના રોજ થયો હતો. તેમના પૂર્વજો મૂળ રાજસ્થાનના જોધપુર રાજયના વતની હતા. તેમના દાદાનું નામ ધનરાજજી અને પિતાનું નામ પ્રતાપમલજી હતું. કુલ પાંચ ભાઈબહેનો હતાં. ત્રણ બહેનો અને બે ભાઈઓમાં તેઓ ઉંમરમાં સૌથી મોટા હતા. તેઓના કુળના નામ વિષે કહેવાય છે કે રંકુ નામની બકરીની એક ઉચ્ચ જાત પંજાબમાં થાય છે, તેના વાળમાંથી તૈયાર થતા કાપડનો વેપાર કરવાને કારણે તેમના પૂર્વજોનું કુળ રાંકા' નામથી ઓળખાયું.
૨૨૩
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
- ચીલાચાલુ કેળવણી તો તેમને આઠ ધોરણ સુધીની જ પ્રાપ્ત થઈ શકી હતી, કારણ કે ચૌદ વર્ષની નાની ઉંમરે જ પિતાજીને તેઓ વેપારમાં મદદ કરવા લાગ્યા હતા. આ કામમાં થોડો વખત વિતાવ્યા પછી તેમણે ખેતી અને ગોપાલનનું કાર્ય કરતી “વચ્છરાજ ખેતી લિમિટેડ” નામની કંપનીમાં ભાગીદાર તરીકે કામ કર્યું. થોડાક સમયમાં આ કાર્યમાંથી નિવૃત્ત થયા અને તેમણે વીમાનો વ્યવસાય સ્વીકાર્યો. આ જ તેમનું અર્થોપાર્જનનું મુખ્ય અને દીર્ધકાલીન સાધન રહ્યું. આ વ્યવસાયમાં તેમણે ઘણા દાયકાઓ સુધી કામ કર્યું. ઈ. સ. ૧૯૭૧માં તેમાંથી તેઓ સંપૂર્ણપણે નિવૃત્ત થયા.
રાષ્ટ્રીયતાનો રંગ: ગાંધી અને ગોખલે દ્વારા પ્રેરિત “સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો’ આંદોલનથી પ્રભાવિત થઈને તેમણે વીસ વર્ષની યુવાન વયે, ખાદીના પ્રચાર-પ્રસાર અને વિતરણ-વ્યવસ્થાના કાર્યમાં ઝુકાવ્યું. દિવસે-દિવસે તેમના ઉપર રાષ્ટ્રીયતાનો રંગ વધારે ને વધારે ચઢતો જ ગયો. સ્વતંત્રતાના સૈનિક તરીકે તેમણે ઈ. સ. ૧૯૩૧માં “મીઠાના સત્યાગ્રહ માટે સાડાચાર માસનો તેમજ ઈ. સ. ૧૯૩૨માં ધૂળિયા અને વિસાપુરમાં લગભગ તેટલા જ સમય માટે જેલનો કારાવાસ ભોગવ્યો. ઈ. સ. ૧૯૪૨ની “હિંદ છોડો'ની લડતમાં નાગપુર જેલમાં તેર મહિના સુધી તેમને ફરીથી જેલમાં રહેવું પડ્યું. ભારતીય સ્વાતંત્ર્યની લડત દરમિયાન આ પ્રકારની વિવિધ સજા ભોગવી તેમણે પોતાના નિષ્ઠાવાન, સ્વતંત્ર સેનાની તરીકેના વ્યક્તિત્વનો પરિચય આપ્યો.
