Book Title: Rag Dweshno Tattvik Vichar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ ૮૮ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અર્થાત્ તેને ત્યાગ એ પણ ગ્રહણને અર્થે છે, અને તેનું ગ્રહણ તે પણ પ્રત્યક્ષ ગ્રહણ જ છે. સારાંશ કર્મબંધનથી છૂટવાને સર્વથી પ્રધાન અને વાસ્તવિક ઉપાય રાગદ્વેષની સમ્યક પ્રકારે નિવૃત્તિ કરવી એ છે. નહિ તે ગજસ્નાનવત્ જીવ નિરંતર દુઃખી અને કર્મ પરતંત્ર બન્યા રહે છે. મોહના ઉદયથી રાગદ્વેષરૂપ પરિણામ જીવને થયા કરે છે, જેથી કઈ વખત અશુભ કાર્યોની પ્રવૃત્તિ તથા શુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આત્માને વતે છે. અને કદાચિત્ શુભ કાર્યોની પ્રવૃત્તિ તથા અશુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) જીવ કરે છે, પણ એવી મેહગભિત પ્રવૃત્તિનિવૃત્તિવડે શુભાશુભ બંધનની વૃદ્ધિ હાનિ જીવ અનંતકાળથી કરતા આવ્યા છે. મહદય ક્ષીણ થવાથી વા અત્યંત મંદ થવાથી તત્ત્વજ્ઞાન નિર્મળપણાને પામે છે તથા એ સમ્યક તત્વજ્ઞાનના પ્રસાદથી આત્મ ઉપગ મહદય પ્રત્યે આળસે છે–નિસિપણને ભજે છે, જેથી વિજ્ઞાનરૂપ શુદ્ધોપયોગની પ્રવૃત્તિ તથા શુભાશુભ ભાવની અપ્રવૃત્તિ અથત નિવૃત્તિ સહેજે થાય છે, અને એવી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે સર્વ કર્મ સંસ્કારના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણદશાને જીવ સંપ્રાપ્ત થાય છે. પ્રથમ બંધ અને આત્મા ઉભયમાં અનાદિકાળથી તેના સ્વરૂપની વાસ્તવિક પ્રતીતિપૂર્વક જીવને ભેદ જ પડ્યો નથી, છતાં માત્ર અનુપગ પરિણામે બંધ અને આત્મા જૂદા છે, એમ કથન માત્ર જીવ ગાયા કરે છે. અને એવી અજ્ઞાન મને દશાયુક્તપણે કરેલી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે બંધનની વાસ્તવિક નિવૃત્તિ ક્યાંથી હોય? બંધ, બંધહેતુ, બંધફળ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5