________________
૨૨૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
- ચીલાચાલુ કેળવણી તો તેમને આઠ ધોરણ સુધીની જ પ્રાપ્ત થઈ શકી હતી, કારણ કે ચૌદ વર્ષની નાની ઉંમરે જ પિતાજીને તેઓ વેપારમાં મદદ કરવા લાગ્યા હતા. આ કામમાં થોડો વખત વિતાવ્યા પછી તેમણે ખેતી અને ગોપાલનનું કાર્ય કરતી “વચ્છરાજ ખેતી લિમિટેડ” નામની કંપનીમાં ભાગીદાર તરીકે કામ કર્યું. થોડાક સમયમાં આ કાર્યમાંથી નિવૃત્ત થયા અને તેમણે વીમાનો વ્યવસાય સ્વીકાર્યો. આ જ તેમનું અર્થોપાર્જનનું મુખ્ય અને દીર્ધકાલીન સાધન રહ્યું. આ વ્યવસાયમાં તેમણે ઘણા દાયકાઓ સુધી કામ કર્યું. ઈ. સ. ૧૯૭૧માં તેમાંથી તેઓ સંપૂર્ણપણે નિવૃત્ત થયા.
રાષ્ટ્રીયતાનો રંગ: ગાંધી અને ગોખલે દ્વારા પ્રેરિત “સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો’ આંદોલનથી પ્રભાવિત થઈને તેમણે વીસ વર્ષની યુવાન વયે, ખાદીના પ્રચાર-પ્રસાર અને વિતરણ-વ્યવસ્થાના કાર્યમાં ઝુકાવ્યું. દિવસે-દિવસે તેમના ઉપર રાષ્ટ્રીયતાનો રંગ વધારે ને વધારે ચઢતો જ ગયો. સ્વતંત્રતાના સૈનિક તરીકે તેમણે ઈ. સ. ૧૯૩૧માં “મીઠાના સત્યાગ્રહ માટે સાડાચાર માસનો તેમજ ઈ. સ. ૧૯૩૨માં ધૂળિયા અને વિસાપુરમાં લગભગ તેટલા જ સમય માટે જેલનો કારાવાસ ભોગવ્યો. ઈ. સ. ૧૯૪૨ની “હિંદ છોડો'ની લડતમાં નાગપુર જેલમાં તેર મહિના સુધી તેમને ફરીથી જેલમાં રહેવું પડ્યું. ભારતીય સ્વાતંત્ર્યની લડત દરમિયાન આ પ્રકારની વિવિધ સજા ભોગવી તેમણે પોતાના નિષ્ઠાવાન, સ્વતંત્ર સેનાની તરીકેના વ્યક્તિત્વનો પરિચય આપ્યો.
મહાપુરુષોના સમાગમ અને સાન્નિધ્યમાં : આઝાદીની પ્રાપ્તિ પહેલાં અને વિશેષ કરીને આઝાદીની પ્રાપ્તિ પછી રાષ્ટ્રીય કક્ષાના અનેક મહાપુરુષોના સમાગમમાં રહેવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. પ્રારંભમાં વર્ધા, જલગાંવ અને પૂનાની આજુબાજુના જિલ્લાઓમાં તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું. અહીં તેઓને વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી, કેદારનાથજી, જમનાલાલજી બજાજ, બાળ ગંગાધર ટિળક અને પ્રો. જાજુ જેવી અનેક મહાન વ્યક્તિઓનો સંપર્ક થયો. પોતાના જીવનમાં વિશિષ્ટ ગુણગ્રાહક દૃષ્ટિ કેળવી હોવાને લીધે સેવા, સાદાઈ, પારદર્શક પ્રામાણિકતા, વ્યક્તિગત જીવનની કડક શિસ્ત, ઉચ્ચ પવિત્ર વિચારો, અહિંસા, સ્વાર્થ ત્યાગ અને સમૂહકલ્યાણની ભાવના જેવા માનવમાંથી મહામાનવ બનાવનારા સદ્ગુણો તેમણે પોતાના જીવનમાં આત્મસાન કર્યા. ત્રણ દાયકાઓ ઉપરાંત વિવિધલક્ષી રચનાત્મક કાર્યોમાં અને રાષ્ટ્રીય આંદોલનોમાં મહત્ત્વપૂર્ણ સેવાઓ આપવા છતાં પદ, પ્રતિષ્ઠા કે પૈસાની તેમણે કદી લાલસા રાખી નહીં. એટલું જ નહીં પરંતુ આઝાદી પછી પ્રધાન કે રાજ્યપાલનું પદ સ્વીકારવાને બદલે સમાજ-સેવામાં અને રાહતકાર્યોમાં તેમજ ત્યારપછી જૈન સમાજની એકતાના કાર્યમાં જ તેઓ અગ્રેસર રહ્યા.
પોતાનું વ્યક્તિત્વ મિટાવી સમષ્ટિમાં સમાઈ જવાની તેમની આ લગની ઘણી તીવ્ર હતી, તેથી કૌટુંબિક જીવનમાં તેઓ માત્ર ખપ પૂરતો જ રસ લેતા. તેમના ધર્મપત્ની શ્રીમતી રાજકુમારી એક પવિત્ર, પતિવ્રતા અને સેવાનિષ્ટ સન્નારી હતાં. તેમણે રાંકાજીને ખૂબ ખૂબ સહકાર આપ્યો. રાજકુમારીજીએ વર્ષા, વિમળા અને શશિ એમ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org