મહાપુરુષોના સમાગમ અને સાન્નિધ્યમાં : આઝાદીની પ્રાપ્તિ પહેલાં અને વિશેષ કરીને આઝાદીની પ્રાપ્તિ પછી રાષ્ટ્રીય કક્ષાના અનેક મહાપુરુષોના સમાગમમાં રહેવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. પ્રારંભમાં વર્ધા, જલગાંવ અને પૂનાની આજુબાજુના જિલ્લાઓમાં તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું. અહીં તેઓને વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી, કેદારનાથજી, જમનાલાલજી બજાજ, બાળ ગંગાધર ટિળક અને પ્રો. જાજુ જેવી અનેક મહાન વ્યક્તિઓનો સંપર્ક થયો. પોતાના જીવનમાં વિશિષ્ટ ગુણગ્રાહક દૃષ્ટિ કેળવી હોવાને લીધે સેવા, સાદાઈ, પારદર્શક પ્રામાણિકતા, વ્યક્તિગત જીવનની કડક શિસ્ત, ઉચ્ચ પવિત્ર વિચારો, અહિંસા, સ્વાર્થ ત્યાગ અને સમૂહકલ્યાણની ભાવના જેવા માનવમાંથી મહામાનવ બનાવનારા સદ્ગુણો તેમણે પોતાના જીવનમાં આત્મસાન કર્યા. ત્રણ દાયકાઓ ઉપરાંત વિવિધલક્ષી રચનાત્મક કાર્યોમાં અને રાષ્ટ્રીય આંદોલનોમાં મહત્ત્વપૂર્ણ સેવાઓ આપવા છતાં પદ, પ્રતિષ્ઠા કે પૈસાની તેમણે કદી લાલસા રાખી નહીં. એટલું જ નહીં પરંતુ આઝાદી પછી પ્રધાન કે રાજ્યપાલનું પદ સ્વીકારવાને બદલે સમાજ-સેવામાં અને રાહતકાર્યોમાં તેમજ ત્યારપછી જૈન સમાજની એકતાના કાર્યમાં જ તેઓ અગ્રેસર રહ્યા.
પોતાનું વ્યક્તિત્વ મિટાવી સમષ્ટિમાં સમાઈ જવાની તેમની આ લગની ઘણી તીવ્ર હતી, તેથી કૌટુંબિક જીવનમાં તેઓ માત્ર ખપ પૂરતો જ રસ લેતા. તેમના ધર્મપત્ની શ્રીમતી રાજકુમારી એક પવિત્ર, પતિવ્રતા અને સેવાનિષ્ટ સન્નારી હતાં. તેમણે રાંકાજીને ખૂબ ખૂબ સહકાર આપ્યો. રાજકુમારીજીએ વર્ષા, વિમળા અને શશિ એમ ત્રણ
Page #3
--------------------------------------------------------------------------
________________
સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા
૨૨૫
પુત્રીઓ અને રાજેન્દ્ર નામે એક પુત્રને જન્મ આપ્યો હતો. જયારથી તેમનો એકનો એક પુત્ર રાજેન્દ્ર નાની બીમારીથી જ મૃત્યુ પામ્યો ત્યારથી તેમના હૃદય પર વજપાનતુલ્ય દુ:ખ પડ્યાનો અનુભવ થયો અને મગજ ઉપર એક પ્રકારની કાયમી અસર થઈ ગઈ. આવા કસોટીના સમયે પણ રોકાજીએ પોતે તો ખૂબ જ શાંતિ અને સમતા જાળવી રાખ્યાં હતાં અને આ દુઃખદાયક વિયોગના પ્રસંગને પણ ભગવદ્ભક્તિના અવસરમાં ફેરવી નાખ્યો હતો. આ પ્રસંગ સત્સમાગમ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલા પ્રૌઢ વિવેકજ્ઞાનની સૌને પ્રતીતિ કરાવે છે.
