Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૮૫ રાગ-દ્વેષને તાત્વિક વિચાર
જગની કઈ પણ વસ્તુને અપનાવવી અથવા પોતાના તરફ ખેંચવી તેને આવૃત્તિ કહે છે તથા કઈ પણ વસ્તુને દૂર કરવી અથવા તેથી હઠાવવું તેને પરાવૃત્તિ કહે છે. પ્રથમના પ્રકારને રાગ કહે છે અને બીજા પ્રકારને દ્વેષ કહે છે. આ બન્ને પ્રકારના રાગદ્વેષ સમ્યક પ્રકારે જ્યાં સુધી છૂટતા નથી, ત્યાં સુધી વસ્તુઓના ગ્રહણ કરવાથી તથા તેને ત્યાગ કરવાથી-એમ બન્ને પ્રકારે કર્મોને બંધ તથા તેને યથાકાળે ઉદય થયા જ કરે છે. કારણ કે-અજ્ઞાન અને બુદ્ધિના વિભ્રમ વેગે વસ્તુઓના ગ્રહણ અને ત્યાગ બનેમાં રાગ-દ્વેષ જાજવલ્યમાન બનેલે પ્રવર્તી રહ્યો છે.
વેષ્ટન એટલે બંધાવું અને ઉષ્ણન એટલે છૂટવું. એ બને તે ત્યાં સુધી બની રહે છે, કે જ્યાં સુધી ચિત્તમાં રાગદ્વેષ વા ઈછાનિષ્ટ ભાવનાપૂર્વક વસ્તુઓને ગ્રહણ-ત્યાગ થયા કરે અને એને જ જ્ઞાની પુરુષો સંસારપરિભ્રમણ કહે છે. પ્રત્યેક વસ્તુઓના છેડવા-ધરવાની ચિંતામાં નિમગ્ન રહેવું, મૂઢ બની કર્મબંધનથી જકડાવું, ઉદયકાળ પ્રાપ્ત થતાં અત્યંત મોહમુગ્ધ-ઉન્મત્ત બની દુઃખી થવું અને ઈતસ્તતઃ ભવના પ્રકારે વહ્યા કરવું અર્થાત્ જન્મ-મરણાદિ કર્યા કરવાં એનું જ નામ ભવપરિભ્રમણ છે.
જેમ દહીં મંથન કરવાની ગોળીમાં રહેલા વાંસની રસીના બને છેડામાંથી એકને પિતા ભણી ખેંચે છે, ત્યારે બીજાને ઢીલ મૂકે છે. જ્યાં સુધી એ પ્રમાણે કરવામાં
Page #2
--------------------------------------------------------------------------
________________
એ છે કે
તા તેને
અડી દૂર કરો
૮૬ ].
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા આવ્યા કરે ત્યાં સુધી ચક્કરે ચઢેલો વાંસ કદી પણ સ્થિરપણને પામતે નથી. એને ખેંચવામાં તેમ ઢીલ કરવામાં– બન્ને પ્રકારે બળ ખર્ચવું પડે છે, છતાં વાંસ તે સ્થિર થતું જ નથી. તેમ અજ્ઞાન અને મૂઢતાપૂર્વક વસ્તુને ગ્રહણ કરવામાં તેમ તેને ત્યાગ કરવામાં એમ બન્ને પ્રકારે આત્મવીર્ય ખર્ચવું પડે છે, છતાં આત્મપરિણામ કદી સ્થિર કે શાંત થતા નથી. ખરી વાત એ છે કે જે તે વાંસને સ્થિર કરે હોય તે તેને બાંધેલી બને છેડાવાળી રસીને છોડી દૂર કરવામાં આવે અને તે જ તે વાંસ સ્થિર થાય, તેમ જીવ જેટલી એ પરવસ્તુના ગ્રહણ-ત્યાગની સાવધાનતા રાખે છે, તેટલી પિતે રસપૂર્વક ગ્રહણ કરી રાખેલા રાગદ્વેષમય વિકલ્પોના ત્યાગની સાવધાનતા રાખે તે સહેજે આત્મપરિણામ સ્થિર અને શાંત થાય.
