SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૮૫ રાગ-દ્વેષને તાત્વિક વિચાર જગની કઈ પણ વસ્તુને અપનાવવી અથવા પોતાના તરફ ખેંચવી તેને આવૃત્તિ કહે છે તથા કઈ પણ વસ્તુને દૂર કરવી અથવા તેથી હઠાવવું તેને પરાવૃત્તિ કહે છે. પ્રથમના પ્રકારને રાગ કહે છે અને બીજા પ્રકારને દ્વેષ કહે છે. આ બન્ને પ્રકારના રાગદ્વેષ સમ્યક પ્રકારે જ્યાં સુધી છૂટતા નથી, ત્યાં સુધી વસ્તુઓના ગ્રહણ કરવાથી તથા તેને ત્યાગ કરવાથી-એમ બન્ને પ્રકારે કર્મોને બંધ તથા તેને યથાકાળે ઉદય થયા જ કરે છે. કારણ કે-અજ્ઞાન અને બુદ્ધિના વિભ્રમ વેગે વસ્તુઓના ગ્રહણ અને ત્યાગ બનેમાં રાગ-દ્વેષ જાજવલ્યમાન બનેલે પ્રવર્તી રહ્યો છે. વેષ્ટન એટલે બંધાવું અને ઉષ્ણન એટલે છૂટવું. એ બને તે ત્યાં સુધી બની રહે છે, કે જ્યાં સુધી ચિત્તમાં રાગદ્વેષ વા ઈછાનિષ્ટ ભાવનાપૂર્વક વસ્તુઓને ગ્રહણ-ત્યાગ થયા કરે અને એને જ જ્ઞાની પુરુષો સંસારપરિભ્રમણ કહે છે. પ્રત્યેક વસ્તુઓના છેડવા-ધરવાની ચિંતામાં નિમગ્ન રહેવું, મૂઢ બની કર્મબંધનથી જકડાવું, ઉદયકાળ પ્રાપ્ત થતાં અત્યંત મોહમુગ્ધ-ઉન્મત્ત બની દુઃખી થવું અને ઈતસ્તતઃ ભવના પ્રકારે વહ્યા કરવું અર્થાત્ જન્મ-મરણાદિ કર્યા કરવાં એનું જ નામ ભવપરિભ્રમણ છે. જેમ દહીં મંથન કરવાની ગોળીમાં રહેલા વાંસની રસીના બને છેડામાંથી એકને પિતા ભણી ખેંચે છે, ત્યારે બીજાને ઢીલ મૂકે છે. જ્યાં સુધી એ પ્રમાણે કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249607
Book TitleRag Dweshno Tattvik Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size573 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy