Book Title: Raja Hans
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ 152 બોધ કથાઓ રાજીના જવાબોથી ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં જ ચાલ્યો ગયો. એ દરમિયાન રાજી ખૂબ જ થાકી ગયા હોવાથી એક ઝાડ નીચે આરામ કરવાનો વિચાર કર્યો. ત્યાં ઝાડીમાંથી તેમણે ચૂંયરાઓનો વાર્તાલાપ સાંભળ્યો કે આ રસ્તેથી બે દિવસ દરમિયાન પસાર થનાર સાધુઓને તેઓ લૂંટી લેશે. આ વાત સાંભળી રાજા સાધુઓની સલામતી માટે ચિંતિત થયો. રાજા પોતે આમાં શું કરી શકે તે વિચારતો હતો તે દરમિયાન સૈનિકો ત્યાં આવ્યા. ગુંડા જેવા લાગતા કોઈ માણસો જોયા છે કે કેમ તે પૂછવા લાગ્યા. તેમણે કહ્યું, “એ માણસો ખુબ ખતરનાક છે અને રસ્તેથી પસાર થતા પવિત્ર માણસોને હેરાન કરે છે તેથી અમે તેઓને ઝાડની ઘટામાં ચોરોને વાતો કરતાં સાંભળી જતા રાજા હંસ પકડવા આવ્યા છીએ. જરૂર પડશે તો પવિત્ર માણસના રક્ષણ માટે તેઓને ગોળીથી ઉડાડી દઈશું.’’ રાજાને ફરી એકવાર સત્ય કહેવું કે ના કહેવું તે અંગે દ્વિધા થઈ. રાજાએ વિચાર્યું કે જો તે પોલીસોને લૂંટારાઓ અંગે સાચું કહેશે તો તેઓ તેમને પકડીને સજા કરશે અને નહિ કહે તો લૂંટારાઓ સાધુને હેરાન કરશે. રાજાએ વિચાર્યું કે જો સત્ય કહેવાથી કોઈને નુકશાન થવાનું હોય તો સત્ય એ સાચી પસંદગી નથી. સત્ય રક્ષણ માટે છે, કોઈને નુકશાન કરવા માટે નથી, તેણે પોલીસોને કહ્યું, “મિત્રો, તમે સાધુને રક્ષવા માંગો છો તો લૂંટારાઓની ચિંતા કર્યા વગર સાધુઓને બચાવવા એમની સાથે જ રહો.’’ પોલીસો તેની વાત સાથે સહમત થયા અને સાધુઓ સાથે જોડાઈ ગયા. ઝાડીમાં છુપાયેલા લૂંઢરાઓએ આ બધી વાત સાંભળી. આ અજાણ્યા માણસે બતાવેલી દયાથી તેઓને નવાઈ લાગી. તેઓ ઝાડીમાંથી બહાર આવ્યા અને પોતાની જિંદગી બચાવી તેથી આભાર માન્યો, કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું. રાજાએ કહ્યું, “મિત્રો, લોકોને ત્રાસ આપવાનું છોડી દો. આ નાસ-ભાગની જિંદગી કરતાં સારા નાગરિક બનીને રહો,’’ લુંટારુઓએ સાધુઓને કોઈ રીતે હેરાન નહિ કરે તેની ખાત્રી આપી અને સારા નાગરિક બનવાનું વચન આપ્યું. આટલું પૂરતું ન હોય તેમ કેટલાક સૈનિકો ત્યાં આવ્યા અને રાજા હંસ અંગે તેને પૂછવા લાગ્યા. રાજાએ પૂછ્યું, “તમારે રાજા હંસનું શું કામ છે?” તેમણે કહ્યું, “અમે રાજા અર્જુનના વિશ્વાસુ માણસો છીએ અને જો અમે રાજા હંસને પકડીએ કે મારી નાંખીએ તો અમને ઘણો મોટો બદલો મળે.” રાજા હંસે ક્ષણવાર વિચાર કર્યો અને કહ્યું, “હું જ રાજા હંસ છું. તમારા રાજાએ કહ્યા પ્રમાણે જૈન થા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3