________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
૧૯૪૯ના મંડળના મદ્રાસ ખાતેના અધિવેશનમાં તેઓ પ્રમુખ ચૂંટાયા હતા અને અનેક સામાજિક કાર્યકરોના સહકારથી સંસ્થાના નવા સભ્યો–સામાન્ય અને આજીવન– બનાવવાના કાર્યમાં તેઓ લાગી ગયા. “જેન જગત” માસિકમાં પણ સારા લેખકો લેખો મોલવા લાગ્યા. આ રીતે થોડાં જ વર્ષોમાં જૈન સમાજના એક અગ્રગણ્ય, અધિકૃત, પ્રૌઢ, પ્રચારાત્મક અને અસાંપ્રદાયિક માસિક તરીકે તેની ગણતરી થવા લાગી. તેનું બાહ્યાંતર સ્વરૂપ પણ કલાત્મક અને આકર્ષક બની ગયું. ૧૫–૧૭ વર્ષના સતત ખંત અને પરિશ્રમથી તેમણે મુંબઈમાં વસતા ધીમાન, શ્રીમાન અને ગુણવાનોનો પ્રેમ અને સહકાર એકચક્રીપણે સંપાદન કરી લીધો. ૧૯૫૮થી તેઓએ મુંબઈમાં સ્થાયી નિવાસ ક્ય જેથી આ કાર્ય તેઓ ખૂબ જ સરળતાથી, સફળતાથી, શીઘ્રતાથી અને પ્રશંસનીયપણે કરી શક્યા. આ પ્રકારે તૈયાર થયેલી મુંબઈના જૈનોના પરસ્પર સૌહાર્ટની ભૂમિકામાં ભગવાન મહાવીરનો ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ આવી પહોંચ્યો. તેમના જૈન એકતાના સતુપ્રયત્નોના પરિણામે ૧૯૭૧-૭૨ સુધીમાં પ્રભુ મહાવીરની ૨૫મી નિર્વાણ-શતાબ્દી સામૂહિકપણે ઊજવવા સમાજમાં એકસૂત્રતા આવી ગઈ અને જિલ્લા સ્તરે, પ્રાંતીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે સમિતિઓની રચના થઈ. આ નિમિત્તે શ્રી વિનોબા ભાવે પ્રેરિત સમણસૂત્ત નામના સર્વમાન્ય જૈન ગ્રંથની ભારતીય સમાજને અને વિશ્વને ભેટ મળી. આ એક મહાન ઐતિહાસિક કાર્ય હતું. મહોત્સવના સમસ્ત કાર્યકલાપમાં સૌથી વધારે ઉત્સાહ અને ક્ષેત્રોઈ (field work) કરવાનું શ્રેય શ્રી રાંકાજીને ફાળે જાય છે, કારણ કે મુંબઈ ખાતેની મહો-અવસમિતિના મંત્રી તરીકે તેઓ તે માટે સતત કાર્યશીલ રહ્યા હતા.
શ્રી. શાંતિપ્રસાદ સાહુ તથા શ્રી. કસ્તુરભાઈ લાલભાઈની ઉદાર દૃષ્ટિને લીધે નિર્વાણમહોત્સવની ઉજવણી દિલ્હી અને મુંબઈના બંને મુખ્ય કેન્દ્રો દ્વારા ઘણા પ્રચાર-પ્રસારને પામી. આ કારણથી ભારત સરકારે ભારતમાં અને દેશ-વિદેશમાં આ મહોત્સવની ઉજવણીને માન્ય રાખી. પરિણામે ઉજવણી ખૂબ ભવ્યતાથી થઈ. કેન્દ્રીય અને પ્રાંતીય સરકારોએ પણ પોતપોતાનાં ક્ષેત્રોમાં તે ઉજવણી પ્રત્યે સહકાર અને સદૂભાવ દર્શાવ્યાં. સાહિત્ય, શિક્ષણ, સેવા, તીર્થોદ્ધાર, સ્મારકોની રચના, નવા સિક્કાઓ બહાર પાડવા, કલાત્મક ફોટાઓ, આલ્બમોનું પ્રકાશન વગેરે અનેકવિધ કાર્યો સારી રીતે સંપન્ન થયાં. ભારતમાં તથા દેશ-વિદેશોમાં મહાવીર પ્રભુની ૨૫ મી નિર્વાણશતાબ્દી ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાઈ. સાહિત્યનું પ્રકાશન અને વિદેશોમાં પ્રભુના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર એ આ મહોત્સવની વિશિષ્ટ ઉપલબ્ધિ બન્યાં.
તેજસ્વી જૈન વિદ્યાર્થીઓને શિક્ષણની સર્વ પ્રકારની સગવડો પૂરી પાડવી અને ગરીબ નિરાધાર મહિલાઓને સ્વાવલાંબી બનાવવા માટે તેમણે વિવિધ આયોજનો કર્યા. તેમાં “જન-ગૃહઉદ્યોગ” નામની સંસ્થાએ પણ મહિલાઓના વિકાસમાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉત્કર્ષ માટેની તેમની ધગશ અપૂર્વ હતી. યુવાશક્તિમાં તેઓને દઢ વિશ્વાસ હતો. ધન કમાવાની કળા” નામના પુસ્તક દ્વારા તેમણે આજીવિકાનાં સાધનો પ્રાપ્ત કરવા અંગે યુવાવર્ગને સારું માર્ગદર્શન પૂરું પાડ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org