સેવાનું વિશાળ ક્ષેત્ર : તેમનામાં સેવા, કરુણા અને અનુકંપાના સંસ્કાર જન્મજાત હતા. તેઓ કોઈને પણ દુ:ખ જોઈને દ્રવી જતા. તેમાં વળી વારંવાર શ્રી જમનાલાલજી બજાજ અને શ્રી વિનોબા ભાવે સાથે વર્ધા મુકામે તેમને રહેવાનું બન્યું. આથી સેવા કરવાની તેમની ભાવના વધારે દઢ થઈ. આઝાદી પહેલાંના વર્ષોમાં આ ભાવનએ મુખ્યત્વે સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે ગાંધીજીના વિચારો પ્રમાણે ચાલવાનું સ્વરૂપ લીધું, કારણ કે રાજકીય સ્વતંત્રતા વિના ભારતને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત નહીં થઈ શકે એમ તેમને લાગતું. તેમની સેવાવૃત્તિ પ્રારંભનાં વર્ષોમાં મુખ્યત્વે ખાદીના પ્રચારપ્રસારમાં, ગૌસેવાને લગતાં અનેકવિધ કાર્યોમાં, હરિજનોના ઉત્કર્ષનાં કામોમાં અને ત્યારપછી કસ્તુરબા-સ્મારક અને ગાંધી-સ્મારકનાં કાયોંમાં પ્રકટ થઈ.
વિવિધ પ્રકારનાં રાહતનાં કાર્યોમાં તેઓએ આપેલી સેવાઓ ખરેખર પ્રશંસનીય અને અદ્વિતીય છે. આ રાહતકાર્યો દુષ્કાળપીડિત મનુષ્યો માટે હોય, ધરતીકંપને લીધે ઊભી થઈ ગયેલી પરિસ્થિતિ સંબંધી હોય કે અતિવૃષ્ટિ અથવા પૂરને લીધે ઊભી થઈ હોય, રાંકાજી તેમના સાથીદારો સાથે દીન-દુ:ખિયાંને મદદ કરવા અવશ્ય પહોંચી જાય. મહારાષ્ટ્ર અને બિહારની દુકાનોમાં, ગુજરાતના પૂરપીડિતોનાં કાર્યોમાં કે રાજસ્થાનની ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં તેઓ અગ્રેસર રહ્યા. બિહારનાં દુષ્કાળ વખતે શ્રી જયપ્રકાશજીની અપીલને ધ્યાનમાં લઈ તેઓએ અનેક કાર્યકરોનો સહયોગ પ્રાપ્ત કરી, મુંબઈમાં મહાવીર કલ્યાણકેન્દ્રનો પ્રારંભ કર્યો. આ સંસ્થા દ્વારા લાખો લોકોને અનાજની, કપડાંની અને વસવાટની બાબતોમાં અભૂતપૂર્વ અને એતિહાસિક કહી શકાય તેવો સહયોગ અને માર્ગદર્શન મળ્યાં. આને લીધે સમસ્ત ભારતમાં તેમના અનન્ય સેવાભાવની સુવાસ પ્રસરી અને સંસ્થાને પણ આ કાયથી ભારતની એક અગ્રગણ્ય સેવા-સંસ્થા તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું.
ભારતે જૈન મહામંડળ જેનોની એક અગ્રગણ્ય સંસ્થા છે. ઈ. સ. ૧૯૪૬ થી તેઓએ આ સંસ્થાના કાર્યમાં રસ લેવા માંડયો. તેમના હૃદયમાં જેનોની એકતા માટે અત્યંત પ્રબળ ભાવના હતી. ૧૯૪૮માં તેમણે “જૈન જગત'નું સંપાદનકાર્ય સંભાળ્યું. તેઓ આ સંસ્થામાં વિશેષ રસ લેવા લાગ્યા, તે પહેલાં ચિરંજીલાલ બડજાત્યા તેનું કામ સંભાળતા. રાંકાજીનો ઉત્સાહ, કાર્યકુશળતા અને નિષ્ઠા આ કામમાં એવાં તો અસરકારક નીવડયાં કે થોડા વખતમાં સંસ્થાના પ્રધાનમંત્રી તરીકે તેમની વરણી કરવામાં આવી. . ૮ ! અર્વાચીન જૈન જયોતિર્ધરો
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