રાગ-દ્વેષની માત્રા આત્મામાં જ્યાં સુધી બની રહે છે, ત્યાં સુધી કર્મબંધન છૂટવાના અવસરે પણ રાગદ્વેષ વશીભૂત થઈ તે બંધાયા જ કરે છે અર્થાત્ કર્મબંધન છૂટવા માત્રમાં વાસ્તવિક કલ્યાણ નથી; કારણ કે-બંધનું મૂળ કારણ રાગદ્વેષ મોજૂદ છે. એક બંધનની નિવૃત્તિ ટાણે બીજા ચિત્રવિચિત્ર બંધને તુરત તેને જકડી લે છે, તેથી બંધનની ચિરશૃંખલા કદી તૂટતી જ નથી. એમ છૂટવું એ કર્મબંધથી વાસ્તવિક છૂટકારો નથી. જે કર્મબંધનથી વાસ્તવિક છૂટવું હોય, તે તિસ્તતઃ આત્મપરિણામનું ભ્રમણ છે તેના કારણરૂપ રાગદ્વેષને સમ્યક્ પ્રકારે રોકવામાં આવે તે જ કર્મબંધન સર્વથા રોકાઈ જાય. અને તેને સર્વથી પ્રબળ અને
Page #3
--------------------------------------------------------------------------
________________
પાસાથિક લેખસ થહ
[ ૮૭
સમ્યક્ ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક સમપરિણતિમાં સ્થિર થઇ નિઃસત્ત્વ કરવામાં આવે, એને જ સાચી નિર્જરા ભગવાને કહી છે. તે સિવાયની બધસહભાવિની નિર્જરા તે જગત્ આખું કરી જ રહ્યું છે.
જ
ગાળીના વાંસ જ્યારે એક તરફથી છૂટે ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ અંધાવા માટે જ વતે છે; પણ જો તે વાંસને રસીથી સર્વથા છેડવામાં આવે તા ફરી અધાતા નથી, તેમ મેાહાસક્ત જીવ એક તરફથી પ્રબળ યમ-નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યક્ત કે અવ્યક્ત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી અંધાતા જાય છે. અંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણરૂપ એવા યમ–નિયમાદિકપૂર્વક પ્રવતનકાળે પણ રાગદ્વેષની માત્રા જીવને કયા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે તેનું એને ભાન નથી. એ રાગદ્વેષ તજવાના બ્હાને છત્ર કરે છે શું ? એક ખૂણેથી નીકળી માત્ર ખીજા ખૂણામાં ભરાય છે. બીજો પણ પહેલાના જેવા જ હાય છે. અનાદિકાળથી જીવ સમ્યક્ પ્રકારે નિરાવલ અ ઉદાસીન રહી શકયા નથી કે ઉદાસીન રહેવા તથારૂપ પ્રકારે તેણે પ્રયત્ન કર્યાં નથી, એવી સ્થિતિને પ્રાપ્ત થવા ચેાગ્ય સમ્યક્ સાધના સેવ્યા નથી, લેાકેષણા, લેાકહેરીને લાસજ્ઞામાં દાઈ રહ્યો છે અને તેથી ઉદાસીનતાજન્ય સુખના અનુભવ પણ તેને નથી. એ સુખને અનુભવ કે વાસ્તવ્ય શ્રદ્ધા વિના તેના તથા રૂપપણે પ્રયત્ન પણ ક્યાંથી હોય ? એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવના ગ્રહણ અને ત્યાગ અને બંધનરૂપણે પ્રવર્તે છે
Page #4
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અર્થાત્ તેને ત્યાગ એ પણ ગ્રહણને અર્થે છે, અને તેનું ગ્રહણ તે પણ પ્રત્યક્ષ ગ્રહણ જ છે. સારાંશ કર્મબંધનથી છૂટવાને સર્વથી પ્રધાન અને વાસ્તવિક ઉપાય રાગદ્વેષની સમ્યક પ્રકારે નિવૃત્તિ કરવી એ છે. નહિ તે ગજસ્નાનવત્ જીવ નિરંતર દુઃખી અને કર્મ પરતંત્ર બન્યા રહે છે.
