Book Title: Punyacharitram Author(s): Dharmadhurandharsuri Publisher: Jain Vidya Shodh Samsthan View full book textPage 8
________________ છે હીં ક્લીં શ્રીસર્વતોભદ્રપાર્શ્વનાથસ્વામિને નમઃ છે. શ્રીમદાત્મ-વલ્લભ-સમુદ્ર-ઇન્દ્રદિત્રસદ્ગુરુભ્યો નમઃ | છે જયન્ત તે જિનેન્દ્રાઃ | પ્રકાશકીય ન્યાયાભાનિધિ જંગમ યુગપ્રધાન પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી મ. સા.ના અવતરણ પછી જિનશાસનની પ્રભાવનામાં ક્રાંતિકાળના શ્રીગણેશ થયા. પૂજ્ય આત્મારામજી મ. સા.એ તેમના આત્મકલ્યાણના ભોગે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાને નવીન કલેવર આપી અને ધાર્મિક, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે અવિરત સુધારણાનું અભિયાન આજીવન ચલાવીને જિનશાસનને આલોકિત ઉન્નતિ પથ નિર્દિષ્ટ કર્યો. ઈ. સ. ૧૮૩૬થી ૧૮૯૬ - તેમના જીવનકાળ દરમ્યાન તેમણે અમેરિકામાં આયોજિત થયેલી 'વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિરૂપે વીરચંદ ગાંધીને મોકલીને સમગ્ર વિશ્વમાં જૈન ધર્મના અસ્તિત્વનો પરિચય અપાવ્યો. પૂજ્ય આત્મારામજી મ. સા. દ્વારા પ્રજ્વલિત થયેલા જિનશાસન ઉત્થાનના એ મહાયજ્ઞમાં ગુરુ વલ્લભ તથા પૂજ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી મહારાજ, પંન્યાસ શ્રી લલિત વિજયજી મહારાજ, ગુરુ સમુદ્ર, ગુરુ ઈન્દ્રન્નિસૂરિ, પૂજ્ય વિજય વલ્લભ મ. સા. ઈત્યાદિ મહાપુરુષોએ ધાર્મિક જાગરણ અને સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યું. તો બીજી બાજુ પૂજ્ય આત્મારામજી મ. સા.ના અંતિમ શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. સા., તેમના શિષ્ય શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેમના જ શિષ્યરત્ન પૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ નિઃસ્પૃહ કર્મયોગી, જ્ઞાનયોગી શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ આ મહાપુરુષોની ત્રિપુટીએ જૈન ધર્મના ૪૫ આગમો, ખંભાત, પાટણ, વડોદરા, જેસલમેર જેવા અનેક શહેરો તથા ગામોમાં મૃતઃપ્રાય દશા ભોગવતા અસ્તવ્યસ્ત જ્ઞાનભંડારોમાં રહેલા પ્રાચીન ગ્રંથો, કલાના નમૂનાઓ, હસ્તલિખિત જર્જરિત તાડપત્રીઓ, શાસ્ત્રોની અવ્યવસ્થિત રીતે સડતી પ્રતિઓને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું અને જગત સમક્ષ તીર્થંકર પ્રભુઓ, પ્રભાવી આચાર્યો તથા પૂર્વધરોની શાસ્ત્રો અને ગ્રંથોમાં સચવાયેલી ધરોહરને નવજીવન આપીને જગતના જૈન ધર્મના જ્ઞાનપિપાસુ દેશી - વિદેશી સંશોધકો, વિદ્વાનો તથા જૈન ધર્મ પર સંશોધન કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને એ જ્ઞાનપ્રસાદ સહજ ઉપલબ્ધ કરાવ્યો. એમનાં આ કઠિન દુષ્કર સત્કૃત્યથી જૈન ધર્મની વિશ્વ ફલક પર અનુપમ પ્રભાવશાળી પ્રભાવના થઈ. - ઈ. સ. ૧૮૯૫માં એટલે કે જ્યારે પૂજ્ય આત્મારામજી મ. સા. જીવિત હતા, ત્યારે ૨૭ ઓકટોબરના દિવસે પ્રદાદા ગુરુદેવનું નામ ઉજાળવા એક જ્ઞાનપ્રેમી, સંશોધક, આગમોધ્ધારક પુનિત આત્મા રૂપે પુષ્યવિજયજી મહારાજે પૃથ્વી પર પદાર્પણ કર્યું. પૂજ્ય દાદાગુરુ કાંતિવિજયજી મ. સા. તથા પૂજ્ય ગુરુદેવ ચતુરવિજ્યજીના આ શિષ્યરત્ન તેમના દાદાગુરુ તથા ગુરુદેવનાં પ્રાચીન શાસ્ત્રો, ગ્રંથોને જ્ઞાનભંડારોના સંરક્ષણ તથા ઉપયોગિતાના શ્રી પચચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 252