૧૯૪૯ના મંડળના મદ્રાસ ખાતેના અધિવેશનમાં તેઓ પ્રમુખ ચૂંટાયા હતા અને અનેક સામાજિક કાર્યકરોના સહકારથી સંસ્થાના નવા સભ્યો–સામાન્ય અને આજીવન– બનાવવાના કાર્યમાં તેઓ લાગી ગયા. “જેન જગત” માસિકમાં પણ સારા લેખકો લેખો મોલવા લાગ્યા. આ રીતે થોડાં જ વર્ષોમાં જૈન સમાજના એક અગ્રગણ્ય, અધિકૃત, પ્રૌઢ, પ્રચારાત્મક અને અસાંપ્રદાયિક માસિક તરીકે તેની ગણતરી થવા લાગી. તેનું બાહ્યાંતર સ્વરૂપ પણ કલાત્મક અને આકર્ષક બની ગયું. ૧૫–૧૭ વર્ષના સતત ખંત અને પરિશ્રમથી તેમણે મુંબઈમાં વસતા ધીમાન, શ્રીમાન અને ગુણવાનોનો પ્રેમ અને સહકાર એકચક્રીપણે સંપાદન કરી લીધો. ૧૯૫૮થી તેઓએ મુંબઈમાં સ્થાયી નિવાસ ક્ય જેથી આ કાર્ય તેઓ ખૂબ જ સરળતાથી, સફળતાથી, શીઘ્રતાથી અને પ્રશંસનીયપણે કરી શક્યા. આ પ્રકારે તૈયાર થયેલી મુંબઈના જૈનોના પરસ્પર સૌહાર્ટની ભૂમિકામાં ભગવાન મહાવીરનો ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ આવી પહોંચ્યો. તેમના જૈન એકતાના સતુપ્રયત્નોના પરિણામે ૧૯૭૧-૭૨ સુધીમાં પ્રભુ મહાવીરની ૨૫મી નિર્વાણ-શતાબ્દી સામૂહિકપણે ઊજવવા સમાજમાં એકસૂત્રતા આવી ગઈ અને જિલ્લા સ્તરે, પ્રાંતીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે સમિતિઓની રચના થઈ. આ નિમિત્તે શ્રી વિનોબા ભાવે પ્રેરિત સમણસૂત્ત નામના સર્વમાન્ય જૈન ગ્રંથની ભારતીય સમાજને અને વિશ્વને ભેટ મળી. આ એક મહાન ઐતિહાસિક કાર્ય હતું. મહોત્સવના સમસ્ત કાર્યકલાપમાં સૌથી વધારે ઉત્સાહ અને ક્ષેત્રોઈ (field work) કરવાનું શ્રેય શ્રી રાંકાજીને ફાળે જાય છે, કારણ કે મુંબઈ ખાતેની મહો-અવસમિતિના મંત્રી તરીકે તેઓ તે માટે સતત કાર્યશીલ રહ્યા હતા.
શ્રી. શાંતિપ્રસાદ સાહુ તથા શ્રી. કસ્તુરભાઈ લાલભાઈની ઉદાર દૃષ્ટિને લીધે નિર્વાણમહોત્સવની ઉજવણી દિલ્હી અને મુંબઈના બંને મુખ્ય કેન્દ્રો દ્વારા ઘણા પ્રચાર-પ્રસારને પામી. આ કારણથી ભારત સરકારે ભારતમાં અને દેશ-વિદેશમાં આ મહોત્સવની ઉજવણીને માન્ય રાખી. પરિણામે ઉજવણી ખૂબ ભવ્યતાથી થઈ. કેન્દ્રીય અને પ્રાંતીય સરકારોએ પણ પોતપોતાનાં ક્ષેત્રોમાં તે ઉજવણી પ્રત્યે સહકાર અને સદૂભાવ દર્શાવ્યાં. સાહિત્ય, શિક્ષણ, સેવા, તીર્થોદ્ધાર, સ્મારકોની રચના, નવા સિક્કાઓ બહાર પાડવા, કલાત્મક ફોટાઓ, આલ્બમોનું પ્રકાશન વગેરે અનેકવિધ કાર્યો સારી રીતે સંપન્ન થયાં. ભારતમાં તથા દેશ-વિદેશોમાં મહાવીર પ્રભુની ૨૫ મી નિર્વાણશતાબ્દી ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાઈ. સાહિત્યનું પ્રકાશન અને વિદેશોમાં પ્રભુના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર એ આ મહોત્સવની વિશિષ્ટ ઉપલબ્ધિ બન્યાં.
તેજસ્વી જૈન વિદ્યાર્થીઓને શિક્ષણની સર્વ પ્રકારની સગવડો પૂરી પાડવી અને ગરીબ નિરાધાર મહિલાઓને સ્વાવલાંબી બનાવવા માટે તેમણે વિવિધ આયોજનો કર્યા. તેમાં “જન-ગૃહઉદ્યોગ” નામની સંસ્થાએ પણ મહિલાઓના વિકાસમાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉત્કર્ષ માટેની તેમની ધગશ અપૂર્વ હતી. યુવાશક્તિમાં તેઓને દઢ વિશ્વાસ હતો. ધન કમાવાની કળા” નામના પુસ્તક દ્વારા તેમણે આજીવિકાનાં સાધનો પ્રાપ્ત કરવા અંગે યુવાવર્ગને સારું માર્ગદર્શન પૂરું પાડ્યું
Page #5
--------------------------------------------------------------------------
________________ સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી નકલભદાસ રાંકા 227 છે. પૂના પાસે જૈન વિદ્યાપ્રચારક મંડળ, ચિચવડ અને અહમદનગર પાસે ચાંદવડની વગેરે અનેક સંસ્થાઓની સ્થાપના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટેની સુવિધાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને કૉલરશિપ તેમજ સહયોગ અને માર્ગદર્શન મળતાં રહે તેવી વ્યવસ્થા તેમણે કરી. અણુવ્રત આંદોલનમાં પણ તેમણે વિશિષ્ટ અને સમયોચિન સેવાઓ આપી છે. ઈ. સ. ૧૯૬૭માં આચાર્યશ્રી તુલસીજીનું ચાતુર્માસ અમદાવાદ મુકામે થયું. ત્યારે અણુવ્રત આંદોલનનું નેતૃત્વ સંભાળવાની શ્રી રાંકાજીને વિનંતી કરવામાં આવી. તેઓશ્રીએ કહ્યું કે જો શ્રી રવિશંકરદાદા તેનું પ્રમુખપદ સંભાળે તો હું ઉપપ્રમુખ તરીકે કાર્ય કરવા તૈયાર છું. સેવા-મૂર્તિ શ્રી રવિશંકરદાદાએ તરત જ આ કાર્યને સ્વીકાર્યું અને શ્રી રાંકાજીએ પોતાના કાર્યની જવાબદારી સંભાળીને કાર્યનો પ્રારંભ કરી દીધો. 1968 થી 1971 સુધીના ચાર વર્ષના ગાળા દરમ્યાન ઉપાધ્યક્ષ તરીકે તેઓએ અણુવ્રત આંદોલનને ભારતભરમાં પ્રસિદ્ધિ આપી હતી. આ સાથે સાથે “આશુવ્રત' પાક્ષિકનું સંપાદન સુચારુ રીતે લોકપ્રિય અને અધિકૃત દષ્ટિથી કરીને તેને ઉનત અને બહુજનમાન્ય સ્થિતિમાં મૂકી દીધું. તેમની સર્વતોમુખી કાર્યકુશળતા અને કામ કરવાની સતત ધગશનો આ પ્રત્યક્ષ પુરાવો છે. સ્વર્ગારોહણ: આમ, સતત પાંચ દાયકા સુધી રાષ્ટ્રની, સમાજની અને જૈન ધર્મની એકતાવિષયક વિવિધ સેવાઓ દ્વારા એક સમપિત અને આદર્શ જીવન જીવીને રાંકાજીએ તા. 10 ડિસેમ્બર, ૧૯૭૭ના રોજ પૂના મુકામે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો. તેઓ પોતાના જીવન દ્વારા આજના યુવાવર્ગને સેવાનો માર્ગ ચીંધતા ગયા છે.