Book Title: Raja Hans Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ રાજા હંસ LOE પોતાના સિદ્ધિના બળથી સત્યને ખલ્લુ પાડતાં રાજા હંસ તમે તમારી ફરજ બજાવો.” આટલું કહીને તે આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં નવકાર મંત્રનું સ્મરણ કરતા ઊભા રહી ગયા. એટલામાં એક દેવદૂત આવ્યો અને કહ્યું, “હે રાજા, તારા જેવા સત્યવાદી અને દયાળુથી હું જિતાઈ ગયો છું, રાજા અર્જુનને બંદીવાન બનાવીને મેં પકડી લીધો છે. તમારું રાજ્ય તમારા પ્રધાનોને પાછું સોંપી દીધું છે. ભગવાનની પ્રાર્થના માટે આજનો દિવસ ઉત્તમ છે પણ મંદિર અહીંથી દૂર છે અને ત્યાં તમે સમયસર પહોંચી શકો તેમ નથી. મારો રથ તમારી સેવામાં હાજર છે તેમાં હું તમને ત્યાં લઈ જઈશ.” રાજા હંસ આ ચમત્કારિક બનાવથી આશ્ચર્યમાં મૂકાઈ ગયા. રત્નશૃંગ પર્વતની ટોચ પર આવેલા મંદિરમાં તે દેવની સાથે સમયસર પહોંચી ગયા. પછી દેવે રાજા હંસને તેમના રાજયમાં પહોંચાડી દીધા. રાજા હંસે અર્જુનને માફ કરી દીધો અને તેના સૈનિકોને મુક્ત કરી દીધા. દેવદૂતે રાજા હંસની અને તેના રાજ્યની સલામતી માટે ચાર પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા અને પછી તે ચાલ્યા ગયા. રાજા હંસે ફરીથી રાજપુર પર રાજય કર્યું અને લોકોને સુખી કર્યા. સત્ય અન્ને અહિંસા અને તેમની વચ્ચેના સંબંધનું મહત્ત્વ સમજાવવાનો જૈન દર્શનનો સિદ્ધાંત આ વાતોનો મુષ્ય મુદ્દો છે. ઠેટલીક વાર એક જૈન સદ્ધાંતનો જડપણે અમલ કરતાં બીજા સિદ્ધાંતને હાનિ પહોંચાડીઍ છીઍ. જેનો રાજા હંસને સામનો કરવો પડયો. દરૅક પરિસ્થિતિનો કાળજીપૂવૅક kiચાર કરીને બીજા કોઈ સદ્ધાંતને કે બીજા કોઈને હાનિ ન પહોંચે તે સુંદર વચનાત્મક સાૉ અનૅ લાભ થાય તેવો ઉઠેલ તેૉ મેળવતા. આમાંથી આપણને તેમનો જનમે પ૨ની ભક્તિ અને સિદ્ધાંતોને વળગી રહેવાપણું જોવા મળે છે. છેલ્લે જયારે અર્જુનના સૈનિકોનો સામનો કરવો પડયો ત્યારૈ સલ્ય બોલવાથી જીવ જોખમમાં હોવા છતાં કોઈ ન કરે શકે તેવું સત્યનું પાલન કર્યું. તેમને કદાચ તેઓ મારી પણ નાંખે છતાં સત્ય બોલવાના જૈન સિદ્ધાંતને તેઓ વળગા રહ્યા. જૈન કથા સંગ્રહ ( 153Page Navigation
1 2 3