મોહના ઉદયથી રાગદ્વેષરૂપ પરિણામ જીવને થયા કરે છે, જેથી કઈ વખત અશુભ કાર્યોની પ્રવૃત્તિ તથા શુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આત્માને વતે છે. અને કદાચિત્ શુભ કાર્યોની પ્રવૃત્તિ તથા અશુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) જીવ કરે છે, પણ એવી મેહગભિત પ્રવૃત્તિનિવૃત્તિવડે શુભાશુભ બંધનની વૃદ્ધિ હાનિ જીવ અનંતકાળથી કરતા આવ્યા છે. મહદય ક્ષીણ થવાથી વા અત્યંત મંદ થવાથી તત્ત્વજ્ઞાન નિર્મળપણાને પામે છે તથા એ સમ્યક તત્વજ્ઞાનના પ્રસાદથી આત્મ ઉપગ મહદય પ્રત્યે આળસે છે–નિસિપણને ભજે છે, જેથી વિજ્ઞાનરૂપ શુદ્ધોપયોગની પ્રવૃત્તિ તથા શુભાશુભ ભાવની અપ્રવૃત્તિ અથત નિવૃત્તિ સહેજે થાય છે, અને એવી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે સર્વ કર્મ સંસ્કારના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણદશાને જીવ સંપ્રાપ્ત થાય છે.
પ્રથમ બંધ અને આત્મા ઉભયમાં અનાદિકાળથી તેના સ્વરૂપની વાસ્તવિક પ્રતીતિપૂર્વક જીવને ભેદ જ પડ્યો નથી, છતાં માત્ર અનુપગ પરિણામે બંધ અને આત્મા જૂદા છે, એમ કથન માત્ર જીવ ગાયા કરે છે. અને એવી અજ્ઞાન મને દશાયુક્તપણે કરેલી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે બંધનની વાસ્તવિક નિવૃત્તિ ક્યાંથી હોય? બંધ, બંધહેતુ, બંધફળ અને
Page #5
--------------------------------------------------------------------------
________________ [ 89 પારમાર્થિક લેખસંગ્રહ બંધસ્વામી એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વગર તથા બંધ અને બંધફળથી વિરક્ત ચિત્ત થઈ સ્વ–સ્વરૂપને વિષે અપૂર્વ પ્રેમ ઉલ્લસ્યા વગર અનાદિ બંધનની આત્યંતિક નિવૃત્તિ હય જ નહિ. આથી જ કહેવામાં આવ્યું છે કે–અજ્ઞાન અને રાગદ્વેષયુક્ત પરિણામે કરેલી પ્રવૃત્તિ તે બંધનું કારણ થાય એ તે નિશ્ચિત છે, પણ તેના પરિણામે કરેલી નિવૃત્તિ પણ બંધનું કારણ થાય છે; જ્યારે આત્મપરિણતિયુક્ત સમ્યગજ્ઞાન પરિણામે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ બન્ને મોક્ષનું કારણ થાય છે. એ એક તત્ત્વજ્ઞાનપૂર્વક આત્મદશાનું અપૂર્વ માહાત્મ્ય છે. સિદ્ધિપદને સાચો ઉપાય જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવાં અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી; અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી ? અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરૂષના આરાધન વિના બીજા કયા પ્રકારે પ્રાપ્ત થાય?–એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે- જ્ઞાની પુરૂષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધિપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે.