________________
સુ. શ્રી સુલેચના બહેનના શિક્ષક મહોદય પણ તેમની અતી શ્રદ્ધા અને અદ્ભુત કાર્યક્ષમતાથી અંજાઈ ગયા હતા. તેમનું નામ હતું શ્રી મેહનલાલ જેચંદભાઈ મોદી શ્રી મેદી સાહેબે “શ્રી સુલેચના બહેનના સંસ્મરણ સમિતિના વ્યવસ્થાપક ઉપર પત્ર દ્વારા લખી મોકલ્યા છે. વિસ્તાર ભયથી અત્રે તે પત્રનો સારાંશ જ આપી શકાય તેમ છે. શ્રી મોદી સાહેબ શ્રી સુલોચના બહેન માટે લખે છે કે “બહેન સુચનાના જીવન યૌવનને ઉન્માદ અને જ્ઞાનનું અજીર્ણ ક્યારે ય દૃષ્ટિગોચર થયાં નથી. તેઓશ્રી ખરેખર દયા, દાન અને સત્યના ઉપાસક હતાં. સન ૧૯૪૬ ની સાલમાં મારા ધર્મપત્ની સ્વર્ગવાસી થયાં ત્યારે હુલ્લડનો સમય હતો, પુરૂષો પણ ઘરની બહાર ડોકિયું કરતાં ખચકાતા હતાં ત્યારે ફકત ૧૫ કે ૧૬ વરસના સુલોચનાં બહેન, પિતાના પિતાશ્રી તથા ઘાટી સાથે મારે ત્યાં આવ્યાં. તે સમયે મારું કુટુંબ મારા પુત્ર સાથે દેશમાં જઈ રહ્યું હતું. મારે પુત્ર મેટ્રીકમાં ભણતો હતો અને તેને અભ્યાસ ન બગડે તેટલા માટે તેમને ઘેર મારા પુત્રને રાખવા માટે ખૂબ આગ્રહ કર્યો. નિકટના બીજા સગા હોવા છતાં આ આગ્રહ કરનાર બહેન સુચના એકજ હતાં. મેં પણ બહેન સુચનાને હાર્દિક ભાવ જોઈને મારા પુત્રને તેમને સોંપી દીધો. સુલેચના બહેને પિતાના લગ્ન પ્રસંગે પિતાના પૂજ્ય શિક્ષકને હાજર રહેવા ખાસ આમંત્રણ આપેલું અને છેલા પત્રમાં તે એમ પણ લખેલું કે ગુરૂની હાજરી વિના શિષ્ય પરણી જ ન શકે આખરે મારે તેમનાં લગ્નમાં હાજરી આપવી પડી. આ હતા તેમને પ્રશંસક ગુરૂપ્રેમ એટલે જ પ્રેમ તેમને ધર્મગુરૂઓ પ્રત્યે હતો તેમનામાં પડેલા ધાર્મિક સંસ્કારે ૧ અનેક ગુણમણિ, સતિ શિરોમણિ, પરમ વિદુષી, તારાબાઈ મહાસતીજી કે જેઓ ૨ અનેક ગુણગણું વિરાજીત, હિરાબાઈ મહાસતીજી. ૩ વિમલ ભાવસંપન્ન શ્રી વિમલાબાઈ મહાસતીજી. ૪ જ્ઞાનાભ્યાસી ઈ દુબાઈ મહાસતીજી પ વિનયશીલ સુશીલાબાઈ મહાસતીજી ૬ વિનયશીલ ઉષાબાઈ મહાસતીજી ૭ વિનયશીલ હંસાબાઈ મહાસતીજી ૮ વિનયશીલ સુચનાબાઈ મહાસતીજી. ૯ વિનયશીલ વર્ષાબાઈ મહાસતીજી ૧૦ વિનયશીલ અનન્દાબાઈ મહાસતીજી ૧૧ વિનયશીલ હર્ષાબાઈ મહાસતીજી. આદિ ૧૧ ઠાણાથી બિરાજમાન પૂજ્યશ્રી તારાબાઈ મહાસતીજીને આભારી છે.
આમ એક આશાસ્પદ તેજસ્વી પુષ્પ પિતાની સૌરભ સમાજ ધર્મ અને રાષ્ટ્રમાં પૂર્ણ રીતે પ્રસરાવે તે પહેલાં સૌને કર્તવ્ય સંદેશ પાઠવતુ કરમાઈ ગયું, અસ્ત થયું, છતાં તેમની સુવાસ ભૂલી શકાય તેમ નથી, સદ્દગતના આત્માને શાસનદેવ ચેરશાંતિ અર્થે, એજ પ્રાર્થના,