Book Title: Raja Hans
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201037/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાજા હંસ 36. રાજા હંસ રાજપુર નામના શહેરમાં હંસ નામે અતિસુંદર રાજા રાજ્ય કરતો હતો. તેની સત્ય અને અહિંસા પ્રત્યેની ભક્તિને કારણે તે લોકોમાં જાણીતો હતો. રાજપુર શહેરથી બહુ જ દૂર આવેલ રત્નશૃંગ પર્વતની ટોચ પર બનાવેલું સુંદર જૈન મંદિર જૈનોના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને અર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનાની પૂનમે લોકો દૂર દૂરથી તે મંદિરમાં પૂજા માટે આવતા. એક વાર રાજાએ તે મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પોતાની લાંબી ગેરહાજરીના કારણે તેમના પ્રધાનોને રાજ્યની દેખભાળ રાખવાનું સોંપ્યું. અને આધ્યાત્મિક હેતુસર તેઓ રાજવી પરિવાર સાથે ઊપડી ગયા. રાજા હંસને ગયાને થોડા દિવસ થયા ને પાડોશી રાજ્યના રાજા અર્જુને રાજ્ય પર હુમલો કર્યો. જોરદાર મુકાબલો કરવા છતાં રાજા હંસનું સૈન્ય હારી ગયું. મોટા મહારથીઓ યુદ્ધમાં માર્યા ગયા. અર્જુને રાજ્ય અને પ્રજા પર પોતાની સત્તા સ્થાપી દીધી. અર્જુને રાજ્ય સિંહાસન મેળવી લીધું. સમગ્ર રાજય પર તેની આણ વર્તાવા લાગી. મંદિર જતાં રસ્તામાં રાજા હંસે પોતાના સૈન્યના હારના સમાચાર જાણ્યા. રાજાના સલાહકાર નિરાશ થઈ ગયા અને પાછા ફરવાની સલાહ આપી. રાજાએ કહ્યું, “હવે મેં રાજય તો ગુમાવી દીધું છે. આપણે આધ્યાત્મિક હેતુસર જઈ રહ્યા છીએ તો આપણે તે અંગે વિચારવું જોઈએ. તેથી આપણે પૂજા માટે મંદિરે જ જઈએ.” રાજાના નિર્ણયથી બધા દરબારી નિરાશ થયા અને પોતાના કુટુંબીજનોની સલામતીની ચિંતા કરવા લાગ્યા. એક પછી એક બધા દરબારી વિખૂટા પડવા લાગ્યા. છેવટે એકલો છત્ર પકડનાર સેવક જ રાજા સાથે રહ્યો. મંદિર જવા માટે રસ્તામાં ભયાનક જંગલમાંથી પસાર થવું પડતું. રાજાએ તેનો રાજવી પોષાક તથા અલંકારો ઉતારી કાઢ્યા અને નોકરને આપી દીધા. જંગલમાંથી પસાર થતી વખતે નોકર પણ રાજાથી છૂટો પડી ગયો. રસ્તામાં રાજાને એક હરણ દેખાયું અને દોડીને અદૃશ્ય થઈ ગયું. એક શિકારી હાથમાં ધનુષબાણ લઈ દોડતો ત્યાં આવ્યો અને રાજાને હરણ વિશે પૂછવા લાગ્યો. રાજા સમજતા હતા કે જો તેઓ સત્ય કહેશે તો શિકારી હરણને પકડીને મારી નાંખશે. એણે મનમાં નક્કી કર્યું કે તે શિકારીને કોઈ જવાબ આપશે નહિ. શિકારી સાથે અસંબંધ વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું પોતે રાજપુરથી આવે છે. શિકારીએ એની વાત સાંભળ્યા વગર ફરીથી હરણ વિશે પૂછવા માંડ્યું. તેણે જવાબ આપ્યો પોતે રાજા છે. શિકારી શિકારીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી હરણનું રક્ષણ કરતા રાજા હંસ જૈન કથા સંગ્રહ ( 151 Page #2 -------------------------------------------------------------------------- ________________ 152 બોધ કથાઓ રાજીના જવાબોથી ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં જ ચાલ્યો ગયો. એ દરમિયાન રાજી ખૂબ જ થાકી ગયા હોવાથી એક ઝાડ નીચે આરામ કરવાનો વિચાર કર્યો. ત્યાં ઝાડીમાંથી તેમણે ચૂંયરાઓનો વાર્તાલાપ સાંભળ્યો કે આ રસ્તેથી બે દિવસ દરમિયાન પસાર થનાર સાધુઓને તેઓ લૂંટી લેશે. આ વાત સાંભળી રાજા સાધુઓની સલામતી માટે ચિંતિત થયો. રાજા પોતે આમાં શું કરી શકે તે વિચારતો હતો તે દરમિયાન સૈનિકો ત્યાં આવ્યા. ગુંડા જેવા લાગતા કોઈ માણસો જોયા છે કે કેમ તે પૂછવા લાગ્યા. તેમણે કહ્યું, “એ માણસો ખુબ ખતરનાક છે અને રસ્તેથી પસાર થતા પવિત્ર માણસોને હેરાન કરે છે તેથી અમે તેઓને ઝાડની ઘટામાં ચોરોને વાતો કરતાં સાંભળી જતા રાજા હંસ પકડવા આવ્યા છીએ. જરૂર પડશે તો પવિત્ર માણસના રક્ષણ માટે તેઓને ગોળીથી ઉડાડી દઈશું.’’ રાજાને ફરી એકવાર સત્ય કહેવું કે ના કહેવું તે અંગે દ્વિધા થઈ. રાજાએ વિચાર્યું કે જો તે પોલીસોને લૂંટારાઓ અંગે સાચું કહેશે તો તેઓ તેમને પકડીને સજા કરશે અને નહિ કહે તો લૂંટારાઓ સાધુને હેરાન કરશે. રાજાએ વિચાર્યું કે જો સત્ય કહેવાથી કોઈને નુકશાન થવાનું હોય તો સત્ય એ સાચી પસંદગી નથી. સત્ય રક્ષણ માટે છે, કોઈને નુકશાન કરવા માટે નથી, તેણે પોલીસોને કહ્યું, “મિત્રો, તમે સાધુને રક્ષવા માંગો છો તો લૂંટારાઓની ચિંતા કર્યા વગર સાધુઓને બચાવવા એમની સાથે જ રહો.’’ પોલીસો તેની વાત સાથે સહમત થયા અને સાધુઓ સાથે જોડાઈ ગયા. ઝાડીમાં છુપાયેલા લૂંઢરાઓએ આ બધી વાત સાંભળી. આ અજાણ્યા માણસે બતાવેલી દયાથી તેઓને નવાઈ લાગી. તેઓ ઝાડીમાંથી બહાર આવ્યા અને પોતાની જિંદગી બચાવી તેથી આભાર માન્યો, કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું. રાજાએ કહ્યું, “મિત્રો, લોકોને ત્રાસ આપવાનું છોડી દો. આ નાસ-ભાગની જિંદગી કરતાં સારા નાગરિક બનીને રહો,’’ લુંટારુઓએ સાધુઓને કોઈ રીતે હેરાન નહિ કરે તેની ખાત્રી આપી અને સારા નાગરિક બનવાનું વચન આપ્યું. આટલું પૂરતું ન હોય તેમ કેટલાક સૈનિકો ત્યાં આવ્યા અને રાજા હંસ અંગે તેને પૂછવા લાગ્યા. રાજાએ પૂછ્યું, “તમારે રાજા હંસનું શું કામ છે?” તેમણે કહ્યું, “અમે રાજા અર્જુનના વિશ્વાસુ માણસો છીએ અને જો અમે રાજા હંસને પકડીએ કે મારી નાંખીએ તો અમને ઘણો મોટો બદલો મળે.” રાજા હંસે ક્ષણવાર વિચાર કર્યો અને કહ્યું, “હું જ રાજા હંસ છું. તમારા રાજાએ કહ્યા પ્રમાણે જૈન થા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ રાજા હંસ LOE પોતાના સિદ્ધિના બળથી સત્યને ખલ્લુ પાડતાં રાજા હંસ તમે તમારી ફરજ બજાવો.” આટલું કહીને તે આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં નવકાર મંત્રનું સ્મરણ કરતા ઊભા રહી ગયા. એટલામાં એક દેવદૂત આવ્યો અને કહ્યું, “હે રાજા, તારા જેવા સત્યવાદી અને દયાળુથી હું જિતાઈ ગયો છું, રાજા અર્જુનને બંદીવાન બનાવીને મેં પકડી લીધો છે. તમારું રાજ્ય તમારા પ્રધાનોને પાછું સોંપી દીધું છે. ભગવાનની પ્રાર્થના માટે આજનો દિવસ ઉત્તમ છે પણ મંદિર અહીંથી દૂર છે અને ત્યાં તમે સમયસર પહોંચી શકો તેમ નથી. મારો રથ તમારી સેવામાં હાજર છે તેમાં હું તમને ત્યાં લઈ જઈશ.” રાજા હંસ આ ચમત્કારિક બનાવથી આશ્ચર્યમાં મૂકાઈ ગયા. રત્નશૃંગ પર્વતની ટોચ પર આવેલા મંદિરમાં તે દેવની સાથે સમયસર પહોંચી ગયા. પછી દેવે રાજા હંસને તેમના રાજયમાં પહોંચાડી દીધા. રાજા હંસે અર્જુનને માફ કરી દીધો અને તેના સૈનિકોને મુક્ત કરી દીધા. દેવદૂતે રાજા હંસની અને તેના રાજ્યની સલામતી માટે ચાર પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા અને પછી તે ચાલ્યા ગયા. રાજા હંસે ફરીથી રાજપુર પર રાજય કર્યું અને લોકોને સુખી કર્યા. સત્ય અન્ને અહિંસા અને તેમની વચ્ચેના સંબંધનું મહત્ત્વ સમજાવવાનો જૈન દર્શનનો સિદ્ધાંત આ વાતોનો મુષ્ય મુદ્દો છે. ઠેટલીક વાર એક જૈન સદ્ધાંતનો જડપણે અમલ કરતાં બીજા સિદ્ધાંતને હાનિ પહોંચાડીઍ છીઍ. જેનો રાજા હંસને સામનો કરવો પડયો. દરૅક પરિસ્થિતિનો કાળજીપૂવૅક kiચાર કરીને બીજા કોઈ સદ્ધાંતને કે બીજા કોઈને હાનિ ન પહોંચે તે સુંદર વચનાત્મક સાૉ અનૅ લાભ થાય તેવો ઉઠેલ તેૉ મેળવતા. આમાંથી આપણને તેમનો જનમે પ૨ની ભક્તિ અને સિદ્ધાંતોને વળગી રહેવાપણું જોવા મળે છે. છેલ્લે જયારે અર્જુનના સૈનિકોનો સામનો કરવો પડયો ત્યારૈ સલ્ય બોલવાથી જીવ જોખમમાં હોવા છતાં કોઈ ન કરે શકે તેવું સત્યનું પાલન કર્યું. તેમને કદાચ તેઓ મારી પણ નાંખે છતાં સત્ય બોલવાના જૈન સિદ્ધાંતને તેઓ વળગા રહ્યા. જૈન કથા સંગ્રહ ( 153