Book Title: Ras Mimansama Anuyoga Vaigyanik Drushtibindu
Author(s): Kanji Patel
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૮૮ રસમીમાંસામાં અનુગદ્વારસૂત્રકારનું પ્રતાન ગુપ્ત વાત પ્રકટ કરવાથી તેમજ માન્યજનોની ધર્મપત્નીઓ સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહારના અતિક્રમથી વીડનક રસ ઉત્પન્ન થાય છે. લજા અને શંકા ઉત્પન્ન થવી તે આ રસનું ચિહ્ન છે. આ રસની બાબતમાં સૂત્રકારનું પ્રદાન મૌલિક છે અને તેની ભરતમુનિએ વર્ણવેલ ૩૩ વ્યભિચારી ભાવમાંના બ્રીડા સાથે સરખામણી શક્ય છે. એ વાત અગાઉ જણાવી દીધી છે. વરવધૂના પ્રથમ સમાગમ પછી વડીલો ( સાસુ-સસરા) વધૂએ પહેરેલાં વસ્ત્રોનાં વખાણ કરે છે. તે જોઈને વધુ શરમાઈ જાય છે એવું જે ઉદાહરણ છે તે સમસામયિક સામાજિક પરિસ્થિતિને વ્યક્ત કરતું, - લોકવ્યવહારને દર્શાવતું અને સાથે સાથે નવપરિણીતાના લજજાભાવોને સુંદર રીતે વ્યક્ત કરતું છે. આને ઉત્તમ કાવ્યનું ઉદાહરણ કહી શકાય તેમ છે. સૂત્રકાર ધર્મશાસ્ત્રના જ્ઞાતા હોવા ઉપરાંત લેકવૃત્તાન્તની પણ જ્ઞાતા હશે એ વાત અહીં પ્રતીત થાય છે. ૬, બીભત્સ રસ : બીભત્સ રસની નાટયશાસ્ત્રમાં ચર્ચા વખતે ભારતે એક આર્યા છંદ આ છે ? अनभिमतदर्शनेन च गन्धरसस्पर्शशब्ददोषैश्च । કનૈશ્ચ દુમિર્કીમત: સમુર્મવતિ ૫ (ના. શા. ૬/૭૩) સૂત્રકાર અનુસાર અશુચિ, કુણપ (શબ), દુર્દશનના સંયોગ, દુધને અભ્યાસ બીભત્સ રસ જન્માવે છે. નિર્વેદ અને અવિહિંસા (જીવઘાતથી નિવૃત્તિ) એ બીભત્સ રસનાં લક્ષણ છે. ટીકાકાર પ્રમાણે શુક્ર, શોણિત, મતવિષ્ટા, મૂત્ર વગેરે જે અનિષ્ટ અને ઉદ્દે નજનક વસ્તુઓ છે તે બીભત્સ કહેવાય છે. એમને જોવા-સાંભળવાથી જે જુગુપ્સાત્મક ભાવ ઉત્પન્ન થાય છે તે જ જુગુપ્સાપ્રકર્ષ રસ બીભત્સ રસ કહેવાય છે. (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫). ભરત અને સૂત્રકારની વ્યાખ્યામાં કેટલાક સમાન અંશે છેજેવા કે, અનભિમત દર્શન ભરતમુનિની વ્યાખ્યામાં છે, અહીં દુર્દર્શન શબ્દ છે. ગંધરસસ્પર્શ વગેરેના ની વાત ભરતમુનિએ કરી છે. સૂત્રકાર દુર્ગધને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. આ ઉપરાત સરકારે નિર્વેદ અને અવિહિંસા લક્ષણવાળા બીભત્સ રસ પણ કહ્યો છે. ભરતમુનિ એ બીભત્સ રસના ભાવોની ગણના કરી છે કે “માવાસ્યાસ્વાપરમાર નામોચ્ચાધિકાદ:” (ના. શા –ગા. એ. સિ. ભા. ૧ પૃ. ૩૨૮) અહીં ઉગ વગેરેમાં નિવેદ આવે, પણ જે અવિહિંસાની વાત સૂત્રકારે કરી છે તે તેમની જૈનસંસ્કારજન્ય વિચારધારાને દર્શાવે છે. બીભત્સ રસનું સૂત્રકારનું ઉદાહરણું પણ નોંધપાત્ર છે. તેમણે શરીરમાં રહેલ અપવિત્ર મળ અને ઈન્દ્રિયોના વિકાર રૂપી ઝરાઓની વાત કરી છે, તેમાં સદાકાળ દુર્ગધ છે અને એ સર્વ મળ છે એમ તે જણાવે છે. પણ આટલેથી તે અટકતા નથી. ભાગ્યશાળી વ્યક્તિએ તે શરીરની મૂછને ત્યાગ કરી પોતાની જાતને ધન્ય બનાવે છે એમ ઉદાહરણમાં દર્શાવી જૈન સાધુઓ માટે આડકતરો પણ ઉપાદેય ઉપદેશ આપ્યો છે. આમ બીભત્સ રસનાં વિવેચના અને ઉદાહરણ બને વધુ સંતર્પક લાગે છે, અને સૂત્રકારની શક્તિનાં ઘાતક છે. ૭. હાસ્ય રસ : ભરતમુનિએ શૃંગાર પછી તરત હાસ્યરસની ચર્ચા કરી છે, કારણ કે એ બનેને એકબીજા સાથે સંબદ્ધ છે; જ્યારે સૂત્રકારે હાસ્યરસને બીભત્સ રસની પછી મૂક્યો છે. આ ક્રમમાં કોઈ વૈજ્ઞાનિકતા નથી. હાસ્યની ઉત્પત્તિ માટે ભરતમુનિ લખે છે: “સ જ વિકૃતવેપારધાદર્યટૌડુવાસબસ્ટાર્ચનોવોટાદiામિમિ દ્વૈપા ' (ન. શા-ગા, એ. * સિ. ભા. ૧ પૃ. ૩૧૨–૩૧૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10